બસ કૈક આમ જ ..


એક જંગલ છે …મહુડાના વૃક્ષો છે …ટેકરીવાળી જમીન છે ….સુખી નદી પર બંધ બાંધ્યો છે …ત્યાં નીચે સુધી જવાનું …જંગલમાં ભટકવાનું …સાચું કહું આજે એ જગ્યા યાદ આવી છે ..થોડા કોરા નાસ્તા અને બ્રેડ બટર લઈને ત્યાં પહોંચી જવું છે …..અને એકલા એકલા ત્યાં ભમવું છે …વૃક્ષોની નીચે ત્યાંના પક્ષીઓને જોવા છે …બસ ચાલતા ચાલતા ભમવા છે ડુંગરા …
અરે આ તો આજે ખુલી આંખોથી એક સ્વપ્ન જોયું અને લખ્યું …જયારે ફટાકડાના અવાજો,ભીડ અને વીજળીના દીવાઓ થી આ શહેર ઉભરાવા માંડે ત્યારે મને કોઈક વખત આવી રીતે ભાગી છૂટવાનું મન થાય …..
મારી જિંદગીની શ્રેષ્ઠ પળ કોઈ મને પૂછે તો કહું કે ૧૯૯૩ માં દીવ ના ટાપુ પર જલંધર બીચ પર ગાળેલી એક બપોર ….દૂર સુધી અસીમ દરિયો …પતિ દેવ એક શોર્ટ્સ પહેરી ને દરિયાના કિનારે પાણીની લહેરોમાં પલાઠી મારીને બેસી ગયા …અને મારી નાનકડી દીકરી અને હું શંખલા અને છીપલાં વીણતા આખા બીચ પર ફર્યા કરતા હતા …મેં સાડી પહેરેલી …એટલે સમુદ્રમાં ના ગયી ….રેતી ના ઘર બનાવ્યા …અને રેતી ઉડાડી …ત્યાં એક નાની ટેકરી જેવું હતું અને ત્યાં હિંચકો હતો બાંકડાનો બનાવેલો …ત્યાં જઈને અમે બેઉ જણ હિંચકા ખાવા માંડ્યા …અને એ આખા બીચ પર અમારા ત્રણ સિવાય કોઈ નહોતું …માર્ચ મહિનો હતો એટલે ટુરિસ્ટ નહોતા…ખાલી વિદેશી લોકો જ હતા …એમાંથી બે વિદેશી રોડ પર જતા જતા અમને નમસ્તે કહેવા લાગ્યા ….
આ એકાંત , આ પ્રકૃતિ સાથે નો સ્પર્શ …..અને એ પળો ….
તમારા જીવનની પણ આવી કેટલીય પળો હશે …શક્ય હશે તો એને જરૂર યાદ કરજો …આ દિવાળી પર તમારા હાસ્યને એ અમુલ્ય બનાવી દેશે ….
બસ કૈક આમ જ …મેં પણ યાદ કરી …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s