મઠીયા ,ચોળાફળી ,સુંવાળી ,ઘૂઘરા ,મગસ ને ચેવડો ……….


મઠીયા ,ચોળાફળી ,સુંવાળી ,ઘૂઘરા ,મગસ ને ચેવડો ……….
છે ને હવાઓમાં આની સુગંધ હવે રેલાવા માંડી છે એટલે કેલેન્ડર જોયા વગર કહી શકીએ કે ત્રણ ચાર દિવસમાં દિવાળી !!!!
એક વાર મેં મારા ઘરની સજાવેલી એક થાળીમાં આ બધાની વાતો સાંભળેલી …બહુ નવાઈ લાગી ….!!! એમની કથા માં વ્યથા હતી કે નહીં એ હવે આપણે વિચારીશું …..પણ એ વાર્તા માં થોડો ફ્લેશ બેક પણ હતો …તો એમની ભાષામાં સંભાળવાની કોશિશ …હવે એ લોકો તો આપણી જેમ ભાષામાં પંડિત નહિ તેથી થોડા મારા શબ્દો થી કહેવાની કોશિશ પણ ખરી ….
પાંચ વર્ષ પહેલા ….ચંપાબેનને ઘેર ……..
મઠીયાના ડીલે તળાયા પછીના મોટ્ટા ફુલ્લાઓ ની વેદનાનો કણસાટ હતો તેને વચ્ચેથી તોડીને ઝમકુબેન બોલ્યા :વાહ ! તમારા મઠીયાનો તો કોઈ જવાબ નહીં …તો ચંપાબેન ઉવાચ :આ વખતે લોટ કુટી કુટીને હાથ ના દુખે એટલે તમારા ભાઈના સ્કુટરનું આગલું પૈડું ધોઈ લોટ પર ફેરવેલું …..એટલે લોટ થોડો સારો ખંડાયો …
હાય !!હાય !!!! ચોળાફળી બોલી પડી :આમ તો પરાઈના ઘાથી મારી કમર પણ તૂટી ગયી ને પાછું વેલણ થી ઘસાવાનું ચપ્પુથી લીસોટાના ઘા સહેવાના ને પાછા મને તારી જેમ જ ઉકળતા તેલમાં નાખે અને જે મોટા મોટા ફોલ્લા પડે એના પર પાછું લાલ મરચું અને સંચળ ભભરાવે …..મારી પીડા કોને કહું ??? ક્યાં જાઉં ???
સુંવાળીને તો કેટલા લાડ હોવે !!! સફેદ મેદામાં દૂધથી બાંધે ,ઘી નું મોણ,ઘી માં તળે ….માંહે પાછી સાકરની મીઠાશ એટલે થોડું ઓછું દુખ ….
આ સાંભળી ઘૂઘરો રડી પડ્યો : મેર મુવા આ લોકો !!! ઘયડા થાય ત્યારે વગાડે ની અને ખાવા જાય …ડાયાબીટીશને પણ નો ગણકારે !!!
મગસ ………મને તો શેકી શેકીને ઘી થી તરબતર કરે ખાંડ ભેળવે …અને હું શેકાતો હોઉં ત્યારે સાત ઘરને ખબર પડે પણ કોઈ મને બચાવે નહીં ……
ચેવડાની પીડા જાણી તો થાળીના સૌ સભ્યોની આંખ માં પાણી આવી ગયા ……પંદર દહાડે વધેલા તમારા ભૂકાને મારા માં ભેળવે ,મહીં ચટણીઓ નાખે ,કાંદા ટામેટા ભેળવે પછે પીરસતી ખોરી ભેલ જેવું અપમાન તો નથી કરતા ને !!!!!

હવે મોનાના ઘેર :
અરે હોય !!! આ બધું તો કોણ કરે ???મજુરી નહીં કરવાની !!!! રેડીમેડ મળે ને …..લીપી ગૃહઉદ્યોગ માં થી લઇ લેવાના …..ટેસ્ટી અને તાજા ………અરે હા એમાં કેટલાક શ્રમજીવી લોકોને રોજી મળે અને એમની દિવાળી પણ સુધરવાનો મોકો ખરો !!! ગૂડ પોઈન્ટ ….નાનખટાઈ તૈયાર …ઘૂઘરા સોરી ચાલે હં ….અને ખાલી ચેવડો બનાવવાનો …….ઘરમાં સ્તો …..
યુ નો !!! એક સિક્રેટ કહું ???
આ મોનાની સોસાયટીમાં તમામ ઘરમાં લીપી ગૃહઉદ્યોગ માંથી જ નાસ્તો આવે છે …ખાલી ઘર નંબર બદલાય બાકી વસ્તુ એ ની એ જ …જથ્થાબંધમાં ખરીદે એટલે થોડા સસ્તા પડે ને !!! આ મોંઘવારીમાં !!!
ત્યારે ગોળ ગોળ ચકરી ઉવાચ ::::::
વાયડા મનેખ !!!દર વર્ષે કહે આ બધો નાસ્તો તો કોઈ અડતું જ નથી ને મારે ઘેર !!અને નવા વર્ષ કોઈ ઘેર આવે તો કહે આ બધું ખાઈ ખાઈ ને તો કંટાળી ગયા ….અબખો થઇ ગયો !!!અમારે ત્યાં તો કોઈ આવે ને એટલે ગરમ નાસ્તો જ બનાવાનો …આ બધું તો કોઈ અડે જ નહીં ….પાછી ગ્રુપમાં બધા વારાફરતી એક બીજા ને ઘેર જવાનું અને ગેટ ટુ ગેધર થાય …..
અને હવે તો આ લોકો દિવાળી માં ઘર ને તાળા મારીને બહાર જતા રહે છે …..બધાને ટાળે છે !!!! ઘોર કળીયુગ આવી ગયો !!!!!!!
તો હેં!!! આ લોકો આપણને બનાવે છે શું કામ !!!
એક અનુભવી મઠિયું બોલ્યું : મારી મમ્મી પાસેથી આ વાત મેં વર્ષો પહેલા સાંભળેલી …દિવાળીની વાર્તામાં …..તેની મમ્મીને તેની દાદી કહેતી …..આ મઠીયા ફાફડા તો તારી દીકરી ના જમાનામાં કોઈ બનાવશે જ નહીં …..હા પહેલા ઘેર બનતા કિલોથી પાંચ કિલો …હવે ગ્રામના પેકેટ માં તૈયાર મળે છે …..પણ હજીય જયારે આ મોનાની બે વર્ષની તેની સુ …સુ …કરતા ટેશથી ખાય છે હોંશે હોંશે ત્યારે થયા કરે છે …..
ગમે તેમ હોય બોસ !!!!!!જ્યાં સુધી ગુજરાતના ઘરમાં ,ગુજરાતી ના ઘર માં એક મઠિયું ,એક ચોળાફળી એક ઘૂઘરો તળાય નહિ ખવાય નહિ ત્યાં સુધી તે પોતાની દિવાળી અધુરી જ ગણશે …અરે બહાર ફરવા જશે તો નાસ્તા ના પડીકા માં ઘેર થી લઈને જશે ………..
જુઓ મિત્રો ,તમે પણ તમારા ઘરની થાળીમાં કુટાયેલા,વેલણથી ઘસાયેલા ,ઉકળતા તેલમાં તળાયેલા ને ઘા પર મરચું મીઠું ભભ્રવેલા આ અબોલ નિશ્ચેતન જીવોને જુવો તો પુરા પ્રેમ થી ખાજો …કેમકે એ આપણી પરંપરા છે …..એના વગર દિવાળી અધુરી છે ….

Advertisements

3 thoughts on “મઠીયા ,ચોળાફળી ,સુંવાળી ,ઘૂઘરા ,મગસ ને ચેવડો ……….

  1. પ્રીતિબહેન,
    મઠિયા અને ચોળાફળી તો ઘરે બનાવેલા હોય એ જ ખાવાની મજા પડે. અમારા ઘરે તો હજી ઘરે જ બનાવે છે. ગલીમાં બધા વારા-ફરથી એકબીજાના ઘરે બનાવવા જાય અને એય જલસો કરે. 🙂 સાંજે જમવાનું પણ જેના ઘરે આ બધું બને એમના જ ઘરે હોય.
    સાથે સાથે આપને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ…

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s