ફરિયાદ કરવાનો હક્ક કોને હોય છે !!!!


ક્યારેક જિંદગી અચાનક હંસતા હંસતા આપણને એવી જગ્યાએ કે એવી લાગણીનો સ્પર્શ કરાવે છે કે આપણે હતપ્રભ થઈને અબોલ થઈને બસ એકટક જોયા કરીએ છીએ એના રંગ રૂપ !!!!!!
રોજની જેમ શાંતિથી ઘરકામ કરીને વાંચતી હતી ….પતિદેવ ઘેર બપોરે જમવા આવ્યા …અને કહ્યું કે મમ્મી બીમાર છે હોસ્પિટલમાં છે …તાત્કાલિક તૈયાર થઈને ગયા ….આ તો દરેક સાથે થાય છે પણ ત્યાં જઈને ગાળેલો દિવસ કદાચ મારા માટે કરુણા ,બીભાત્સતતા, ભયાનક રસનો સંગમ જેવો બની રહ્યો …એ હોસ્પિટલમાં એટલે લઇ જવા પડ્યા કે પાસેની હોસ્પીટલે કેસ લેવાની ના પાડી…શહેરની જનરલ હોસ્પિટલ …સયાજી હોસ્પિટલ ….એના આઈ સી યુ વોર્ડમાં હતા ….જોકે મારા સાસુમાને ફક્ત હાઈ બ્લડપ્રેસર હતું એ પણ ભયજનક નહોતું …..કંટ્રોલમાં આવી ગયું ……પણ એમની બાજુમાં ફૂટપાથ પર રહેતી હોય એવી કોઈક દૂર ગામડાની યુવાન સ્ત્રી હતી ,એનો પતિ અને આઠ નવ વર્ષનો બાળક …દીદાર પરથી જ ખબર પાડી જાય કે કંગાલિયત એમની કાયમી મેહમાન છે ….વેન્ટીલેશન પર એ સ્ત્રી હતી ..કારણ ઝેર પીધું હતું ….દરેક અંગ પર એક નળી …ઓક્સીઝન ચાલુ હતો …મોંના નળીમાંથી ફુગ્ગા નીકળતા હતા દવાના ..અને પેલો નાનકડો બાળક એને પોતાના ગંદા રૂમાલથી લૂછતો હતો …પૂછપરછ કરતા કોઈ કશું બોલતું નહોતું ….
એક પલંગ પર એક મૃતદેહ હતો ..મો સુધી ઓઢેલો …એના સ્વજનોમાંથી એક સ્ત્રી બહાર રડતી હતી …બે ત્રણ પુરુષો એને દિલાસો આપતા હતા …છેલ્લે જયારે એ દેહને ઝોળીમાંથી ત્યાં લઇ જવાયો ત્યારે એની સાથે ચાલવા કેટલી હિંમત રાખવી પડી હશે એ વિચારે કંપી જવાયું ….ત્રણ કલાકમાં છએક સીરીઅસ કેસ આવી ગયા …સરકારી હોસ્પિટલ હતી ….જમીન પર પથારી પાથરી જુદા જુદા ટેસ્ટ લેવાતા રહ્યા …..
ત્યાં જ એક આઠ નવ વર્ષનો બાળક લાવવામાં આવ્યો …ભિખારી હોય એવું લાગ્યું …એમ્બ્યુલન્સમાંથી ઝોળીમાં લવાયો..ભોંય પર પથારી કરી સુવડાવ્યો ….છોકરો બેભાન હતો …એની સારવાર ચાલુ કરવા પાણી પીવડાવવાની કોશિશ કરતા ચીસો પાડતો…પેન્ટ ઉતારી ગયેલું …અર્ધનગ્ન ….તપાસવા પણ દેતો નહોતો …એમ્બ્યુલન્સ વાળાએ કહ્યું …કોઈક આવીને મૂકી ગયું એટલે અહીં લાવ્યો ……કોઈ જ નહોતું એનું …પડ્યો હતો ચીસો પાડતો અને આળોટતા બેહોશીમાં ….તેને દૂધ પાણી પીવડાવવાની કોશિશ નાકામ કરતો રહ્યો …..
એક એવી અસહ્ય દુર્ગંધ કે પાણી પીવાનું પણ મન થાય નહિ …લાચારી અને બેબસી ત્યાં જ જોયા …
પણ ધન્ય છે એ ડોક્ટરકે જે પોતાની કારકિર્દીના પ્રારંભે ત્યાં ડ્યુટી પર હતા …શાંત મિજાજથી દરેક દર્દીને તપાસતા હતા …માન્યું કે એ ડોક્ટર કે નર્સને તો આ રોજનું થયું પણ જે દર્દી ત્યાં આવતા હતા તે પોતાની જિંદગી માટે એમને આખરી આધાર ગણી આવતા હતા ….અને એ લોકો શાંતિથી જવાબ આપતા હતા …
આઈ સી યુ ને આપણે ફિલ્મોમાં જોયા હોય કે પ્રાઈવેટ હોસ્પિટલમાં તેની કરતા ખુબ જુદો જનરલ વોર્ડ જેવો આ આઈ સી યુ હતો …..એક દર્દ ..એક એક ચીસ …એક એક દર્દીનો ચેહરો કહેતો હતો કે જીવન શું છે ???જીજીવિષા શું છે ????જીવવાની ખ્વાહીશ શું છે ??? અને સ્વર્ગ જેવી દેખાતી દુનિયામાં નર્ક શું છે ????
કાલ થી આજ સુધી કશું બોલી નથી ….પેલો અનાથ બાળક જીવ્યો કે મરી ગયો હશે એ જ વિચાર આવે છે અને યાદ આવે છે મારી લાચારી કે હું કશું જ કરી ના શકી …….આજે જઈને જોઇશ કે એ બાળકનું શું થયું ??? કદાચ કાલે મને ખબર પડી ગયી કે સુખ કોને કહેવાય !!!! અને દુખ માટે ફરિયાદ કરવાનો હક્ક કોને હોય છે !!!!

Advertisements

4 thoughts on “ફરિયાદ કરવાનો હક્ક કોને હોય છે !!!!

 1. એક વખત એક વ્યક્તિએ સ્વામી વિવેકાનંદને પત્ર લખ્યો કે હું રો જ ધ્યાન કરવા બેસું છું પણ ધ્યાન લાગતું નથી. સ્વામી વિવેકાનંદે પુછ્યું કે તું શું કરે છે? પેલાએ કહ્યું કે એક આસન પાથરું છું. બારી બારણા બંધ કરુ છું. આસન પર બેસું છું. ધ્યાન કરવાનો પ્રયાસ કરુ છું.

  સ્વામીજીએ જવાબ લખ્યો કે બારી બારણા ખોલી નાખ. આસન સંકેલીને એક બાજુએ મુકી દે. બહાર જગતમાં જઈને જો કે તારી આસપાસ કેટલા દિન દુખીયા છે. શક્ય હોય તો તારાથી બને તેટલી સેવા કર. થોડા દિવસ પછી ધ્યાન કરવાનો પ્રયાસ કરજે અને મને પત્ર લખજે.

  ભાઈએ તે પ્રમાણે શરુ કર્યું. બહાર જઈને જોયું તો ચારે બાજુ દુ:ખ જ દુ:ખ. તેનાથી શક્ય તેટલી નાની મોટી સેવામાં તે પ્રવૃત્ત થયો. થોડા દિવસ પછી રોજ થોડું થોડું ધ્યાન કરવા લાગ્યો. તેને સહજ શાંતિ અને આનંદની અનુભુતિ થવા લાગી.

  સ્વામીજીને તેણે કાગળ લખ્યો કે બહારની દુનિયા જોઈને મને ખાત્રી થઈ ગઈ કે હું કેટલો બધો સુખી છું. હું શક્ય હોય તેને મદદરુપ થવાનો પ્રયાસ કરુ છું અને મને હવે થોડું થોડું ધ્યાન લાગે છે.

  Like

 2. જયારે કોલેજમાં ભણતી હતી ત્યારે અમારા ઘર પાસે એક કાકા સાયકલ લઈને દહીં વેચવા આવતા. સાવ જ જીર્ણ થઇ ગયેલું શરીર. તેમને જોતા જ તેમના પર ખુબ જ દયા આવી જતી. પરાણે સાયકલ ચલાવતા. કોઈપણ સંજોગો હોય — ટાઢ, તાપ કે ધોધમાર વરસાદ — એ અચૂક આવતા. એકવાર પૂછતા માલુમ પડ્યું કે ઘરમાં પત્ની બીમાર છે અને છોકરો કોઈ ધ્યાન આપતો ન હતો. એટલે આ ઉંમરે પણ એમને દહીં વેચવા નીકળવું પડતું હતું. હું ને મારી મમ્મી કોઈ અજ્ઞાત લાગણીથી રડી પડ્યા. અને ત્યારબાદ જરૂર હોય કે ના હોય પણ મોટાભાગે તેમની પાસેથી દહીં લેવાનું રાખ્યું.

  સાથે કોઈ ફિલ્મના ગીતની પંક્તિ યાદ આવે છે.

  “દુનિયામે કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ”

  — જયારે અન્ય દુખી અને ત્રસ્ત લોકોને જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે આપનું દુખ તો કઈ જ નથી.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s