શૃંગાર રસ ની શાયરીઓની મેહફીલ માં .


આજે શૃંગાર રસ ની શાયરીઓની મેહફીલ માં …
તેરી બિંદીયા રે કે આય હાય તેરી બિંદીયા રે
સજન બિંદીયા લે લેગી તેરી નીન્દીયા રે ….
મેરા ગહના બલમ તુમ તોસે સજકે ડોલું
ભટકતે હૈ તેરે હી નૈના મૈ તો કુછ ના બોલું ..
ફિલ્મ અભિમાનના આ ગીત માં પ્રેમને શૃંગાર સાથે કેવો સમરૂપ કરી દેવાયો છે ને !!!!! સજવું સંવરવું એ તો હર નારી નો અધિકાર !!! શૃંગાર વગર જિંદગી સુંદરતાને તરસતી રહે ….એક વૈભવી વાત છે આ રસની …ઘરેણા થી લઈને શબ્દો સુધી પરોવાયેલી આ માળા અદ્બુત છે …..સાચું કહું તો તમામ આઠ રસ એ જો એક ગદ્ય હોય તો શૃંગારરસ એક કાવ્ય છે ….દર્દ ને પણ ઉભારે અને પ્રેમને પણ છલકાવે ….કોઈ સામાન્ય વસ્તુને એને કરવામાં આવેલો શૃંગાર ખાસ બનાવી દે છે ….
સ્ત્રીના સોળ શૃંગાર કહેવાયા છે ….નાક ,કાન ,શીર્ષ ,ગળું ,હાથ ,બાવડું ,પગ ,આંગળીઓ ,કટી મેખલા અરે અંગે અંગ માટે અલગ ઘરેણું ……ક્યાંક વાંચેલું છે કે તમામ ઘરેણા એ સ્ત્રીના કામને કાબુ માં રાખી શકાય એ રીતે સજાવાય છે …કર્ણ વીંધ ,નાસિકાવીંધ , પગ મેં પહેરવામાં આવતા વિંછીયા ,ગળામાં પહેરવામાં આવતા હાર અને એને જે તત્વથી બનાવાય છે તે પણ …જેમકે કેડમાં પહેરવામાં આવતો કંદોરો એ ચાંદીમાંથી બનેલો હોય અને પાયલ ..એ ઘરેણા સ્ત્રીને કમર અને ઘૂંટી પાનીના દર્દમાંથી રાહત આપે છે અથવા તો થતા નથી …મને લાગે છે આપણા પૂર્વજો ખુબ બુદ્ધિમાન હતા તેથી જ વ્રત ઉપવાસ થી માંડીને ખોરાક અને શૃંગાર સુધી એક વૈજ્ઞાનિક અભિગમ રહેતો …દરેક ઘરેણા થી કુદરતી સૌન્દર્યમાં એક વિશેષ આભા ઉમેરાય અને સુંદરતા વધારે સુંદર બને ……..
કહે છે કે સુંદરતા તો મનુષ્યની આંખમાં વસે છે …એ પણ સાચી વાત છે પણ એ આંખને સુંદર વસ્તુ કે વ્યક્તિ પોતાની સામે આકર્ષે છે એ તથ્ય ભૂલી ના શકાય !!!અલંકાર એ શૃંગારરસ નું સાધન છે ….આ કુદરતને જુઓ તો સમજાય કે રેતી પહેરેલી ધરતી અને પહાડોથી જંગલથી અને ઝરણાથી સજાવેલી ધરતી માં શું અંતર છે …અનંત ક્ષિતિજ સુધી વિસ્તરેલો દરિયો મહાસાગર ,વૃક્ષરાજી ,નદી ,ઝરણા એ તો ધરતી ના શણગાર છે …અને સૂરજ,ચંદ્ર ,તારા ગ્રહો ,આકાશગંગા રાત દિવસ એ આકાશના શૃંગાર છે …..બસ એના વગરની દુનિયા ની કલ્પના કરો ને !!!
મનુષ્યના વિધવિધ ભાવો પણ એના વ્યક્તિત્વનો શણગાર છે …એમાં રહેલો પ્રેમ ,કરુણા ,વીરતા,દયા એનામાં રહેલ એની સકારાત્મક ક્ષમતા ,દુખોને હંસતે મોઢે ઝીલીને જીવવાની તાકાત ,એના મનોભાવોને શબ્દો કે વાણીથી અભિવ્યક્ત કરવાની ક્ષમતાએ એના શણગાર છે ….અને આ શબ્દોને કેવી રીતે ભૂલાય ???કાવ્ય એ સાહિત્યનો શણગાર છે ….આ નવે નવરસને અભિવ્યક્ત કરવાની ક્ષમતા કવિતામાં છે …કાવ્ય એ પુરુષ છે અને કવિતા એ સ્ત્રી …પુરુષને આપણે વિશેષણો થી શણગારીએ છીએ અને સ્ત્રીને અલંકાર છંદ થી ….આપણા સાહિત્યને અલંકાર અને છંદ ,પંક્તિઓ ,રદ્દીફ ,કાફિયા ,શેર ,શાયરી ,નઝમ ,ગઝલ થી શણગારી દીધા છે હઝારો અને લાખો નામી અનામી કવિયો અને લેખકોએ ….!!!! ગદ્ય ,વાર્તા ,નવલકથા ,મહાનવલ વગેરે આપણા જીવનને રસપ્રદ બનાવે છે ,એક અભિવ્યક્તિ એ અંદર રહેલા માંહ્યલાને વાચા આપે છે …એ શબ્દ એ વાણી શણગાર છે મનુષ્યત્વનો ……
જતા જતા એક હાઇકુ :
સુંદરતાને
સમાઈ લેવા મારી
આંખ જ કાફી !!!!!

Advertisements

3 thoughts on “શૃંગાર રસ ની શાયરીઓની મેહફીલ માં .

  1. જુદી જુદી ઉંમરે અને સમજણના બદલાવા સાથે મનુષ્યના જીવનમાં રસ અને રુચીઓ બદલાતા હોય છે.
    ભર્તૃહરિની વાત કરીએ તો પોતાની પત્નિમાં આસક્ત આ રાજાએ સ્ત્રીના સૌંદર્ય અને શણગારને વર્ણવતું શતક રચ્યું – શૃંગાર શતક. તે જ રાજવીએ નીતી શતક પણ રચેલું. અને જ્યારે તેણે જોયું કે આ જગત અને જગતના જીવો ઘણાં વિચિત્ર છે. તે પોતે રાણીને ચાહે છે, રાણી અશ્વપાલને ચાહે છે, અશ્વપાલ નૃત્યાંગનાને ચાહે છે અને નૃત્યાંગના પાછી રાજાને ચાહે છે. ચાહતના આવા વિષચક્રો જોઈને તેને ઘણો ખેદ થયો અને આવા માયાવી અને ઘડી ઘડીમાં રંગ ઢંગ બદલતા લોકો પ્રત્યે નફરત થઈ આવી. પરીણામે તેને તીવ્ર વૈરાગ્ય થયો. રાજ પાટ છોડીને ચાલી નીકળ્યો. છેવટે વૈરાગ્ય શતક રચ્યું.

    શૃંગાર રસ ઉપયોગી અને અગત્યનો છે – સાથે સાથે મર્યાદામાં હોય તો શોભી ઉઠે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s