સ્વાર્થી નિત્યા …..


સ્વાર્થ ……એક એવી લાગણી જે દરેક મનુષ્યમાં ઓછાવત્તા અંશે હોય જ છે ..કોઈ પુરેપુરો નિસ્વાર્થ વ્યક્તિ ના હોઈ શકે …નિત્યા આજે બારી બહાર તાકતી ફક્ત એ જ વિચારતી હતી …રાત્રે સુતા સુતા બાર વાગ્યે એની આંખ ઉઘડી ગયી એકાએક…..મોબાઈલ પર મેસેજની ટયુનથી …એને ચશ્માં પહેરી મેસેજ વાંચ્યો અને એ સુઈ જ ના શકી ..રીતેશ ….એના પતિ નો હતો …..રીવાના લગ્ન નક્કી થયા હતા અને માતા તરીકે એને આશીર્વાદ આપવા બોલાવી હતી …રીવાની ઈચ્છા હતી કે તે કન્યાદાન કરે ………….નિત્યા ના રડી શકી ના ખુશ થઇ …….બસ આકાશના બદલાતા રંગ જોતી રહી સવાર સુધી ….જિંદગી પણ આવી જ હોય છે ને !!! આપણે અટકી જઈએ પણ એ ચાલ્યા જ કરે એની ગતિ થી …નિત્યા એ રીવાનો નંબર જોડ્યો અને સાંજે પોતાના ઘેર એકલી બોલાવી …રીવાએ હા પાડી………
નિત્યા માં બાપની એક દીકરી ..એક નાનો ભાઈ હતો ….જીદ્દી અને માં નો લાડકો ….એને મોટી હોવાને લીધે હમેશા ભાઈ માટે જતું કરવું પડ્યું …કેમકે ભાઈ નાનો હતો …કમ્પાસ થી લઈને દફતર સુધી ….નિત્યા કશું ના કહે …આપી દે ….નિત્યા ડોક્ટર બનવા માંગતી હતી …..પણ ભાઈને વિદેશ જવું હતું એટલે એણે બી એસ સી થી સંતોષ કરી લીધો …..નિત્યા બહુ સંવેદનશીલ હતી …ખુબ જ ….એણે નક્કી કર્યું કે તે હવે નોકરી કરી પોતાનો અભ્યાસ આગળ વધારશે ….એણે લગ્ન ન કરવાનું નક્કી કરી લીધું …..પણ માં બાપ તેને સમાજ આગળ લાચાર થઇ પરણવા માટે હઠાગ્રહ કરતા રહ્યા અને તે હારી ગયી ….
હવે તે નોકરી કરતી હતી …પતિને પૂરી કમાણી નિસંકોચ આપી દેતી ….કુદરતે એની પરીક્ષા લેવાની કોઈ કમી ના રાખી …..તેને એક દીકરી થઇ …..તેને મન ભાંગી જાય અને માણસ આત્મહત્યા કરવા સુધી પ્રેરાય એવા અનેક પ્રસંગો તેના કહેવાતા સગા તરફથી ભેટ માં મળતા જ રહ્યા …પણ નિત્યા ખામોશ જ રહી …પતિ રીતેશે પણ તેની કમાણી પર ખુબ વૈભવ વસાવી લીધો પણ પોતાના નામે કરી નાખ્યો …..
નિત્યા રોજ રાત્રે પોતાની વેદના કાગળ પર ઉતારતી…કવિતા ,વાર્તા ઘણું બધું લખ્યા કરતી …કેટલીય ડાયરી ભરાઈ ગયી તેમાં ……એક દિવસ દિશા તેની દોસ્ત એના ઘેર આવી …નિત્યા જયારે ઓફીસ ગયી ત્યારે તેણે આ ડાયરી વાંચી …દિશા એક પત્રકાર હતી ..તેણે દુનિયા જોઈ હતી …તેનાથી એ વાત અછતી ના રહી કે નિત્યાનું સ્મિત નકલી છે …તે ખુબ ખુબ ખુબ દુખી છે …તેને તેના પોતાના લોકોએ જ દગો કર્યો છે ….અને એની અંદર એક લાવા સળગે છે …દિશાને લાગ્યું કે જે દિવસે એ લાવા બહાર આવશે તે દિવસે એક તહલકો મચી જશે …..
તે બહાર ગયી ..એની બધી ડાયરીની ઝેરોક્ષ કોપી કઢાવી……તેના ઘણા બધા પ્રકાશક મિત્રો હતા ….નિવેશને મળી …તે નવોદિતોને તક આપતો …તેણે આ ઝેરોક્ષ વાંચી …તે તેના પ્રકાશન માટે તૈયાર થઇ ગયો ….તે રાત્રે દિશા નિત્યાના ટેબલ પર એક ચિઠ્ઠીમાં આ વિગત લખી ત્યાંથી જતી રહી …કેમકે તે જાણતી હતી કે નિત્યા તેના આંસુ ક્યારેય આવી રીતે બહાર નહીં આવવા દે …..નિત્યાએ ચિઠ્ઠી વાંચી અને ફાડીને ફેંકી દીધી ……કેમકે એ સાંજે એના માં બાપને ત્યાંથી આવી હતી …જે ભાઈ માટે એણે પોતાની કારકિર્દી ભૂલી હતી તે ભાઈને ખોટ ગયી ધંધામાં …એણે પૈસા માંગ્યા ત્યારે નિત્યાએ કહ્યું કે તેના તમામ પૈસા તેના પતિ પાસે છે પોતાની પાસે એમાંનું કશું નથી ….બધાએ તેણે જુઠી કહી …સ્વાર્થી કહી …અને ખુબ સંભળાવી તેને ખુબ રડાવી પણ ….નિત્યા ભાંગી ગયી …
ત્રણ મહિના પછી ……………………………
નિવેશ નિત્યાના તમામ લખાણોના સંપાદનમાં વ્યસ્ત થઇ ગયો …ચાર મહિના પછી એક કાવ્ય સંગ્રહ ,એક લઘુવાર્તા સંગ્રહ અને એક ગઝલસંગ્રહ પ્રકાશિત થયા …નિબંધ સંગ્રહ બે માસ પછી પ્રકાશિત થવાના હતા ….સાહિત્યજગત માં હલચલ મચી ગયી …..આ નિત્યાના બધા લખાણ ખુબ ખુબ સંખ્યા માં વેચાયા અને વંચાયા…તમામ અગ્રગણ્ય અખબારોએ એની નોંધ વખાણ સાથે લીધી …એની રૂબરૂ મુલાકાતમાટે તેનો સંપર્ક કરવા લાગ્યા ……રીતેશ તમામ પ્રકાશન હક્ક માટે ડીલ કરવા માટે તૈયાર હતો …પણ નિત્યાએ એને ના પાડી દીધી …..નિત્યા એને સામે દેખાતી લાખોની કમાણી પર હાથ મુકવા નહીં દે …એ વિચારે એણે નિત્યા ને સ્વાર્થી કહી દુત્કારી નાખી …..ખુબ ઝગડો કર્યો ….એક દિવસ ચુપચાપ કોઈને કશું કહ્યા વગર નિત્યા અમદાવાદ આવી ગયી …એક નવી નોકરી સાથે લખાણ ચાલુ રાખ્યું …હવે અખબારોમાં એની કોલમો છપાતી …નિર્વાહ નો પ્રશ્ન નહોતો …..તેણે તમામ કમાણીનું એક ટ્રસ્ટ બનાવી દીધું અને દીકરી રીવાને એની ટ્રસ્ટી બનાવી દીધી …તેની એકમાત્ર વારસદાર બનાવી દીધી …..
આજે પાંચ વર્ષ પછી તેની પુત્રીના લગ્નમાં તેને બોલાવી …
રીવા સાંજે મમ્મીના ઘેર ગયી …..નિત્યાએ એને ફક્ત એટલું જ કહ્યું : બેટા ખુબ ખુબ ખુશ રહે …આ બધા ઘરેણા મેં તારા માટે સાચવ્યા છે મારા લગ્નના …આ બધા પર હવે તારો હક્ક છે …..પણ હું તારા લગ્નમાં નહિ આવી શકું …મારે એક મારા પોતાના સન્માન સમારંભમાં મુંબઈ જવાનું છે ……આંતરરાષ્ટ્રીય પુરસ્કાર માટે આ સમારંભ એ જ દિવસે છે …….
રીવા ખુબ ગુસ્સે થઇ : મોમ પપ્પા સાચું જ કહે છે તું ખુબ ખુબ સ્વાર્થી છે ..તે ક્યારેય બીજાની ખુશી માટે કશું વિચાર્યું જ નથી ….તે ઘરેણા ત્યાં જ મૂકીને જતી રહી ……ચાર મહિના પછી ………
દરેક અખબારના મુખ્ય પાના પર એક હેડલાઈન હતી …..લેખિકા નિત્યાનું બ્લડ કેન્સરને કારણે મુંબઈની તાતા મેમોરીઅલ હોસ્પિટલમાં દુખદ અવસાન ….બીજા દિવસે એક મોટું બોક્ષ રીવાને મળ્યું …રીવાએ એ ખોલ્યું ………એમાં છેલ્લી ડાયરી હતી …અને નિત્યાના ઘરેણા સાથે તેના ટ્રસ્ટીશીપના કાગળો હતા …જેમાં બધું હવે રીવાના નામે હતું ….રીવા રડતા રડતા મમ્મીની એ ડાયરી વાંચતા અનરાધાર રડતી જ રહી ….આ દુનિયા એ પોતાના સ્વાર્થ માટે માં નો ભરપુર ઉપયોગ કરેલો અને પોતાના આખરી દિવસો માં માં ત્યાં પાછું જવા માંગતી નહોતી ……

Advertisements

4 thoughts on “સ્વાર્થી નિત્યા …..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s