ચાલો ભયાનક રસના ભજન કરીએ ……!!!!!!!!!!!!!!!


ટક…ટક …ટક ….સુસવાટા મારતા પવનથી અથડાતી બારીઓ ……અને વીજળી ગુલ …….અને વીજળીનો કડાકો ….એક પછી એક ….અને પછી મીણબત્તી લઈને સફેદ ગાઉનમાં દાદર ચડતી ચુડેલ …….
ઉફ …..ડર લાગ્યો ??? આવી ફિલ્મ જોવાની મજા પડે છે તમને ….કે પછી ભૂત ચુડેલના ભયાવહ માસ્ક પહેરેલી પાર્ટીમાં જવાના શોખીન છો ???? ચાર રસ્તે ચાલતા આવો ચાલો બોલતા નથી …કોઈ ભટકતી આત્મા તમારી સાથે એવો ડર લાગે છે ?????
આજે તો ભયાનક રસની વાત કરવાનો મૂડ છે …એમાં એવું છે કે રાત્રે કાચો ડ્રાફ્ટ તૈયાર કરીને આજે પોસ્ટ કરતા કરતા બીજી વાર બીવું ના પોસાય …એટલે અત્યારે ફૂલ અજવાળું છે ત્યારે જ સીધી પોસ્ટ કરી દઉં……
ચાર વર્ષ પહેલા ની વાત છે ..અહીં એફ એમ ના એક રેડીઓ શો માં સવાલ જવાબ ની વેળાએ એક ભયાનક વાત કરવાની હતી …કે રુવાડા પણ ઉભા થઇ જાય !!!!
મેં તાત્કાલિક એક બે મિનીટમાં વાર્તા બનાવીને કીધેલી …આજે મોકો પણ છે અને દસ્તુર પણ …તો થઇ જાય ….
મૈં ભૂતનાથ હું …સાઠ સાલકે બાદ ઇસ ખંડહરમેં આયા હું …મેરા ભી કભી ભરાપુરા પરિવાર હુઆ કરતા થા …દો પલીત ઔર ચાર ચુડેલ …આંગનમેં નન્હે મુન્ને ખવીસ ખેલા કરતે થે ….મૈં અપની ચૌથી બીવી રાખી ભૂતની કે સાથ સ્વીત્ઝર્લેન્ડ ગયા થા તબ ડાકુ જીન્નસિંહને અપની પુરાની દુશ્મનીકા બદલા લેને મેરી હવેલી કો આર ડી એક્સ ખંડહરમેં તબદીલ કર દિયા …મેરે પરિવારકે સબ લોગોકા મોક્ષ હો ગયા …વો સારે દોબારા જનમ લેકર દુનિયામેં વાપસ ચલે ગયે …ઔર સોનિયા ડાયનકે વહાં મેં કિરાયે પર રહને લગા ઔર તન્હા હો ગયા ………..
અરે તમે બધા હસો નહીં આ તો ભયાનક રસની વાર્તા છે ….
આપણને સૌને જો હર પળે જો કોઈ વાતની બીક લાગતી હોય તો તે મૃત્યુની છે …નાનપણમાં આપણી મમ્મી કહેતી આમ કર નહીં તો બાવાને બોલાવું છું ..અને સંવેદનશીલ બાળકો બાવાને જુએ તો બીવે પણ ખરા …ભૂત ની બીક ,આગની બીક ,ફુગ્ગાની બીક ,પાણીની બીક ,પોલીસની બીક ,ઉંચે સ્થળેથી નીચે જોવાની બીક ,પપ્પા ની બીક ,બાજુવાળા મુછાળા કંચનકાકાની બીક …બોમ્બ જેવા મોટા ફટાકડા ની બીક …અરેરે કેટલી બધી બીક સાથે આપણે અત્યાર સુધી જીવીએ છીએ …
મોટા થઈએ એટલે પરીક્ષાની બીક ,કોઈ ખાસ કડક શિક્ષકની બીક ,નાપાસ થવાની બીક ,ગર્લ ફ્રેન્ડના પિતા અને ભાઈના મારની બીક ,પપ્પા પાસે વધારાની પોકેટમની માંગવાની બીક ……..
અને એક યુનિવર્સલ બીક એટલે પરણ્યા પછી પત્નીની બીક તો ખરી જ …જે મરણ ઉપરાંત પણ રહે ..પેલા કાર્ટુનમાં જોઈએ તેમ કાગવાસમાં કાગડો ખીર ખાતા બીવે તે …..પાછું આપણા મોટેરા ગામને પાદરે પીપળે રહેતા ભૂતની વાત કરે ત્યારે એ પીપળાની પાસે થી પસાર થતા પણ બીક લાગે …
અરે એક સાદો તાવ આવે કે ગુમડું સાત દિવસે ના મટે તો કેન્સરનું પણ લોકો વિચારી લે ….હા યાદ આવી ગયું …પેલા ડોક્ટરની સોયની અને કડવી દવાની બીક ….મને તો હજી પણ લાગે છે લો કરો વાત !!!!
અરે રામ રામ !!! આપણે બધા ભગવાનથી ડરીએ છીએ ને !!!
ભય એ બીજા બધા રસ જેટલો જ જરૂરી છે ..અને આ ભય આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક વણાયેલો પણ હોય જ !!!! આ ડર ક્યારેક કાલ્પનિક પણ હોય ને ક્યારેક સાચો પણ …..અકસ્માતનો ડર કે તેનાથી ઉપજતા મૃત્યુ નો ડર …મૃત્યુ તરફ જતા દરેક રસ્તાથી બીક લાગે …જયારે કુદરત કોપાયમાન થાય ત્યારે જે ડર નીપજે એના થી આપણને કંપી જવાય ……
જોકે આપણે કોઈ પણ ખોટું કામ કરતા આપણા આત્મા અને ભગવાનથી અવશ્ય ડરવું જોઈએ …ડર જરૂરી છે ….કેમકે તો જ માણસ થોડો કાબુ માં રહે છે …નીડરતા સારી કહેવાય પણ એમાં સ્વચ્છંદતા જરાય ના ચાલે ………ડર ને જોડે એ ભયાનક રસ કહેવાય !!!!!
કેટલાકના મુખ પણ ભય પમાડે તેવા હોય છે ને !!!!કેટલાકનો સ્વભાવ જ્યાં જાય ત્યાં લોકો એનાથી દૂર ભાગે …..અંધકારનો ડર ચાહે જીવનમાં હોય કે ઓરડામાં બધાને ઓછોવત્તો લાગે જ છે ……અપશુકન એ ભયાનક રસનો જન્મદાતા તરીકે ઓળખાય ……હવે તો ઘરની બહાર જઈએ તો બોમ્બ બ્લાસ્ટ તો નહીં થાય એવો પણ ડર લાગે છે ……આતંકવાદી હુમલા નો ડર …….કેમકે આપણી પાસે પેલા નમાલા નેતાઓ જેવી ઝેડ ગ્રેડ સિક્યોરીટી નથી હોતી ને !!!!!
ભયાનક રસના ડરને ભગાવવા આપણે હથિયાર રાખીએ , કે નીડરતા કેળવીએ કે ભગવાનને પ્રાર્થના પણ કરીએ …પણ તોય ડર નું અસ્તિત્વ અવિરત હોય છે ……
અરે અરે !!! આ ભય પર પોસ્ટ મૂકી અને હાસ્ય રસમાં ના ખપી જાય ને લોકો એને લાઈક ના કરે એવો મને પર ડર લાગ્યો !!!!! કેવું ભયાનક !!!!

Advertisements

5 thoughts on “ચાલો ભયાનક રસના ભજન કરીએ ……!!!!!!!!!!!!!!!

 1. શરૂઆતમાં મહેમુદ જે રીતે એક ફિલ્મમાં ઓમ પ્રકાશને ભયાનક સીન ની વાત કહેતા કહેતા ડરાવે છે તે યાદ આવી ગયું.
  પણ જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ ભયાનાકમાંથી હાસ્ય અને હાસ્યમાંથી થોડા અંશે ગંભીર કહી શકાય તેવા લેખે લઇ લીધી.
  સરસ પોસ્ટ. 🙂

  Like

 2. સહુ પ્રથમ તો Like પર ક્લિક કરીને આ પોસ્ટ કોઈને નહીં ગમે તો – તેવો ભય દૂર કરી દીધો 🙂

  ભાવનગરમાં થોડો વરસાદ પડે એટલે આજેય વીજળી ચાલી જાય છે. ખૂબ વરસાદ પડે / વિજળી ચાલી ગઈ હોય / મીણબત્તી પવનમાં ઓલવાવું ઓલવાવું થતી હોય અને તેવે વખતે ભયંકર કડાકા સાથે વીજળી થતી હોય તેવે વખતે હંસ: મોટેથી રડવા લાગે – અને તેનો ભય દૂર કરવા કુટુંબના બધા સભ્યો હનુમાન ચાલીસા ગાવા લાગે.

  યોગ શાસ્ત્ર પ્રમાણે જીવને મુખ્ય પાંચ ક્લેશ વળગેલા છે.
  ૧. અવિદ્યા ૨. અસ્મિતા ૩. રાગ ૪. દ્વેષ ૫. અભિનિવેશ

  પાંચમો ક્લેશ અભિનિવેશ એટલે કે મારું મૃત્યુ થઈ જશે તો? તેવો ભય જીવને સતત લાગેલો હોય છે તેને અભિનિવેશ કહે છે. મૃત્યુના ભયનો ઉપયોગ માણસ બે પ્રકારે કરી શકે ૧. જીવનને સારુ બનાવવા અને ૨. મૃત્યુને દૂર ને દૂર હડસેલવા.

  મૃત્યુને દૂર ને દૂર હડસેલવાના પ્રયાસો તે મુર્ખામી છે. કંસે મૃત્યુને ટાળવા કેટલા બધા દુષ્કૃત્યો કર્યા જ્યારે પરિક્ષિતે મૃત્યુને સ્વીકારી લીધું અને જીવન સફળ બનાવી દીધું.

  મૃત્યુનો ભય માત્રને માત્ર ત્રારે જ ટળે જ્યારે આપણને ખરેખર ખાત્રી થાય કે અજર અમર અવિનાશી તેવા મારા આત્મ સ્વરુપમાં જન્મ જ નથી અને તેથી મૃત્યું ન હોય શકે.

  જ્ઞાન વગર આ ભય ટળી ન શકે.

  છેલ્લે થોડો હાસ્યરસ પીરસીને વિરમું :

  કેટલાંક લોકો મૃત્યુના ભયથી વિલ બનાવવા લાગતા હોય છે 🙂

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s