આજે કરુણરસનો કાર્યક્રમ છે …


આપણી આંખમાં એક દરિયો ….
દરિયાના પાણી ખારા…..
આ દરિયોતો ભીંજવે છે જીવ માત્રને
એ લાગણીનું વહેણ છે ….અને જીવંત હોવાની અનુભૂતિ ……
હા …
આજે કરુણરસનો કાર્યક્રમ છે …….બીજા બધા રસની જેમ એક સત્ય હોય તો એ કરુણ રસ ….તમારા માણસ હોવાની એક ઓળખ હોય તો એ કરુણરસ છે …તમારા અંદર એક લોહીના શુદ્ધિકરણનો પંપ નહીં એક એહસાસ લઈને જીવતું દિલ ધડાકે છે એનો પુરાવો ……
આ કરુણરસની ઓળખ આપવી જરૂરી નથી ….કરુણતાને વ્યક્ત કરવી એક વૈયક્તિક બાબત ભલે હોય પણ એનું અસ્તિત્વ નકારવું શક્ય નથી એ સનાતન સત્ય છે ….અને રુદન એની ઓળખ છે …એક માં બાળકને જન્મ આપે છે એ એક સુંદર ઘટના છે પણ એ બાળકને જન્મ આપતી વખતે એની જનેતા મૃત્યુ પામે એ ખુબ કરુણ બાબત છે ….અરે કોઈ પણ ઉંમરે માંને ગુમાવવી એ સૌથી કરુણ બાબત છે કેમ કે આપણું કે જીવમાત્રનું આગમન આ માતાને આભારી છે …..
લાચારી ,યુદ્ધ ,ક્રુરતા ,અસફળતા ,કશું ગુમાવી દેવું આ બધી વસ્તુ કરુણાની દ્યોતક છે ……
કરુણાનું સીધું સાદું નામ દયા …..કોઈને પણ મદદરૂપ થવાની ભાવના એટલે દયા …આ દુનિયા નો કોઈ પણ ધર્મ કરુણા અને સત્ય નો સંદેશ આપે છે ….પણ એ કરુણા અને સત્યને એના અનુયાયીઓ પોતપોતાની રીતે મુલવે છે અને એક સુંદર ભાવનો હ્રાસ થાય છે ….કોઈ પણ રિશ્તા વગર જન્મતી એક લાગણી માનવીય લાગણી એટલે કરુણા ….
કરુણ એક વણચાહ્યા અંતનું પ્રતિબિંબ છે …એમાં હોઈ ખુશીનો એહસાસ નથી હોતો …પણ એવો કોઈ જીવ પણ નથી હોતો જેના જીવનમાં કારુણ્ય ના હોય …તમે છુપાવો તો પણ એ હોવાનું તો ખરું જ …..
એક કિસ્સો જાણેલો..શહેર ના ખ્યાતનામ જવેલર ….મોટા મોટા શો રૂમ …એના દરવાજા બહાર એક ગાંડો ઘેલો છોકરો બેસે બાવીસેક વરસનો …..સાવ સાધારણ …એક દિવસ એને મંદબુદ્ધિની શાળામાં મોકલવામાં આવ્યો ……અને જાણ્યું કે એ છોકરો કરોડપતિ બાપનો દીકરો છે …….ત્યારે એ બાપ માટે વિચાર્યું ….કે આ કરુણા અને વ્યથા એ દંપતી ફક્ત ભગવાન પાસે જ કહી શકતા હશે ને ??? દરેક સુખ સાથે એ દીકરા નો ચેહરો પણ હશે ને ????
બસ કરુણ રસ આ જ …..રુદન કરીએ ત્યારે વિચાર્યું છે કે આંસુ ખારા કેમ હોય છે ???? આંખને હૃદયનું દર્પણ કહે છે …અને એમાંથી બહાર આવતા આંસુ એ તમારા અંદરની ખારાશને બહાર લાવીને તમારા હૃદયના ભારને ઓછો કરે છે …રડવા જેવું સુખ નથી …સુખમાં પણ અને દુખમાં તો ખાસ ….પુરુષવર્ગ જો ચુપકે થી બાથરૂમમાં જઈને પણ થોડું રડી લે તો હૃદયરોગના ચિકિત્સકોનો ઘરાકી ચોક્કસ ઘટી જાય …
જિંદગીમાં બનતી કરુણ ઘટના થકી જ આપણને ખરી ખુશી કે સુખ નો સાચો એહસાસ થાય છે …દુખ વગર સુખનો શીરો જિંદગીને રસવિહોણી બનાવી દે એ વાત નકારી ના જ શકાય ….
દુનિયા નો કોઈ મનુષ્ય ક્રૂર નથી જન્મતો પણ એને સંજોગો ક્રૂર બનાવે છે …છતાય એની અંદર કરુણ રસ હોય છે …અને યોગ્ય વખતે એ બહાર પણ આવે છે ….એક કરુણ ઘટના એક બહુ મોટા બનાવનું કારણ બની જાય છે ….એક રાજકુમાર સિદ્ધાર્થ જો રોગ ,ઘડપણ ,લાશ ને ના જોયા હોત તો ગૌતમ બુદ્ધ નો જન્મ ના થયો હોત …
એમની પાસેની એક વિશેષ દ્રષ્ટિએ એમને એક વંદનીય વ્યક્તિ અને બૌદ્ધ ધર્મના સ્થાપક બનાવ્યા ….મહાવીર સ્વામી નો જૈન ધર્મ પણ પ્રેમ અને કરુણા નો સંદેશ જ છે ને ……જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે અને કરુણા વસે જો હૃદયમાં તો જ પ્રેમ ત્યાં વસવા આવે છે …..કરુણ અને કરુણા આપણા જીવનના અવિભાજ્ય અંગ તો ખરા જ …..

4 thoughts on “આજે કરુણરસનો કાર્યક્રમ છે …

  1. કરુણ રસ નો પર્યાયવાચી શબ્દ કહેવો હોય તો તે છે લાચારી.

    મનુષ્ય કેટલો બધો લાચાર છે.

    ભુકંપ આવે અને વર્ષોની મહેનતના પરીણામે બનાવેલું ઘર જમીન દોસ્ત થઈ જાય આ લાચારી છે.

    ત્સુનામી આવે અને બધું તહસ નહસ કરી નાખે આ લાચારી છે.

    આપણી નજર સામે ગમતીલા લોકો દમ તોડે અને આપણે એક શબ્દ સુદ્ધાં બોલી ન શકીએ આ લાચારી છે.

    આ રસ વિશે લખવા જાઉ અને કી બોર્ડ પર આંગળીઓ ફરવાને બદલે આંખ આંસુથી છલકાઈ જાય તે લાચારી છે.

    Like

Leave a comment