લખવું …


લખવું …એક કલમ ,એક વિચાર ,એક સ્યાહી ,એક કાગળ ,કે માનસપટ ..કૈક હરદમ ચિતારતું રહેતું હોય એવી એક પ્રક્રિયા …..પોતાના વિચારને એક ભાષાના વાઘા પહેરાવી શણગારી દઈએ તો એ કવિતા કે વાર્તા બની જાય …એ કોઈ નિબંધ કે પ્રવાસ વર્ણન હોય …અને એ વિચારોનું લખાવું કોઈના દ્વારા વંચાય ત્યારે એ વિનિમય થઇ જાય …એક સાંકળ રચાય લખવાની વાંચવાની …ક્યાંક તો તમે સારા વાચક હો કે પછી લેખક અથવા બંને પણ હોઈ શકો …
આપણે જે વાંચીએ એ આપણા વિચારવાની ભાષા થઇ જાય …..પુસ્તકોના અગાધ સાગર માંથી પોતાને ગમતા વિષયવસ્તુ પર એક લેખકનું પુસ્તક શોધતા શોધતા ક્યારેક પુસ્તકાલયમાં તમે કેટલા બધા પુસ્તકો ઉથલાવો છો એના કેટલાક વાક્યો કે પાના વાંચો પણ છો …જાણે ટ્રેનમાં બેસી પસાર થઈએ ત્યારે સામે થી પાછળ જતા દ્રશ્યો ..કે કોઈ નાનું ફ્લેગ સ્ટેશન …આ અમીટ સાગરમાં ખોવાઈ જવું ગમે છે …..તમે એક લેખકના વિચારોને તમારી આંખોમાં ભરી શ્વસો છો …કોઈક વિચાર કણિકા તમારા માનસપટ પર હમેશા માટે અંકાઈ જાય અને ઘણું બધું ભૂલી જવાય …
પણ લખાવું …..એ લાંબી વૈચારિક પ્રક્રિયાને કલમબંદ કરવા માટે ઘણું મંથન જોઈએ ……તમારા શબ્દોનું ચિત્ર કાગળ પર વંચાય પણ વ્યક્તિએ વ્યક્તિએ એ દ્રષ્ટિ બદલાતી જાય ….અને એ વિચારો ક્યારેક તમારા દિમાગમાં વાવાઝોડું સર્જી શકે પણ કલમની બહાર આવતા એને કબજીયાત થઇ જાય …એ પળે તમારી andar સર્જાતી અકળામણ અનુભવી છે ??????

3 thoughts on “લખવું …

Leave a comment