આજે વીર રસની વાર્તા


૨૬ જાન્યુઆરીને દિવસે ગણતંત્ર પરેડ યોજાય છે નવી દિલ્હીમાં …જેનું જીવંત પ્રસારણ થાય છે ..એમાં સેનાના ત્રણેય પાંખના સૈનિકો પરેડ માં ભાગ લે છે નવા શસ્ત્ર અને અસ્ત્ર સાથે ….એમાં બહાદુર બાળકોને ખાસ વીરતાનો પુરસ્કાર આપવામાં આવે છે …ભારતીયસેનામાં પરમવીર ચક્ર ,વીર ચક્ર જેવા સન્માન અને પદક પણ અપાય છે …..ક્યારેક મહાભારતનો કોઈ ખંડ વાંચતા હોઈએ તો કુરુક્ષેત્રમાં અભિમન્યુ ચક્રવ્યૂહના સાત કોઠા ભેદે છે એનું વર્ણન વાંચતા એ નાનકડા છોકરા પર બેહદ સન્માનની ભાવના નીપજે છે …
હા આ વીરરસની વાર્તા મહદ અંશે ફક્ત અને ફક્ત સન્માનની ભાવના નીપજાવે છે ….નીડરતા એ જન્મજાત ગુણ છે …થોડે ગણે અંશે તેને આરોપી પણ શકાય …સત્કૃત્ય કરવામાં આચરવામાં આવે તો એ વીરતા સન્માન પામે છે ..પણ એનો ઉપયોગ જો દુષ્કૃત્ય કરવામાં આવે તો એ વખોડવાને પાત્ર બને છે ..મહદઅંશે વીરતા સાથે કોઈ પણ હથિયારનો ઉપયોગ પણ સામેલ હોય છે ..પણ ક્યારેક એ વીરતા અહિંસક પણ હોય છે …એનું સૌથી સુંદર ઉદાહરણ મહાત્મા ગાંધીજીની સમગ્ર જીવન જે દેશની આઝાદી માટે અહિંસક ચળવળને સમર્પિત થઇ ગયું ….તો શહીદ ભગતસિંહ ,રાજગુરુ ,મંગલ પાંડે ની સશસ્ત્ર લડતને અવગણી ના શકાય …..
પોતાની જાત ની પોતાના જીવનની સુરક્ષાને બદલે તેના પર આવી પાડનારા શક્ય જોખમને અવગણીને કોઈ કાર્ય કરવા માટે જરૂર હોય તો એ ગુણ ને કહે છે વીર રસ …
પડવાના ડર વગર ઉભા થવાની કોશિશ કરતુ પેલું બાળક જોયું …નીડરતા તો જન્મથી હોય છે પણ આપણે એના બાળ માનસ પર જુદી જુદી બીકના છોડ રોપીએ છીએ ..અને જો તેનામાં જો એ છોડ બેસી જાય તો પછી આ વીર રસ એના ઘરનું સરનામું પોતાની ચોપડીમાંથી કાઢી નાખે ….પણ ઘણા ભાગે સમય સાથે માન્યતા પણ બદલાય છે ….આપણે સૌ જો જીવનને એક સંગ્રામ તરીકે જોઈએ તો આપણે સૌ એના સૈનિક જ છીએ ….આપણી દૈનિક જીવનની એક એક ક્ષણને આજે ધ્યાન થી જોજો ….એમાં મૃત્યુથી સાક્ષાત્કાર થઇ જાય એવી ઘણી પળો આવે છે પણ આપણે એના વિષે વિચાર કર્યા વગર આગળ વધી જઈએ છીએ …મિક્ષર કે વોશિંગ મશીન ચાલુ કરતી વખતે એક વીજળીનો ઝટકો પણ મૃત્યુ નું કારણ હોઈ શકે …રસ્તો ઓળંગતી વખતે એક પલક માં કોઈ મોટા અકસ્માતથી બચી ગયા હોઈશું …..પોતાના જીવની પરવા કર્યા વગર કોઈની જીંદગી પણ બચાવી હશે …પોતાના જીવનમાં કોઈ પણ ખુશીની પલ ના હોય તો હંસીને બીજાની જિંદગીના દુખ વહેંચી લેતા લોકો પણ જોયા હશે ને !!!! એ લોકો એવું કરી શકે છે એ કોઈ સન્માન પામવાની ઈચ્છાથી નહીં પણ એક માનવીય લાગણી થી કરે છે …એનો અર્થ એ કે વીર રસ પણ અન્ય રસની જેમ મનુષ્ય માત્રની ભીતરમાં ભંડારાયેલો જ છે ….
સરહદ પર દેશના કરોડો લોકોની જીવના જોખમથી રક્ષા કરતા ,સામી છાતીએ ગોળીઓ ખાતા પેલા સૈનિકોને તો લાખ લાખ સલામ …..જ્યાં જ્યાં યુદ્ધ છે ત્યાં ત્યાં યુદ્ધગાથાઓ પણ છે …અને સમરાંગણના સેનાપતિ થી માંડી ને એક અદના સૈનિક એ વીરરસના જીવંત પ્રતિક છે ….પોતાના દેશમાટે ખુવાર થવાની ભાવના એ વીર રસ ની જન્મદાત્રી છે ………
ઘણા લોકો એવા હોય છે કે તેઓ શારીરિક રીતે ઘણી રીતે અક્ષમ હોય તોય એના પર વિજય મેળવી તેઓ તેમનું જીવન ઉદાહરણીય બનાવી દે છે …એ લોકો વીર રસની જીવંત પ્રતિમા છે …હેલન કેલર હોય કે ભક્ત કવિ સુરદાસ …..જેઓ જીવનની વિષમતાઓ થી ભાગીને આત્મહત્યા કરે છે તેઓ કાયર ગણાય છે. ઘણી વાર આ કાયરતા તેમની મજબૂરી હોય કે ક્યાંક તો તેમનો સ્વભાવ …..
મારી દ્રષ્ટિએ તો આજના આ યુગમાં અસહ્ય મોંઘવારીનો માર સહન કરતો ,આતંકવાદ ,ભ્રષ્ટાચાર જેવા માર સહન કરતો ,તમામ રીતે મજબૂર અને લાચાર હોવા છતાય જીવન જીવતો એક સામાન્ય માણસ ખરેખર બહાદુર છે ……કે જીવનમાંથી શ્રદ્ધા ગુમાવતો નથી ………
આજે વીર રસની વાર્તા નો થોડો અધુરો લાગતો અધ્યાય અહીં જ સમાપ્ત કરીએ …

Advertisements

4 thoughts on “આજે વીર રસની વાર્તા

 1. જનની જણ તો ભક્ત જણ – કાં દાતા કાં શૂર
  નહીં તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર

  આપણે ત્યાં તો સંતાનની પરિકલ્પનામાં યે વીર રસને વણી લેવામાં આવ્યો છે. ભક્ત / દાતા અને શૂર ત્રણેમાં વીર રસ છલોછલ ભર્યો હોય છે. શૂરમાં વીર રસ પ્રગટ છે. જ્યારે ભક્ત અને દાતામાં રહેલો વીર રસ ગુપ્ત છે. જે ઈશ્વરને જોયો નથી માત્ર જેની વાત સાંભળી છે તે સર્વેશ્વરમાં દૃઢ શ્રદ્ધા રાખવી અને તેના અધારે જીવન ઘડતર કરવું તે નાની સુની વીરતા નથી. દાન આપવામાં આંતર શત્રુ લોભને હણવો પડે છે અને તેથી દાતાએ વીર છે.

  જ્યારે શૂરને તો જોતા યે જોમ ચડે. શૂરવીરથી લોકો ડરતા નથી હોતા – લોકો તેને ચાહતા હોય છે. શ્રી કૃષ્ણ શૂરવીર છે છતાયે ક્યાંય તેનો ડર નથી. શૂરથી માત્ર ખોટું કરનારા ડરે છે કારણકે તે દુષ્કૃત્યો કરનારાને દંડ આપનાર હોય છે.

  આપણે ત્યાં અભય અને નીર્ભય બે શબ્દ પ્રયોજાય છે. નીર્ભય વ્યક્તિ તેવી હોય છે કે જે કોઈથી નથી ડરતી પણ બીજા લોકો તેનાથી ડરે તેવું બની શકે. જ્યારે જેનામાં અભયતા હોય તે નથી પોતે ડરતી કે નથી કોઈને ડરાવતી.

  આપે યથાર્થ કહ્યું છે કે હાલની સાંપ્રત પરિસ્થિતિમાં તો અનેક મુશ્કેલીમાં હસતા મુખે જીવવું તે ય શૂરવીરતા ગણાય.

  અધૂરો લાગતો વીર રસ ક્યારેક જરૂર પુરો થશે. તમને શું લાગે છે પ્રિતિબહેન?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s