આજે દિવાળી દિવાળી રમીએ …


ચાલો આજે દિવાળી દિવાળી રમીએ ….આપણે જ આપણા જીવનના વિવિધ તબક્કામાં જરા લટાર મારીએ અને દિવાળી દિવાળી રમી લઈએ …પછી છે ને ખરેખર દિવાળી આવે એટલે મોકળા મને હસી લઈશું ….
= સૌથી નાના એટલે કે એક વર્ષથી નાના ભૂલકા અને ભૂલકીઓ : સ્ટાઈલીશ નાના રૂપકડા કપડામાં રડતા રહેતા ઢીંગલાઓ …બિચારાને ગરમી લાગે એટલે રડ્યા કરે …અને ફટાકડાના અવાજથી ઝબકીને જાગે અને રડે …પણ હા પેલી લબુકઝબુક લાઈટો જોવાની કેવી મઝા ….પાછું જયારે રડીને થાકીએ ત્યારે સુઈ જવાનું …આ દાળભાતની જગ્યા એ આ બધું …ખાવા કરતા વેરવાની મજા આવે …..
= ત્રણ વર્ષ સુધી ના બાળકો : નાના નાના તારામંડળ ફોડવાના ,મીઠાઈઓ ખાવાની , ખાંસી પણ થાય એટલે દવા ખાવાની ,મમ્મી અને પપ્પા સાથે ફર્યા કરવાનું અને નવા નવા વાવા કોકા પહેરીએ ત્યારે કેવા મસ્ત લાગીએ …અને પછી ફૂટેલા ટોટા વીણવાના ….લાઈટો જોવાની મજા પડે છે ……અને નવા વર્ષે બધાને પગે લાગીએ એટલે બધા પૈસા આપે …મોજ્જા હી મોજ્જા !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
= હવે સ્કુલે જતા છોકરાઓ પ્રાથમિક શાળાએ સમજવું : દિવાળી એટલે રજ્જા…છેલ્લે દિવસે બધાને કહેવાનું મમ્મી પપ્પા ક્યાં લઇ જશે ??ક્યાં જવાનું ???શું શું કરવાનું …બધી મેડમ અને સરને હસતા હસતા હેપ્પી દિવાળી કહેવાનું …સરનામાં લેવાના નોટના છેલ્લે પાને …અને પછી સ્કુલ ખુલે એટલે વેકેશનની વાતો કરવાની કેટલી મજા આવે …અને મઠીયા ફાફડા મેડમ સર ને ધરવાના …હેપ્પી ન્યુ યીઅર કહેવાનું ….અને હા પેલું તો ભૂલી ગયા યાર …..બધા સરે આપેલું દિવાળી નું લેશન ……!!!!! ધમાલ મસ્તી ફટાકડા ફરવાનું અને નવા કપડા વચ્ચે એ પણ કરી લેવાનું ………
= માધ્યમિક અને કોલેજ વાળા વિદ્યાર્થીઓ : પોતાની પસંદ ના નવા કપડા ખરીદવાના …લેટેસ્ટ કપડા પાછા ..નવા જૂતા ,નવું વોલેટ ,નવા પ્લાન …મોમ ડેડ સાથે આઉટીંગ ….ટ્રેકિંગ …ફટાકડા અને ટ્રેડીશનલ પૂજા માં ભાગ લેવાનો …અને હા છોકરીઓ ઘરની સાફ સફાઈમાં મમ્મી બુકિંગ કરાવી દે ..એટલે એના અપડેટ ફ્રેન્ડસ ને આપવાના …નવા ફિલ્મ રીલીઝને નવા વર્ષે ગ્રુપ માં જોવાનું પ્લાનિંગ અને એડવાન્સ બુકિંગ તો ખરું જ …એ તો બોયઝને સોંપી દેવાનુંને …..અને હા હવે પૂજા માં ભાગ લીધા પછી મોમ ડેડ ની આંગળી પકડી ને જવાથી મુક્તિ ….રિલેક્ષ અને ચિલેક્ષ થવાનું …અને હા દિવાળી પછી એક્ઝામ હોય તો તૈયારી કરવાની ….હાઉ કૂલ ……………………………………………
=નોકરી કરતા યુવક યુવતીઓ : નોકરીના સમય પછી શોપિંગ અને સેલની જગ્યા એ જવાનું …ઘેર મોમ ને અને ડેડને બીઝનેસ માં મદદ કરવા જવાનું …અને બીઝનેસ મોટો હોય તો બોસ ને પટાવી થોડી રજા લઇ લેવાની ..ગ્રુપ માં બહાર જવાનો પ્રોગ્રામ હોય …દિવાળીની પૂજામાં ઘેર રહી થોડા ફટાકડા ફોડવાના …મમ્મીને કહેવાનું આ મઠીયા ફાફડા ની ઝંઝટ છોડ યાર બધું રેડીમેડ આવી જશે …અને હા દિવાળી માં રોજ બહાર ડિનર કરી લઈશું …..છેલ્લા દિવસ સુધી નોકરી ચાલુ જ હોય …શું દિવાળી એ જીવવાનો કે જોવાનો સમય નથી …..એમાં જો લગ્ન થઇ ગયા હોય તો ફેમીલી માટે શોપિંગ નું કેટલું ટેન્શન …….અને લેડી લવને ઘરની સફાઈ થી નાસ્તા અને કદાચ વતન જવાનું પ્લાનિંગ પણ ખરું ….આમાં દિવાળી ક્યાં ?????/
=જગતભર ની મમ્મીઓ : નવરાત્રી પછી ઘરની સાફસફાઈ ,નવા પરદા ,ચાદરો ,કુશન કવરો , છોકરાવના કપડાની ખરીદી …એ પણ પતિ પાસે થી બજેટ બનાવવાનું …એમાં જો કોઈ માં વધારે ખર્ચ થયો તો પોતાની ખરીદી નહીં કરવાની …આ મોંઘવારીમાં ત્રણ વર્ષ પહેલાની સાડી થી ચલાવી લેવાનું …મેહમાનો આવવાના હોય તો એનું પણ પ્લાનિંગ , જો બહારગામ કે ફરવા જવાનું હોય તો એનું પણ પ્લાનિંગ …પાછા નાસ્તા તો ખરાજ…બનાવવા કે તૈયાર લેવાના ???એમાં કોઈની મદદ ના મળે તો પણ કરવું જ પડે …અને પછી લક્ષ્મી પૂજા થી માંડી ને ચોપડા પૂજન નો ખ્યાલ રાખવાનો …બ્યુટીપાર્લરની એપોઇન્ટમેંત પણ ખરી સ્તો ….પાછું છેલ્લું વાક્ય આવે આ દિવાળી તો દેવાળું કાઢી નાખે છે …..નવી સાડીઓ પહેરીને દેવદર્શન કરવાના ,સગા સંબંધીઓને ત્યાં મળવા જવાનું ….બધા વ્યવહારો સાચવવાના ….એમાં દિવાળીની ઉજવણી ક્યાં ??? પેલા ફટાકડા ફોડીને ખુશ થવાનું …એ બધું તો નાનપણની વાતો ….
= જગતભરના પપ્પાઓ ,બોસ અને વેપારીઓ : બજેટને કેવી રીતે પહોંચી વળીશું ?? થોડો ઓવરટાઈમ કરી લઈશું , બોનસ કેટલું મળશે ??? હા નજીકના લોકો અને વ્યવસાયિક લોકોને માટે ગીફ્ટ ખરીદવાની અને પહોંચાડવાની ……કશે બહાર જવાનું હોય તો રેલ બુકિંગ એર બુકિંગ હોટલ બુકિંગ ,કે ટ્રાવેલ્સમાં ઇન્ક્વાયરી કરવાની ….પૂજા માટે મહારાજને ફોન કરવા, દિવાળી અને નવા વર્ષના મેસેજ કરવાના …એસ એમ એસ વગેરે …કાર્ડઝ મોકલવા ……ગુમાસ્તા અને નીચેના માણસો રજા પર હોય ત્યારે મોડા સુધી કામ કરવાનું …બહાર શું ચાલે છે એ ખબર ના પડે …નવા વર્ષે દર્શન કરીને આવીએ પછી આરામ મળે ઊંઘવા મળે …કેમકે વેપાર કરવાની આ સીજનમાં ઊંઘ હરામ થઇ ગઈ હોય …અરે ખાવાનો પણ ટાઈમ ક્યાં મળેલો…હા ભાઈ બીજે બહેનને ત્યાં જમવા જવાનું છે …એણે તો સારી હોટલ માં બુકિંગ કરાવી લીધું છે …..હવે છોકરાવ મોટા થયા એટલે સાથે ઘેર રહેતા નથી અને સાથે પણ નથી આવતા ……પત્ની પણ પોતાના કામ માંથી થોડી પરવારી છે તો અવરજવર કરતા મેહમાનોની સરભરા માં વ્યસ્ત છે ……મન થાય છે થોડી વાર એની પાસે બેસીએ પણ ત્યાંતો લાભ પાંચમ આવી ગઈ …ચાલો પાછા કામ ધંધે વળગી જવું પડશે ….આમાં દિવાળી કહે છે એ ક્યાં હતી ????
હા નાને થી મોટા થઈએ પછી દિવાળી નો તહેવાર અને ઉજવણી ખાલી યાદ કરવાની વસ્તુ બની ગયી ને ??????

Advertisements

5 thoughts on “આજે દિવાળી દિવાળી રમીએ …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s