સાંત રસનો સાક્ષાત્કાર…


જિંદગીના નવ રંગ …નવ રસ …સાહિત્યના પણ …નવ રંગી ચુંદડી જિંદગીની …ચાલો આંખના પ્રીઝમથી આ નવ રંગોને થોડા જાણીએ ……..
બસ દરેક પોસ્ટમાં એક રંગ લઈએ …તો આજ નો રસ છે સાંત રસ ……
ના એને સાચી રીતે જ લખ્યો છે …શાંત નહીં સાંત …..જ્યાં બધી ચીજમાં એક સ્થિરતા છે ..જ્યાં ગતિની ગતિ અતિ ધીમી છે …જ્યાં ઊંડાણ હોય ત્યાં ગતિ થોડી ધીમી હોય એમાં કશું નવું તો નથી જ ….અહીં એક ગહનતા છે ….અહીં નયન ચકળવકળ નથી .તેના એક લક્ષ્ય તરફ એની સ્થિર દ્રષ્ટિ છે ..તેના સંધાનમાં કોઈ ધ્રુજારી નથી .તેનામાં આવેગોના ઝંઝાવાત નથી …તેમાં ધ્યાન ચિંતન છે ..એકાગ્રતા છે …તેમાં સફળતાનો ક્ષણિક નશો નથી …અને નિષ્ફળતાનું આક્રંદ પણ નથી …..ત્યાં કોઈ પરિણામ આધારિત લાગણીઓ નથી વહેતો …અહીં એક નક્કર કર્મયોગ છે …જ્યાં પરિણામ વિષે વિચારવાનો સમય નથી …અહીં વીતેલો સમય મક્કમ પગલે આગળ વધે છે પાછળ જોયા વિના …અહીં અપાર શાંતિનો અનુભવ છે …અહીં પોતાના દુ:ખ દર્દનો એહસાસ નથી …પણ બીજાની ખુશીને અગ્રીમતા આપવામાં આવે છે ..અને પોતાની ખુશી એની સાથે જોડી દેવામાં આવે છે …….અહીં દૈવત્વ સાથે સીધું સંધાન છે …અહીં સાંત સાથે અનંતનું મિલન બિંદુ છે ..અહીં અનંત નો આવિષ્કાર સાથે તાદ્રષ્ટાની પુષ્ટિ છે …અહીં એક પરમ શક્તિ સાથે એકાકાર થયાનો સુક્ષ્મ અનુભવ વણાય છે ….
આ એક એવી કક્ષા છે જ્યાં પહોંચવા માટે ખરેખર તો કોઈ વિશેષ પ્રયત્નની આવશ્યકતા નથી હોતી પણ છતાય એક દુષ્કર અવસ્થા ગણાય છે ….કેમકે અહીં માત્ર માંહ્યલાનો અવાજ સાંભળવાની નિશ્ચિત પૂર્વસુચના છે …અને આપણે હમેશા દરેક કાર્ય માં નફા ખોટના લેખા જોખા કરતા મગજનું કહેવું વધારે માનીએ છીએ …સાંત કક્ષા એ બધાથી પરે છે …આ અવસ્થા મેદાનમાં વહેતી નદી અને સીમાડા ના ઓળંગતા દરિયા જેવી છે …ઉપરથી તે શાંત દેખાય છે પણ એનો ભીતરનો ખળભળાટ તેને હમેશા વ્યસ્ત રાખે છે ….
તમારી જિંદગીમાં આવી ક્ષણો ખુબ ઓછી આવે છે અને ઘણી વખતે આવે છે પણ તેની અનુભૂતિ નથી થતી …અરે એક અવસ્થા એવી છે જે દરેક જીવમાત્ર માં હોય છે …નિદ્રાવસ્થા …તમે બે કલાક લો કે દસ કલાક …તેમાં તમે સૌથી શાંત હોવ છો …પણ હા વીતેલા દરેક ચોવીસ કલાક જેમાં તમે જયારે જાગ્રત હોવ ત્યારે માત્ર એક એવું કામ કરો જે નિસ્વાર્થ વૃત્તિથી કર્યું હોય …તમે કોઈનું દિલ દુભવ્યું ના હોય …તમે કોઈને નાનકડી મદદ કરી હોય …તો એ શાંતિ એટલે કે સાંત રસનો સાક્ષાત્કાર જરૂર થશે જ …..

Advertisements

2 thoughts on “સાંત રસનો સાક્ષાત્કાર…

  1. શાંતીથી માણવા લાયક સાંત રસ છે.

    ગાઢ નીંદ્રામાં કે જ્યાં સ્વપ્ન પણ ન હોય ત્યાં શાંતી હોય છે કારણ કે તે વખતે જીવાત્મા સુષુપ્તી અથવા તો કારણ શરીરમાં ચાલ્યો જાય છે. ત્યાં ઈંદ્રિયાતિત અનુભવ માટે કેવળ આનંદનું પાન થાય છે તેથી ગાઢ નીંદ્રામાંથી જાગ્યા પછી જીવ થાકને દૂર થયેલો અનુભવે છે અને એક પ્રકારની તાજગી અનુભવે છે.

    જો કે જીવનું ધ્યેય ત્યાં અટકી જવાનું ન હોવું જોઈએ – સમાધીમાં જે આનંદ હોય છે તે સ્વરૂપનો આનંદ હોય છે. નીંદ્રામાં જે આનંદ હોય છે તે અજ્ઞાન સહિતનો આનંદ હોય છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s