એક કવિતા ,એક વાર્તા ,એક વર્ણન ,એક તસ્વીર …..


એક કવિતા ,એક વાર્તા ,એક વર્ણન ,એક તસ્વીર …..
વ્યક્તિની અનુભૂતિના વર્ણનના આ કેટલાક પ્રકાર કહી શકાય ..અને દરેક પ્રકારનું રૂપ કૈક અલાયદું હોય …ચાલો આજે કૈક નવો પ્રયોગ કરવાનું મન થયું છે ..આ પ્રયોગ ત્રણ તબક્કાનો છે …આજે ફક્ત શબ્દોમાં એક વર્ણન ….બીજી વખતની પોસ્ટ માં એક તસ્વીર હશે જેનું શબ્દો માં વર્ણન હશે …અને ત્રીજી પોસ્ટમાં એક મંથન નું ચિત્રણ ….
વધારે સમય બગાડ્યા વગર આજે પહેલા કવિતા :
એક સુંદર હવાની લહેરખી શી …
હવા સુંદર ???
હા જયારે હવાની લહેરખી એને સ્પર્શીને અડીને વહે છે
ત્યારે એના સોનેરી ઝુલ્ફો એના ગાલ પર વેરાઈ જાય છે …..
દૂર સુદૂર તાકતી બેઠી છે …
પણ એને કોઈની પ્રતીક્ષા નથી …
બસ એ અત્યારે એની પોતાની સાથે છે …દુનિયાથી દૂર …
એના મનની વાતોનો સાક્ષી છે એક બાંકડો …
એ પણ અટૂલો હતો સડકને કિનારે એકલો કોઈની પ્રતીક્ષામાં ….
લીલાછમ વૃક્ષોનો પણ એનું આવવું ગમ્યું …
થોડીક પળો જે જિંદગી નો એહસાસ મુકીને જશે ….
બસ જમીન થોડી ભીની હોત તો સારું …
એના પેલા બૂટના નિશાન એના પર ઝીલી લેત !!!!!!!!
====================================================
એક વાર્તા :
આજે તેના ભવિષ્યનો ફેસલો હતો …છેલ્લી વાર તેને મળવાનું હતું ..એ પ્રિયજનને જેને તેણે છેલ્લા પાંચ વર્ષથી ઝંખ્યો હતો …એના લોહી માં વહેતો ..દિલમાં ધડકતો ….પણ આજે બેઉ જણા રાજી ખુશીથી જુદા પાડવા માંગતા હતા …..એ રાહી આજે એક બાગની છેલ્લી બેંચ પર બેસી એની પ્રતીક્ષા કરી રહી છે ….તેને હવે ઓસ્ટ્રેલિયા જવું છે …ફાઈન આર્ટસ નો અભ્યાસ કરવા …અને પોતાની જિંદગી પર એક મોટો એહસાન કરનાર વિરાગ તેની સાથે લગ્ન કરવા માંગે છે ….અને તેથી જ એણે પોતાના પ્રેમ થી જુદા થવાનો નિર્ણય લીધો છે …પ્રેમને દફન કરવા આજે તે આવી છે ….
દૂરથી તેને જોતો કરણ તેના દિલને શરીર થી જુદા કરવા માટે ,છેલ્લી ઝલક જોવા માટે આવ્યો છે …
બેઉ મળ્યા …એક ગૂડ બાય કિસ અને છુટા પડ્યા ….
રાહી બેસી રહી ….કારણકે તેણે જે કહ્યું હતું તે સદંતર ખોટું હતું ….તેના ઘરના ટેબલ પર મુકેલો કાલનો રીપોર્ટ કહેતો હતો કે તેણે બ્લડ કેન્સર છે અને તે ફક્ત છ મહિનાની મેહમાન છે …તેથી જ તે પોતાના માં બાપ પાસે ઓસ્ટ્રેલિયા જઈ રહી છે કરણના દિલમાંથી તેની યાદ મીટાવવાનો આ પ્રયત્ન માત્ર હતો ….
====================================================================================================
એક વર્ણન :
સમી સાંજ નો સમય હતો …એ સુંદર યુવતી હમણાં જ જોગીંગ કરીને એક બાંકડા પર બેઠી છે …ત્યાં પાછળ તેણે એક મોરના ટહુકાવાનો અવાજ સાંભળ્યો..તે પાછું વાળીને જોવા માંડી …ધીરી ધીરી હવા વહેતી હતી …તેના સોનેરી ઝુલ્ફા તેના ચેહરા પર આવતા હતા …તે ખસેડવાનો પ્રયત્ન નહોતી કરતી …ઊંચા ઊંચા વૃક્ષો પણ હવે સંધ્યા ટાણે થોડી ઠંડક ઉમેરતા હતા ….
એવામાં દૂરથી એક તસ્વીરકારે એક તસ્વીર એ છોકરીની કેમેરા માં કેદ કરી લીધી …..
============================================================
બસ કાલે હશે તસ્વીર જેનું આ વર્ણન છે ….આ કવિતા છે …એક વાર્તા પણ છે …

Advertisements

One thought on “એક કવિતા ,એક વાર્તા ,એક વર્ણન ,એક તસ્વીર …..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s