કેમ છો બધા ????


કેમ છો બધા ????
દિવાળી નો તાવ ઉતર્યો કે નહીં ???
બધાને મેસેજ કરી દીધા ??? અવરજવર પતી ગયી ?? કામ ધંધે વળગી ગયા ??? રજાઓ પૂરી થઇ ગયી ??? અરે હજી હમણાં તો દિવાળી ગયી અને જોજો હવે સમય એવો દોડશે કે પાછી દિવાળી સામે આવી જશે ….
ચાલો આજે જરા હું તમને મારા શહેરમાં શબ્દોના કેમેરાથી ખેંચેલી કેટલીક તસ્વીર બતાવું ….
આમ તો દુનિયાના બધા દેશમાં વસતા ભારતીયોની દિવાળી હોય પણ ગુજરાત બિલકુલ અલગ …ઉજવણી જોરશોરથી કરે …નવા વર્ષ ના ત્રીજા દિવસે હું શહેરમાં ગયી ….બે દિવસ પહેલા જે રસ્તા વાહનોના પાર્કિંગથી ઉભરાતા હતા ત્યાં બિલકુલ સુમસાન હતું …દુકાનો થોડી ખુલેલી પણ બજાર બંદ એમ કહેવું યોગ્ય રહેશે …દુકાનો ખુલ્લી અને ગ્રાહકો નહીં …અરે સામાન્ય દિવસમાં અટકીને જતું બાઈક આજે બીના રુકાવટ સરપટ શહેરના ભરચક ગણાતા વિસ્તારોમાં દોડી રહ્યું હતું …એક જગ્યાએ પાર્ક કરી ફર્યા ….સુના શહેરની સુની સડક પર ફરવાની મજા લીધી …..રંગોળી પ્રદર્શન જોયા ..
અરે જે ખરીદી કરેલી એ બધા કપડા પહેરી લેવાયા …તમે કોઈ પણ શહેર માં જાવ આ જ હાલત ….આખો દિવસ પોરો ખાતા વેહિકલ ,તાળા કુંચી ,ઉભરાતા મલ્તિપ્લેક્ષ …અને રેસ્તોરંત…..
લોકો શહેરથી દૂર છે ….ફરી રહ્યા છે ??? શક છે …આજે સવારે વાંચ્યું છાપામાં કે દ્વારકામાં અગાસીમાં રોકવાના પણ પાંચસો થી પંદરસો લેવામાં આવ્યા …હસું આવ્યું …બીજી અગવડોનો ઉલ્લેખ સમજી લેવાનો ….ટોળા થી ભાગીને ટોળામાં સંતાવાનું ???/હહાહાહાહાહાહ ….
સાચું કહું તો બીજ અને ત્રીજ આખો દિવસ બસ ઊંઘીને કાઢ્યા ત્યારે વિચાર આવ્યો કે આ શું થાક હતો ??? શું દિવાળી થકવે ખરી ???શું કામ એટલું બધું હોય છે ??/ કે ખાલી નામનો બોજો લઈને ફર્યા કરીએ છીએ ….
આજે લાભ પાંચમ….પ્રવૃત્તિઓની નવી શરૂઆત ……છતાય ગમે છે ????હા …….કદાચ આપણી રૂટીન પ્રવૃત્તિથી કેટલાક દિવસ દૂર રહેવું પોસાય પણ આપણને જીવતા તો આ પ્રવૃત્તિ જ રાખે છે …..અને જીવંત પણ !!!!!!સાચું ને ???

Advertisements

2 thoughts on “કેમ છો બધા ????

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s