જો શીખવું હોય તો !!!!!


હા હું કાલે ફરી ગયી એજ હોસ્પિટલમાં ….
સાસુમા ને તો બીજા વોર્ડમાં શિફ્ટ કરી દીધા હતા …જુના જમાનાની ગાયકવાડી શાસનની સુંદર અને જૂની છતાય ભવ્ય ઈમારતમાં એ સ્ત્રી વોર્ડ હતો ….વગર પંખે પણ ઠંડક હતી …બપોરે ફરી એ જુના વોર્ડના એક દર્દીના સગા મળ્યા ..એને એ બાળક માટે પૂછ્યું …તો કહે એ સારો થઇ ગયો અને વોર્ડ નંબર ૨ =બાળકોના વોર્ડમાં શિફ્ટ કરી દીધો છે ….અને થોડા કદમ ચાલતા એ જ બાળક સામો મળ્યો ….હાથ પર બાંધેલી ઇન્જેક્શનની પટ્ટી ખોલવાની કોશિશ કરતો હતો …નિરંતર હાસ્ય કરતો હતો …એ બાળક મંદ બુદ્ધિનો હતો અને વોર્ડ છોડીને બહાર ફરતો હતો …હસતો હસતો ……એને એવું કરવાની ના પાડી…..તો પણ હસતો હસતો પોતાની જાત સાથે વાત કરતો રહ્યો …..
એ કદાચ ઈશ્વર સાથે વાત કરતો હતો …ભાષા અટપટી હતી …કહેતો હશે કે થેંક યુ ભગવાન …તે મને મંદબુદ્ધિ બનાવ્યો …આ જીવનના કેટલા બધા દુખ મને દુખ લાગ્યા જ નથી અને હરહમેશ હસવાની મારા માં તાકાત છે …..
એને જીવતો અને હસતો જોઈ …લાગ્યું કે : જેનું આ દુનિયામાં કોઈ નથી ઈશ્વર એની સાથે એની પાસે હમેશા હોય છે …અને આવા બાળકો આપણા જેવા લોકોને મળે ત્યારે કેવી રીતે જીવવું એ પણ શીખવાડે છે ..જો શીખવું હોય તો !!!!!

Advertisements

2 thoughts on “જો શીખવું હોય તો !!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s