રૌદ્ર રસની રંગત માણીએ????


આજે રૌદ્ર રસની રંગત માણીએ????
એમાં સમાયેલો શબ્દ છે રુદ્ર …ભગવાન શિવનું એક નામ ..એમની ત્રીજી આંખ જે કપાળમાં છે એની જ્વાળા દેખાઈ જયારે ખુલે છે ત્યારે ??? કહે છે આપણું શરીર પંચમહાભૂતમાંથી બનેલું છે ..એમાંનું એક તત્વ અગ્નિ ….આપણા દ્વારા ખવાયેલા ખોરાકને આ આગ પચાવે છે એસીડ રૂપે ….જેમ જળની જરૂર તેમ અગ્નિની પણ …સાંત રસ રૌદ્ર રૂપ વગર અધૂરો…અને રૌદ્ર રૂપ સાંત રસનું સૌન્દર્ય સમજાવી શકે ….
આપણી અંદર ક્રોધ હોય છે જેને આપણે નકારી શકીએ નહીં …આ ક્રોધ ક્યારે કેમ કોની સામે શા માટે પ્રગટ કરવો એ કળા બહુ દુર્લભ છે ….એ ક્રોધની યથાર્થતા સાબિત કરવી એનાથી વધુ મુશ્કેલ ….એક તાજું જન્મેલ બાળક પણ કેવું ક્રોધ પ્રગટ કરે છે ??? અરે એને દૂધ ના પીવા મળે અને ભૂખ લાગે તો તેનું રુદન જોજો ….એમાં ક્રોધનું ઉંવા ઉંવા વાળું રૂપ દેખાશે …ભીનું કરે અને ના બદલીએ તો રડીને સમજાવે ગુસ્સા થી : મારાથી વધારે એવું તો કયું મહત્વનું કામ છે કે મારા તરફ ધ્યાન નથી આપતા ..મને ગંદકીમાં સુવાડો છો ????
મોટા થાય ત્યારે ગમતું રમકડું ના મળવા પર નીપજતો ક્રોધ …જો વડીલ આપણા પર ગુસ્સો કરે તો આપણાથી નાના પર અકારણ કરવામાં આવતો ક્રોધ ……નીલેશે કરેલી ધમાલ પર પોતાને પણ ટીચર દ્વારા કરાતી શિક્ષાનો પોતે પણ ભોગ બનવું પડે ત્યારે નીલેશ અને શિક્ષક બેઉ પર મનમાં ધૂંધવાતો ક્રોધ !!!! પોતાને ગમતી છોકરી બીજા છોકરા સાથે હસીને વાત કરે ત્યારે નીપજતો સ્વામિત્વ ભાવવાળો ક્રોધ …..પત્ની દ્વારા કરવામાં આવતી નકામી લાગતી અવારનવાર પૈસાની માંગણી…છોકરાનું રિજલ્ટ ઓછું આવે ત્યારે સળગતો ક્રોધ …….અવારનવાર ધસી આવતા મેહમાનો પર ક્યારેક ઉપજતો ક્રોધ ……આવા હજી ઘણા લીસ્ટ માં છે થોડા તમે તમારા કારણો યાદ કરી લેજો …….
ક્રોધ એક જરૂરી લાગણી છે …આપણા અંદરની નકારાત્મકતા આ રીતે બહાર આવે છે …આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા લોકોને એક સંદેશ છે કે તમારે પણ કઈ ગમો કે અણગમો છે ….કેમકે તમે પણ એક મનુષ્ય જ છો ..ભગવાન નહીં …અરે ભગવાનને પણ ક્રોધ આવે ત્યારે તાંડવ કરે છે ને !!! ક્રોધમાં આવીને કહેલા વચનોમાં આક્રોશ કરતા આવેશનું પ્રમાણ વધારે હોય છે …એમાં બોલાયેલા શબ્દો ક્યારેક વર્ષો જુના સંબંધો તોડી નાખવા કારણભૂત બને છે …જેમ પ્રેમમાં માણસ અંધ બને છે તેમ ક્રોધમાં પણ અંધ બને છે …એને સારા બુરાનો ખ્યાલ નથી રહેતો …ક્ષણિક આવેશ હોય તો દુધના ઉભરાની જેમ તરત શમી જાય પણ ઘણા એને વર્ષોવર્ષ સંઘરી રાખે અને જયારે એ બહાર કાઢે ત્યારે સામે માણસની હાલત કફોડી કરી નાખે …..
ઘણા લોકોને વાત વાતમાં ગુસ્સો આવે એવા લોકો પોતાનું સમ્માન જાણે અજાણે ગુમાવી બેસે છે …પણ જયારે તમારો ક્રોધ યથાર્થ હોય ત્યારે તેને બીજાઓનું સમર્થન પણ મળે છે ……..તમારા ભીતરની આ આગનો યથાર્થ ઉપયોગ કરશો તો કૈક સકારાત્મક રીતે કામ કરશે …બહુ ક્રોધી લોકો હોય તે મનના સાફ હોય છે ..જે હોય તે સાફ કહી દે ..પણ જે લોકો મનમાં ક્રોધ દાબી રાખે તે અંદરથી પોતાની જાતને સળગાવે છે ….જે સ્વાસ્થ્ય માટે પણ હાનીકારક છે …..
કહે છે કે ક્રોધ કરતી વખતે બત્રીસ સ્નાયુઓ ને કષ્ટ પડે છે અને હસતી વખતે માત્ર સોળ જ …તો શા માટે બત્રીસને કષ્ટ આપવું ????
તમને ક્રોધ આવે ત્યારે તેને દબાયેલા સ્વરૂપે સારા શબ્દો માં પણ વ્યક્ત કરી શકો જેની ધારી અસર પણ થાય …પણ એ વખતે આવું યાદ નથી રહેતું …સામી વ્યક્તિ ક્રોધમાં હોય ત્યારે તમે મૌન રહીને પણ એનો ક્રોધ ઓછો કરી શકો …પાછળથી તેને સમજાવી શકાય કે હકીકત શું હતી ???અને જો ખરેખર તમારી ભૂલ હોય તો સ્વીકાર કરીને એક વાર માફી માગી લો તો પણ ક્રોધનું કારણ નાબુદ થઇ જાય ….
ચાલો હવે તમને આ બધું વાંચીને ક્રોધ આવી ગયો હોય તો ઉંધી ગણતરી કરવા માંડો …દસ ,નવ ,આઠ ……….
રૌદ્ર રસ …એના વગર જિંદગીમાં મરચાની તીખાશ ક્યાંથી આવે ??? રસોઈ ચટપટી ના લાગે ….

Advertisements

4 thoughts on “રૌદ્ર રસની રંગત માણીએ????

 1. રૌદ્ર રસ શિવજી / લક્ષ્મણજી / પરશુરામ અને ભાવનગરના બાપુઓને ખૂબ પ્રિય છે. પહેલા ૩ તો પૌરાણિક પાત્રો છે. ભાવનગરના બાપુ તો વાસ્તવિક હોય છે. બાપુને વાહ બાપુ વાહ કહીએ ત્યાં સુધી વાંધો નહીં પણ જો જરાક વાંકુ પડ્યું તો આંખ લાલ થતા વાર ન લાગે. શાંત હોય ત્યારે બાપુ મુંછે આંકડા ચડાવે અને રુદ્ર રુપ ધારણ કરે ત્યારે તલવાર પર હાથ જતા વાર ન લાગે. 🙂

  રૌદ્ર રસ જરૂરી છે. સૈનિકો / રક્ષકો માં દેશદ્રોહી અને ગુનેગારો પ્રત્યે રૌદ્રતા હોવી જોઈએ. સમયોચિત્ત ઉત્પન્ન થયેલા ક્રોધને મન્યું કહે છે. થોડો આવેશ જ્ઞાનતંતુઓને સક્રીય બનાવે અલબત્ત વધારે પડતો આવેશ જ્ઞાનતંતુને નુકશાન પહોંચાડી શકે છે.

  ક્રોધ ઉત્પન્ન થવાનું મુળ કારણ ભગવદ ગીતામાં વર્ણવેલું છે:

  વિષયોનું રહે ધ્યાન
  તેમાં આસક્તિ ઉપજે
  આસક્તિથી રહે કામ
  કામથી ક્રોધ નીપજે

  ક્રોધનું પરીણામ પણ દર્શાવેલ છે:

  ક્રોધ થકી સંમોહ ને
  સ્મૃતિનો પણ નાશ
  સ્મૃતિનાશે બુદ્ધિ નાશ
  તેથી થાયે વિનાશ.

  વ્યાજબી માત્રા કરતા આ રસ વધે ત્યારે સાવધાન થવું જોઈએ નહીં તો તે અન્યની સાથે પોતાનો પણ નાશ કરે છે.

  Like

 2. તમે તો ક્રોધ વિશેનું સરસ આલેખન કરી ને સમજાવી દીધું કે ક્રોધ થી બચી શકાય એમ છે જ નહિ. અને જીવનમાં એની જરૂરિયાત પણ સાંત રસ જેટલી જ છે.
  આવો લેખ વાંચીને મને નથી લાગતું કે કોઈને પણ ક્રોધ આવે. 😀

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s