કેટલા નામ કેટલા રૂપ !!!!


પ્યાર,ઈશ્ક ,મોહબ્બત ,પ્રેમ કેટલા નામ કેટલા રૂપ !!!!
આ પ્રેમ શું છે ??? આપણે જે વિશાળ આકાશ જોઈએ છીએ તે દેખાય છે તેનાથી પણ વિશાળ હોય છે પણ આપણી દ્રષ્ટિ ફક્ત ક્ષિતિજને અડકીને પાછી આવે છે અને આપણે આકાશ સાથેનો સંબંધ ત્યાં સુધી રાખીએ છીએ ..પણ ડૂબતો દિવસ નવી ક્ષિતિજ રચી આપે છે અને આકાશ નો બાકી નો ભાગ અંધકાર ઓઢીને આવે છે અને અંધકાર લાવે છે ગાઢ નિદ્રાનું આલિંગન ..ત્યાં સુધીમાં તો પાછો દિવસ આવે છે ..પણ પ્રદક્ષિણા કરતી આ ધરતીને ક્યારેય કોઈ એક જ આકાશ નથી હોતું …..નિરંતર બદલાયા કરે છે એ આકાશ …..કદાચ પ્રેમ પણ આવો જ હોય છે ..ક્યારેય પૂરો સમજાતો જ નથી છતાંય સૌ પોતપોતાની દ્રષ્ટિની વ્યાખ્યામાં બાંધતા રહે છે …
પેલા હાથી અને છ અંધજનોની વાર્તા યાદ આવી જાય છે …એકને સુપડા જેવું દેખાય તો બીજો થાંભલો કહે …પણ પ્રેમ આપણી દ્રષ્ટિ થી ક્યાંય વિશાળ હોય છે ને !!!!
ખબર નહિ કેમ પણ આજે આ વાત યાદ આવે છે ….
આજે કૃષ્ણ અને રાધા યાદ આવે છે ..કોઈ અપેક્ષા વગર એક શુદ્ધ મૈત્રીનું સર્વાંગસંપૂર્ણ રૂપ …રાધા વગર કૃષ્ણ અધૂરા અને કૃષ્ણ વગરની રાધા એટલે સૂરજ વગરનો દિવસ !!!કૃષ્ણ રાધાથી કદાચ બે વર્ષે નાના પણ હતા …અને બાર વર્ષ પછી રાધાજી કૃષ્ણથી દૂર થઇ ગયા ….આ દ્વાપર યુગની વાત છે …ત્રેતા યુગમાં વિષ્ણુ ભગવાનનું રૂપ રામનું હતું …અને સીતા તરીકે લક્ષ્મીજીના ભાગે વન અને વિરહ બેઉ આવેલા ..તેથી કૃષ્ણ યુગમાં ફક્ત બાર વર્ષનો સાથ અને કોઈ પણ બંધન વગરનો મળ્યો રાધાજીના રૂપમાં !!! પણ આજનો યુવાન આ ઉચ્ચ કક્ષાનો પ્રેમ સમજે ખરો ??!!ખબર નહીં …અહીં તો પેચ અપ અને બ્રેક અપ સાથે સંબંધની શરૂઆત અને અંત બહુ સાહજિક છે ……..
પ્રેમ કોઈ વાર કોઈ અપેક્ષા ના રાખે …
પ્રેમ જતાવવાની જરૂર ના પડે ..એ તો આંખથી સમજી જવાની વાત છે અને ક્યારેક તો એ પ્રેમ એકતરફી પણ હોય જે વર્ષો સુધી દિલમાં રહે પણ હોઠ સુધી ના છલકાય ….પ્રેમ સમર્પણ માંગે છે પોતાના તરફથી…..ફક્ત ખોઈ નાખવું એ પ્રેમનો ધર્મ છે ..એ વહેતા સમય સાથે કદી ના બદલાય ..એ તો હમેશા જવાન જ રહે ….જેમ માં બાપ માટે પોતાનો સાઠ વર્ષનો દીકરો પણ બાળક હોય છે તેમ …..ઉમર વધે તેમ પ્રેમનું સ્વરૂપ ગાઢ થતું જાય અને એનું ઊંડાણ પણ વધતું જાય …ક્યારેક પ્રેમની શરૂઆત નફરત પણ હોય પણ એ નફરતમાં રહેલો પ્રેમ ક્યારેય છૂપો ના રહી શકે એ ઝળકી જ જાય …પ્રેમ હમેશા સામા પાત્રની ખુશી જ જુએ ..અને એના દુ:ખમાં એના થી દૂર એકલો એકલો રુએ …પ્રેમ કોઈની તકદીરમાં લખાઈ નથી આવતો પણ એ સહજ થઇ જાય છે ..પણ પ્રેમ એ વ્યક્તિની તાકાત છે એની લાચારી કે બેબસી ના હોઈ શકે …જીવવાનું એક કારણ છે …કવિતા લખવા માટે પ્રેમને અંદરથી મેહસૂસ કરવો પડે દિલ માંથી ….એ રુદનને સહજ બનાવે અને હાસ્યને નિર્મળ બનાવે ….પળે પળે હર ઘડી મેહસૂસ કરીને જયારે કલમ કઈ લખી નાખે ત્યારે એ અસરકારક બને …
પ્રેમને કોઈ ભાષા ના હોય એ મુક હોય છે …એ બધીર હોય છે ..એમ લોકો કહે છે …કેમકે પ્રેમમાં લોકો ફક્ત દિલને કહે છે અને દિલનું સાંભળે છે …
પ્રેમના સ્વરૂપ ઘણા છે ..માતા પિતા અને બાળક એ કોઈ પણ જીવમાત્ર માં જોઈ શકો તમે ….પ્રકૃતિથી પ્રેમ …સુંદરતાથી પ્રેમ …વાંચનપ્રેમ ,કલમ પ્રેમ …પશુપ્રેમ …એને ગમે તેટલા રૂપે જાણો પણ પ્રેમ અને દિલનું એક જ નામ અને એક જ રૂપ હોય …
જે લોકો પ્રેમ આપતા શીખે છે એમને એ અનેક ગણો થઈને પાછો મળે પણ છે ….એનું જીવન સરળ થઇ જાય છે …અને જે નફરત વહેંચે તેને એ અનેકગણી થઇને પછી મળે છે ….દરેક ધર્મ પ્રેમની હિમાયત કરે છે ……..અને એની જીત એની હારમાં પણ નિશ્ચિત હોય છે …સાચો પ્રેમ હાર જીતથી પરે હોય છે …..
અને એક ખાસ વાત જે વ્યક્તિ પ્રેમને સંપૂર્ણપણે સમજી જાય છે એને ક્યારેય પ્રેમ નથી થઇ શકતો કેમકે જે કક્ષાએ એ પ્રેમને સમજે છે એ કક્ષા કોઈ બીજું ના સમજી શકે ..અને એ કક્ષા ફક્ત પરમેશ્વર સાથેના મીરાબાઈના પ્રેમમાં વ્યક્ત થાય છે ..દરેક ભક્ત અને ભગવાન વચ્ચે વ્યક્ત થાય છે ..પ્રેમ એ ભક્તિ છે, સમર્પિત થવામાં સંપૂર્ણતા છે એ વાત છે …અને એની આગળ ભગવાનને પણ ઝૂકવું પડે છે …એ યથાર્થ છે ….

Advertisements

2 thoughts on “કેટલા નામ કેટલા રૂપ !!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s