મૂડ બદલાયો છે …


મૂડ નથી …..
આ પહેલું વાક્ય વાંચીને જ મૂડ નથી રહેતો …અને એનો અનુભવ પણ સુખદ તો નથી જ હોતો …છતાંય આ સ્વભાવનું એક અવિભાજ્ય અંગ છે જ …કોઈક એવી હકીકત કે એવી વસ્તુની યાદ જે ક્યારેય સુખદ ના હોય એની સ્મૃતિ એટલે મૂડ ના હોવાની અનુભૂતિની જનની …..ક્યારેય કોઈ સારી બાબતથી મૂડ ખરાબ થતો નથી …અન્ય માટે સારી બાબત આપણે માટે ખરાબ હોઈ શકે ….બસ માત્ર એક માર્ક માટે પ્રથમ ક્રમાંક ચુકી ગયા હોઈએ ત્યારે બીજા ક્રમાંકે હજારો લાખો વ્યક્તિઓમાં આવવાની ખુશી નથી રહેતી …ખરેખર તો તમે ભલે બીજા આવ્યા પણ તમે કેટલાય લોકો કરતા આગળ છો એ જોવાને બદલે માત્ર એક જ વ્યક્તિ તરફ જોઈ તમારી ખુશીને તમારી નિકટ ના આવવા દીધી ….
સાચું કહું તો આપણે આપણી જિંદગી ને હાર જીત અને નફા નુકસાનના માપદંડથી કેમ તોલીએ છીએ ??? એમાં હાર માં પણ જીત અને નુકસાનમાં પણ નફો હોય એ વિચારવાની ધીરજ અને સમજણ કેમ કેળવી નથી શકતા ????સમય નથી ….
મૂડ આપણા જીવંત હોવાની એક નિશાની છે …આપણે શાંત રહી શકીએ ,હસી શકીએ ,રડી શકીએ ,ઉદાસ રહી શકીએ ,ખુશ રહી શકીએ ,એકલતાને પ્રેમ કરી શકીએ ,ભીડમાં એકલા રહી શકીએ અને એકલા હોઈએ ત્યારે સ્મૃતિઓની ભીડમાં ખોવાઈ જઈને તમામ વસ્તુ ને ફરી જીવી શકીએ …..સાચું કહું તો હમણાં જ નવરાત્રી પૂરી થઇ ..પહેલા દિવસે જેટલો ઉત્સાહ હતો છેલ્લા દિવસે દિવસે એક હતાશા હોય છે કે આ દિવસો આટલા જલ્દી પુરા થઇ ગયા ??કેમ ??? અને પછી જે થાક લાગે છે તેને પણ યાદ કરીએ …ગરબાનું દરેક દિવસે આગળ વધવું એ આપણી વિચારધારાને પણ બદલતું જાય છે …ગરબા ના મેદાન પર મન મળે તો ખુશી અને મનદુઃખ થાય તો દુઃખ…..
મૂડ ખરેખર તો આપણી વિચારધારાની જ દેન છે …આપણી દ્રષ્ટિ પર એ નિર્ભર કરે છે ….અને મૂડ એ સ્થાઈ પરિસ્થિતિ નથી …કેમકે કોઈ સમયની પળ ઉભી નથી રહેતી …પણ એ આપણી સ્મૃતિ માં ખોડાઈ જાય છે ……મૂડ એ પારદર્શિતાનું પ્રતિક છે ….અને તમારી નીર્ણયાત્મકતા પણ એના પર નિર્ભર કરે છે …બોસ જયારે પત્ની સાથે લડ્યા વગર આવ્યા હોય અને પત્ની સાથે તું તું મેં મેં કરીને આવ્યા હોય તો મૂડ કેવો જુદો હોય અને એને લીધે આપણા મૂડ પર થતી અસર થી કોઈ અજાણ નથી …મમ્મી એ આપણે કઈ કહ્યું હોય તો નાના ભાઈ કે બહેન વગર સાબુ એ ધોવાઇ જાય છે …એમ મૂડ ને ગતિ પણ હોય છે …પણ જો એ વચ્ચે જો સરસ ગીત સાંભળી લઈએ કે આપણા ગમતા મેહમાન આવે કે મિત્ર કોઈ સારી ફિલ્મની ટીકીટ લઈને આપણને લેવા આવે તો ????
મજા પડી જાય …..
આ લખવાનો વિચાર એટલે આવ્યો કે નવરાત્રીના છેલ્લે દિવસે અમારા ઘરની બિલકુલ સામે મોટું ગરબા ગ્રાઉન્ડ છે …મારી દીકરી ત્યાં ગરબા રમતી હતી …તેને છેલ્લે સુધી રમવું હતું …તો હું બહાર દુકાન પાસે બેસી રહી …લગભગ રાત્રે ત્રણ વાગ્યા સુધી ગરબા રમ્યા ……..મને ઊંઘનું ઝોકું આવવા માંડ્યું તો હું તરત મારે ઘેર જઈને બાલ્કનીમાંથી જોવા માંડી …જયારે ગરબા શરુ થયા એના પંદર દિવસ પહેલા તૈયારી થતી હતી ત્યારે કેટલી પ્રતીક્ષા હતી !!! પણ હવે હું ગરબા પુરા થવાની રાહ જોતી હતી ….અને બીજા દિવસ થી બધું સમેટવામાં આવતું હતું ત્યારે એક દર્દભરી કસક હતી …..
મૂડ બદલાયો છે …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s