નીશીથા…


નીશીથા…
છેલ્લા બે વરસથી આ લગભગ પચ્ચીસ વર્ષની છોકરી અમારા પડોસના ફ્લેટમાં રહેવા આવી છે …સવારે સાડા આઠ વાગ્યે ઘેરથી નીકળી જાય ટીફીન લઈને તે રાત્રે દસ વાગ્યે આવી જાય ….આપણે બધા ના પાડીએ પણ તો પણ પંચાતીયા તો ખરા જ …શરૂઆતમાં સૌને આ એકલવાયી છોકરી માટે બહુ તાલાવેલી …ગમે તેમ વાતો પણ કરે ..પણ આ બે વર્ષમાં એને ત્યાં કોઈની અવરજવર નહીં …ઘરકામ પણ જાતે જ કરી લે એવી ….ક્યારેય શહેર કે કોઈ સ્થળોએ એને કોઈ સાથે જોવામાં ના આવી ….એકાદ કાનફૂસીયાએ એની કામની જગ્યાએ તપાસ પણ કરી પણ કોઈ ફરિયાદ કરવા લાયક તક ના મળી ….છેવટે સૌ ટાઢા પડ્યા …હવે એક સમ્માનની દ્રષ્ટિ આવી …..
એક દિવસ મારે ઘેર સવારમાં બેલ વાગી તો નીશીથા …
બોલ બેટા : મેં સહજ ભાવે પૂછ્યું …
આંટી એક કપ દૂધ મળશે ???: તેણે કહ્યું .
એની આંખો બહુ લાલ હતી …તેથી દુધના કપ સાથે મેં એનું કપાળ અડકી જોયું તો ધોમધખતો તાવ હતો …..હું મારું ઘર બંદ કરી એની સાથે એને ઘર ગયી …એના ઘર માં પ્રવેશનાર હું પહેલી જ હતી …એને હળવેથી સુવાડી …મારે ઘેરથી જ ચા બાઈ પાસે મંગાવી લીધી ….એના ડોક્ટરનું નામ પૂછ્યું …એની પાસે મારા સ્કુટર પર લઈને ગયી …ડોકટરે એને એડમીટ કરી દીધી …..એની સારવાર ચાલુ કરી દીધી …બધા ટેસ્ટ થયા …દરમ્યાનમેં મારા પતિને હકીકત ફોન કરીને કહી દીધી ….મારે તો ઘેર ચોવીસ કલાકની કામવાળી કમ રસોઈવાળા બેન હતા એટલે કોઈ ચિંતા નહોતી ….હોસ્પિટલ પાસે જ હતી એટલે દૂધ ચા ખાવાનું એ જ આપી જતા ….નીશીથા બહુ ઓછું બોલતી …પણ પહેલી વાર એની આંખોમાં આભારની દ્રષ્ટિ હતી …ત્રીજે દિવસે એને હવે સારું હતું ….તેથી હું ઘેર ગયી …એનો ફ્લેટ સરખો સાફ કરાવ્યો …કદાચ બે દિવસમાં એને રજા મળી જાય !!! મારો દીકરો અને દીકરી ઘરના બાકી વ્યવહારો સંભાળી લેતા …એટલે તકલીફ ના પડી …દિવસમાં એક વાર મારા પતિ અને છોકરા પણ ખબર લઇ જતા ….
ત્રીજે દિવસે એ ખુલી : આંટી ,હું દુનિયાને સમજી ગયી છું …મારા વિષે કોઈ કશું જાણતું નથી કેમકે મારા વિષે જાણવા લાયક કશું નથી …સવારે સાડા આઠે નીકળી હું સીધી અહીની અંધજન શાળામાં જઈને સંગીત શીખવું છું …ત્યાર બાદ સાડા દસે મારી ઓફીસનો સમય થાય …હું એક બેંકમાં નોકરી કરું છું ….ક્લાર્ક છું …ત્યાંથી સાંજે લગભગ સાડા પાંચ પછી હું ત્રણ દિવસ અહીં અનાથ આશ્રમમાં બાળકોને ભણાવવા જાઉં છું …જે બાળકમાં કોઈ અભિવ્યક્તિ સારી હોય તો તેને લગતી કેળવણી આપું …એવી સંસ્થાઓ સાથે એમનો મેળાપ કરાવી દઉં…એવું બધું …અને અઠવાડિયાના ત્રણ દિવસ વૃદ્ધાશ્રમ માં જઈને બધા વૃધ્ધોના કામ કરી આપું …કઈ લાવવું હોય તો લાવી આપું …કોઈ બીમાર હોય તો તેમની પાસે બેસું ..અને દસ વાગ્યે આવી જાઉં ….
હું એને સાંભળ્યા જ કરતી હતી …અને તે છતને તાકતી બોલ્યા કરતી હતી જાણે આજે બધી વાત કહી દેવી હોય એમ ………
આંટી ,તમને લાગશે કોઈ મારું નથી ??? અરે મારો એક ભરપુર પરિવાર છે અમદાવાદમાં …મોટો મજાનો બંગલો છે …માં બાપ ભાઈ ભાભી બધા છે ….એક ધનાઢ્ય પરિવારમાંથી આવું છું ….
તો પછી આમ એકલા એકલા મુંબઈમાં ??: હું પૂછ્યા વગર ના રહી શકી …..
અમારી પરિસ્થિતિ સારી નહોતી …મારી એક સાવકી બહેન હતી મોટી ..પપ્પાની પહેલી પત્નીની એકમાત્ર નિશાની ….મારી મમ્મી ના અમે બે સંતાન ….એ બહેન મમ્મીથી દસ વર્ષ નાની …એ બહેન પારકા કામ કરી ભરત ગુંથણ ,સિલાઈ કરી ઘરનું ગુજરાન ચલાવતી …પપ્પા બેકાર હતા ….મમ્મી અમારા ઉછેરમાં લાગેલી રહેતી ..પપ્પા દેશી દારૂ પીને ક્યાંક પડી રહેતા ….અને એ બહેનને લીધે અમે બેઉ ભાઈ બહેન ભણી શક્યા..મમ્મી અમે થોડા મોટા થયા એટલે બેનને મદદ કરતી ….પપ્પાને એક દિવસ લોટરી લાગી અને પહેલું વીસ લાખ નું ઇનામ મળ્યું …મમ્મી અને મોટી બહેનની આવડતને લીધે પૈસા વેડફાયા નહીં અને અમે સધ્ધર થયા …હવે બેન બત્રીસ વર્ષની થઇ પણ મમ્મી પપ્પાને એને પરણાવવાની ચિંતા જ નહીં …આખરે લોકલાજે પાત્રીસ વર્ષે એક બીજવર સાથે પરણાવી ….એને બે દીકરા પણ હતા …બેન નસીબના ખેલ સમજી જીજાના બધા અત્યાચાર સહન કરી લેતી ..એને વાપરવા પૈસા પણ ના આપતા ……બહેન થોડા ટ્યુશન કરતી હવે …એક દિવસ જીજાને ખોટ ગયી વેપારમાં …બેન પાસે પૈસા માગ્યા …બેને ના આપ્યા …તો હથોડીના ઘા તેના માથા પર કરી એને બેરહમીથી મારી નાખી …આટલેથી વાત ના અટકી પણ બનેવીને કોર્ટમાંથી નિર્દોષ છોડાવી હત્યાને આત્મહત્યામાં ખપાવી દેવામાં મારા ભાઈ અને પપ્પાએ મહત્વનો ભાગ ભજવ્યો …કેમકે જીજાજી પાસે એમને ખાસા રૂપિયા ભૂતકાળમાં મદદરૂપે મળેલા તો એમણે ઋણ ચૂકવી દીધું …..રચના ખૂન કેસ એ વખતે ગુજરાતમાં બહુ ચગેલો …એજ મારી સાવકી બેન …જે મારા માટે માં કરતા પણ વધુ હતી …મને સંબંધો પર વિશ્વાસ ઉઠી ગયો ….એટલે એકદિવસ ચુપચાપ અહીં આવી સેટ થઇ ગયી …
સાચું કહું તો દુનિયામાં મારું ભલે હવે કોઈ ના પણ હોય પણ હું કેટલા બધા લોકોની થઇ ગયી છું જે સવારે અને સાંજે મારી રાહ જુએ છે …લગ્ન કરી હું કોઈ જવાબદારી માં બંધાવા નથી માગતી ….મારી બેને એક કુટુંબને ઉગાર્યું અને એના માર્ગે ચાલી નીકળવા માંગું છું પણ એ લોકો માટે જે મારા નથી તોય મારા કરતાય વિશેષ છે ……….
મારી સાડીના છેડાથી હું આંખના આંસુ લુછવા માંડી ત્યારે એણે કહ્યું : આંટી આ વાત કોઈને કહેતા નહીં …બસ એટલી જ મારી વિનંતી છે ……

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s