આ રૂપિયો…..


એક સરસ કવિતા ઈ મેલ પર મળી આજે સવારે …….અહીં વહેંચવાનું મન થયું …

કાગળ નો હોય કે લોઢાનો, વજન વાળો છે આ રૂપિયો,
સુખ શાંતિ ને પાછળ રાખી, મગજ બગડતો આ રૂપિયો
ભાઈ થી વેર કરાવે, સગો નથી કોઈનો આ રૂપિયો
દોસ્તી અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો

લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની ભાષા છે આ રૂપિયો
એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો આ રૂપિયો

કાળા ને પણ સુંદરી અપાવે એવો છે આ રૂપિયો
કુડા ને રૂડા મનાવે, એવો રૂપાળો આ રૂપિયો

એના વગર સઘળું અંધારું, ચળકાટ છે આ રૂપિયો
વગર અક્કલે માન અપાવે, અભિમાની આ રૂપિયો

મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો છે આ રૂપિયો
ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે આ રૂપિયો

સબંધ, લાગણી,પ્રેમ ને બાયપાસ કરે છે આ રૂપિયો
ક્લયુગમાં સૌ પ્રેમથી બોલે, સૌથી મોટો છે આ રૂપિયો
સૌ કહે છે મારો મારો, પણ કોઈનો નથી આ રૂપિયો
આજ ભલે મારો કાલે બીજાનો, પડ્યો રહેશે આ રૂપિયો

Advertisements

3 thoughts on “આ રૂપિયો…..

 1. સૌ કહે છે મારો મારો પણ કોઈનો નથી આ રૂપિયો
  આજ મારો અને કાલે બીજાનો કોઈનો નથી રૂપિયો

  ભાઈ ભાઈ થી વેર કરાવે સગો નથી કોઈનો રૂપિયો
  દોસ્તી અને યારીમાં બસ સૌનો સગો છે આ રૂપિયો

  લાચ રૂસ્વત અને ભ્રષ્ટાચાર ની ભાષા છે રૂપિયો
  એનાથી સૌ કામ કરે છે સૌથી મોટો બન્યો રૂપિયો

  કાલીયા ને પણ સુંદરી અપાવે રૂપાળો આ રૂપિયો
  રૂપિયાનું તું રૂપ જોઇલે સૌથી રૂપાળો આ રૂપિયો

  એના વગર સઘળું અધારુ ચળકાટ છે આ રૂપિયો
  માન અને સાન અપાવે સ્વાભિમાની આ રૂપિયો

  મદિરમાં ભગવાન પાસે પેટી માં પડ્યો છે રૂપિયો
  ભગવાનની સાથે સાથે પૂજનીય બન્યો છે રૂપિયો

  સબધ,લાગણી,પ્રેમ કઈ નથી જોતો આ રૂપિયો
  ક્લયુગમાં સૌ બોલે છે કે સૌથી મોટો રૂપિયો

  -ભરત સુચક

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s