એ રંગ ભર્યો આતિથ્ય ભાવ પણ છે ……..


કાલે નાસ્તા બનાવ્યા ….
ચાલો હવે ઘર આંગણું સાફ થઇ ગયું છે ….પ્રવેશદ્વાર પાસે એક સુંદર ઓટલી બનાવી છે …માટી છાણ ભેગા કરીને બે ત્રણ ઇંચ ઉંચી …હવે ત્યાં રંગોળી બનાવશું …અરે ઓટલી નથી નો પ્રોબ્લેમ !!! તમારા ઘરના પ્રવેશદ્વાર પાસે થોડું ગેરુ પલાળી ફ્લોર પર લાલ રંગનું ચોરસ બનાવી દો….હા હવે પેલું કાર્ડ બોર્ડ પેપરમાં વીંટીને મુકેલું કાણાં વાળું અને રંગોળીની ચોપડીમાંથી ડીઝાઇનનું સિલેકશન …….રાત્રે ચાર પાંચ કલાક સુધી પાટલા પર બેસીને પહેલા કરોઠીમાંથી એક ડીઝાઇન અને પછી એમાં રંગ પુરણીથી આંગણું બોલવા લાગે છે …જીવંત બની જાય છે …..
આ પણ દિવાળીની ઓળખાણ છે …દક્ષીણ ભારતીયો તો રોજ ચોખાના લોટ માંથી આંગણામાં રંગોળી પડે છે …બંગાળી લોકો એને અલ્પના કહે છે …આ પણ એક કળા તો છે જ …એક આંગળી અને અંગુઠાની મદદથી સતત કરોઠીને ચપટીમાંથી સરકાવીને પડેલી સુંદર ભાત ..અને પછી એવી આડી ચપટીથી રંગ સરકાવી પૂરવાના …..મિક્ષ અને મેચ કરતા ,ખુલતા અને ઘેર રંગોનું મેઘ ધનુષ ચિતરાઈ જાય ભૂમિ પર ……ઘર જેટલી જ સફાઈ આંગણાની પણ જરૂરી …અને એને સાફ કરીને ઉત્સવ નિમિત્તે નવા વાવા કોકા પહેરાવવાની ઘટના એટલે રંગોળી ….આ બાળકોને બહુ ગમે ….
બહુ જ વર્ષો પહેલા દાદાજીની છીકણીની ડબ્બીની નીચે ઝીણા કાણા પડે એમાં ચુનાના ઝીણા ભુક્કાને જેને ફાક કહે તે ભરે…અને પછી સડક પર પડતા આંગણા પર કચરો વાળી પાણી છાંટી ડબ્બીને પછાડીને સાદી સફેદ રંગોળી બનાવે …….એક દિવસનું આયખું લઈને કળા રોજ નવા રૂપ બદલે અને પાંચ દિવસ આપણા આંગણામાં રંગરૂપે ખુશી વરસાવે …..ઉમરા પર કંકુનો સાથીયા પડે ….આંગણાની રંગોળી આવનાર અતિથી ને કહે “ભલે પધાર્યા “…
એમાં બિંદુ વાળી ભાત ઉપરાંત ફ્રી હેન્ડ રંગોળીની વાત શું કરવી !!!! દેવી દેવતા થી લઈને કુદરતી સૌન્દર્ય વીખેરાયી જાય …એના રંગોમાં વિવિધ ભાવ વિવિધ લાગણી છલકે …….એના પર દીપક મુકવામાં આવે …આમ પ્રકાશ ઉપરાંત રંગ પણ ભરે આ દિવાળી …..
તમે ક્યારેય ઈર્ષ્યા જોઈ છે એમાં ??? એક બીજાની રંગોળી ભૂસી નાખે …એના પર કુતરું બેસી જાય ….ગાય ચાલી જાય ….અને પછી ખીજ માં આપણે પણ એવું કરીએ …આવી કોઈ બાળપણની સ્મૃતિ પણ યાદ આવી જાય …….મારું બાળપણ તો સુરતના મારા વતનની ગલી ના દરેક આંગણામાં રંગોળી બનાવતા એ દિવાળીની પાંચ રાત્રી યાદ કરાવે જેમાં નાના છોકરાઓની મમ્મી પોતાના બાળકની ખુશી માટે મને કહેતી અને મોડી રાત સુધી હું અને મારા કાકાની દીકરી એમની ફરમાઈશ પૂરી કરતા રહેતા …!!!!!!
હવે તો સ્ટીકર રંગોળી રેડીમેડ મળે …ગઈસાલ તો થાળીમાં પાણી ની નીચે કરોઠીની ડીઝાઇન અને રંગથી રંગોળી બનાવવાનો સફળ પ્રયોગ કરેલો …પાણી પર તરતી રંગોળી હોય …ફૂલોની પાંખડીની પણ રંગોળી હોય …..અરે તમને રંગોળી બનાવતા નથી આવડતી ??? કઈ નહીં એક કામ કરો …..
એક કથરોટમાં પાણી ભરો એના પર રંગબેરંગી ફૂલોની પાંખડીયો તરતી મુકો અને વચ્ચે એક દીવો નાનકડી ઉંધી વાડકી પર મુકો …અને તમારા ઘર આંગણાને શણગારો ……..
અમારા શહેરમાં ભરાતું એક ભવ્ય રંગોળી પ્રદર્શનનો ઉલ્લેખ કરવો જ રહ્યો ..દર વર્ષે એક સુંદર યાદ મૂકી જાતા આવા પ્રદર્શન પણ આપણને કહે છે …આપણા માટે કળા એતો ઘર આંગણાની સુંદરતા છે …એ રંગ ભર્યો આતિથ્ય ભાવ પણ છે ……..

Advertisements

2 thoughts on “એ રંગ ભર્યો આતિથ્ય ભાવ પણ છે ……..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s