…..કેમકે જિંદગી મારી છે !!!


જોખમ અને નિર્ણય ….બહુ ગહન સંબંધ છે ….
અત્યારે જો તાત્કાલિક ઓપરેશન નહીં થાય તો એમને જીવનું જોખમ છે …અથવા આ ઓપરેશનમાં ચાન્સ પચાસ પચાસ ટકા છે …ક્યાંક તો એ સંપૂર્ણ સાજા થઇ જશે કે પછી કદાચ ઓપરેશન ટેબલ પર મૃત્યુ પણ થાય અને એમને એમ રાખો તો જિંદગી કેટલી હશે કહેવાય નહીં અને અચાનક જતા રહે … આવી બધી પરિસ્થિતિમાં આપણે એક નિર્ણય લેવો પડે છે જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચે બહુ નાજુક તંતુ હોય …આ પાર કે પેલે પાર જેવો …એક નિશ્ચિત જોખમ ઉઠાવવું જ પડે છે …
પણ …ઘણા નિર્ણયો એવા હોય જે માટે આપણે ગમે તેટલો સમય લઇ શકીએ અથવા આવા નિર્ણય ભવિષ્યમાં લેવા જ પડશે એમ વિચારીને આગોતરું પ્લાનિંગ પણ કરી શકીએ …જેમકે ભણવા માટે કયા દેશમાં જવું …કઈ લાઈન લેવી ??? લગ્નોત્સુક દીકરી કે દીકરા માટે યોગ્ય પાત્રની શોધ …..છતાંય આમાં પણ સો ટકા સચોટ પ્લાનિંગ નથી થઇ શકતું …ક્યાંક ક્યારેક નિર્ણય બદલી નાખવા પડે છે ……
મારો આજનો વિચાર અહીં થી શરુ થાય છે કે આપણે નિર્ણય કેમ બદલી નાખીએ છીએ …પ્રથમ કારણ આપણે કોઈ જોખમ લેવા નથી માંગતા …કોઈ બીજાની ખુશી માટે આપણી પસંદને છોડી દઈએ છીએ ….સામે હવે પરિસ્થિતિ સદંતર બદલાઈ ગયી છે ….અથવા હવે એ નિર્ણયને પૂરો કરવા માટે બિલકુલ સરળતા નથી …હવે બીજા ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે જે બિલકુલ બિનજોખમી છે ……..અહીં આપણે આપણો જ વિચાર બદલી નાખીએ …ખુબ વિચારીએ છીએ ત્યારે જિંદગીમાં સલામત બની જઈએ છીએ …અને દરેક વાતમાં સલામત બનીને જિંદગીની અસલ મજા માણવાનું ચુકી જઈએ છે …લાંબે ગાળે આ જિંદગી બોરિંગ બની જાય છે ….
હવે કેટલાક એવા નિર્ણયો પણ હોય છે જે લેવામાં આપણે બીજાના અભિપ્રાયો લેવાનું ઉચિત સમજીએ છીએ ..અને આપણા નિર્ણયોમાં એમની ભાગીદારી પણ સામેલ હોય છે …..અને ઘણી વાર તો એ નિર્ણય આપણી જિંદગીનો હોય છે પણ એ બીજાએ લીધેલો હોય છે અને આપણી ભાગીદારી શૂન્ય હોય છે ….અને આવા નિર્ણય લેવાનું મુલ્ય આપણે સારું હોય કે ખરાબ માત્ર આપણે જ ચૂકવવાનું રહે છે …..કદાચ સૌથી ખરાબ આવી અનિર્ણાયકતા માનવીનું જીવન દિશાશુન્ય કરી નાખે છે …..લોકો આવી વ્યક્તિનો ગેરલાભ પણ ઉઠાવી જાય છે …જયારે વાત નાણાકીય હોય કે સામાજિક હોય છેતરાવાના સંજોગો વધારે હોય છે ……
પણ પોતાના નિર્ણય કરીને એના પરિણામો ભોગવવાના જોખમ ઉઠાવવાની તૈયારી સાથે કરેલા કામ કરનાર ઘણા ઓછા હોય છે ….અને એમાં પણ વિપરીત પરિસ્થિતિમાં પણ અડગ રહીને નિર્ણય ના બદલનાર લોકોને સિદ્ધિ વરે છે ….એ લોકો જિંદગીની અસલ મજા અસલ મંઝીલ અને તેના રસ્તાનો આનંદ મેળવી શકે છે …..આવા લોકો ક્યારેક આપણને અસમાંધાનકારી વર્તન ધરાવતા લાગે …તેઓ લડી લે પણ પોતાની જાત સાથે મક્કમ રહે …એકલા પડી જવાથી પણ ડરે નહિ …કદાચ અસફળ થાય તોય ફરી ઉભા થવાનું સામર્થ્ય રાખે ….એમને પોતાના તર્ક વિતર્ક હોય જે કદાચ સામા વ્યક્તિને ગળે ઉતરે કે ના ઉતરે કોઈ પરવા ના હોય …
સાચું કહું તો આવી રીતે જિંદગી જીવવાની પણ એક મજા હોય છે જે સલામત અને સરળ જિંદગીમાં નથી હોતી …..પોતાની શરતે પોતાની જિંદગી જીવવી જોઈએ પોતાની રીતે …તમને કદાચ દુનિયા ઓળખે કે ના ઓળખે પણ તમારું એક આગવું સ્થાન તો અવશ્ય હશે અને એક મહત્વની વસ્તુ એ કે તમને કોઈ પણ પરિસ્થિતિ ડરાવી નહિ શકે …અને હા મુશ્કેલી પણ તમારા માર્ગ માં આવતા ડરશે અને આવશે તો પણ એને તો ખબર જ હશે કે અહીં મારું કશું નહીં ચાલે માત્ર થોડી પળોની મહેમાનગતિ જ છે ……
અને હવે મારી વાત …..મને મારી શરતે જીવવું ગમે છે …હું કદાચ કોઈ સમાધાન કરું તો પણ મારું સપનું ભૂલ્યા વગર …યોગ્ય વખતની રાહ જોઈ તરત એ વખતે મારી વાત સાચી ઠેરવી બતાવું …કેમકે જિંદગી મારી છે તો નિર્ણયની ડોર પંર સૌથી પહેલો હક મારો જ છે ……..

Advertisements

One thought on “…..કેમકે જિંદગી મારી છે !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s