બારી….


ક્યારેક આપણે લખીએ છીએ …અને ક્યારેક બોલીએ છીએ …ક્યારેક આપણે જીવીએ છીએ …પણ લખતા લખતા બોલવું અને જીવતા રહેવું એ પણ કરી લઈએ છીએ ..પણ એ એક સાથે બધું કરવા જતા એમાં એમાં સંપૂર્ણતાનો સહજ અભાવો દેખાઈ જાય છે અને કમી પણ દેખાય છે ….
ચાર દિવસ બહારગામ એક લગ્નમાં જવાનું થયું ….ઘરકામથી આપણે ફારેગ થઇ જઈએ ,નોકરી ધંધાથી પણ અલગ ….કૈક કામકાજ કર્યા વગર બેસી રહીએ એમ કહેવાય પણ એ નવરાશમાં આપણે જાણ્યે અજાણ્યે ઘણું નવું શીખીએ છીએ ..એ માટે આપણે એક નાનકડા દ્રષ્ટા ,સારા શ્રોતા હોવું જરૂરી છે …સારા વક્તા હોવું ફરજીયાત નથી ……આપણા ઘરની બારી કરતા રેલગાડી કે બસની બારી બહુ જુદી હોય છે ..ઘરની બારી સ્થિર રહે છે અને બહારની દુનિયાની કેટલીક વસ્તુઓ ચલાયમાન હોય છે …આપણે અને બારી સ્થિર ..પણ પેલી રેલગાડીની બારી કે બસની બારી આપણને એની સાથે ચલાવે છે અને હર પળે નવા દ્રશ્યો મુકતી જાય છે ..હવે એ તમારો વિકલ્પ હોય છે કે વહેતી ઠંડી હવાની લહેરખી સાથે સુઈ જવું માથું ઢાળીને કે પછી અવિરત દ્રશ્ય જોયા કરવું ……લગભગ સ્વેચ્છાથી કે પછી પરાણે મીંચાઈ જતી આંખને રોકી શકાતી નથી …પણ મારા જેવાને એ દ્રશ્ય સુવા ના દે કેમકે એ થોડા કલાકોની જિંદગી કેટલું બધું વણજોયેલું જોવાની તક મળે …..અમે તીથલ જતા હતા ..અને વચ્ચે વચ્ચે બોર્ડ આવતા કે અહીં ઉંબાડિયું મળશે …થોડા માટલા ઉંધા પડેલા ….સમજ ના પડે …પછી એક બેને કહ્યું કે આ માટલા ઊંધિયું છે જે ઉંધા માટલા નીચે બને એને ચટણી સાથે અને તેલ સાથે ખવાય ….બસ રોકાઈ નહીં એટલે તક ચુકી જવાઈ ….
તીથલનો દરિયા કાંઠો અમે પહોંચ્યા ત્યારે ભરતી આવેલી એટલે પુરા ખુમાર પર હતો ….પણ મને નવાઈ લાગી કે એ એકદમ શાંત હતો …જરાય અવાજ નહીં …કાંઠે થી તરંગ આવતી જતી દેખાય પણ અવાજ નહીં …રાત્રીના અંધકારમાં પણ નહીં …ત્યારે કોઈ સમાધિસ્થ   યોગીની યાદ આવી …અખૂટ ઊંડાણ ધરાવતા દરિયાને કાંઠે એનું અપાર સૌન્દર્ય ચુપચાપ ઘૂંટે ઘૂંટે પીવાની વસ્તુ છે ..એમાં છબ છબ કરીને એની સમાધિ ભંગ કરવાનું જરાય મન ના થાય …..આપણું મન પણ એવું છે નિરંતર ખળભળાટ વચ્ચે પણ સ્થિર રહી કેટલું બધું વિચારે???!! કેટલુક કામનું હોય અને કેટલુક નકામું પણ હોય …
આપણે આપણા મનને પણ એવી ખુલ્લી બારી હોય એની તાતી જરૂરિયાત વર્તાય છે …આપણે પૂર્વગ્રહોની કેટલીક ગાંઠો બાંધીને જીવતા હોઈએ છે …જો એને છોડીને જીવી જોઈએ તો આપણી પોણા ભાગની તથાકથિત મુશ્કેલીઓ ચપટીમાં ગાયબ થઇ જાય ….આપણો અનુભવ ખરાબ હોય તેથી એ વસ્તુ ,જગ્યા કે વ્યક્તિ જ ખોટો પુરવાર કરવાની આપણે તડામાર કોશિશ કરી નાખીએ છીએ ..પણ થોડું રોકીને જોઈએ કે આવું કેમ થયું ??કે એ વ્યક્તિ બીજા સાથે કેવો છે ??? તો આપણામનમાં એટલી ખટાશ ના પણ થાય …પણ ધીરજ આપણા માં નથી હોતી એ હકીકત છે …..અને આપણે જાણ્યે અજાણ્યે કોઈકને અન્યાય કરી દઈએ છીએ …એનાથી ઉલટું પણ થાય કે કોઈ વ્યક્તિ બધા સાથે ખરાબ હોય પણ આપણી સાથે એ ખુબ સારી રહે એ પણ નિસ્વાર્થ રીતે …અને એ વખતે આપણે એને ખરાબ નથી કહેતા ??? કારણ વિચારી જોજો એક વાર ….
આ વખતે જતી વખતે મને મન પસંદ મેમુ ટ્રેનમાં ગયા ..દરેક સ્ટેશને રોકાતી સૌની ખબર લેતી જાય એવી …મારી રાહ જોઇને કોણ બેઠું હશે ત્યાં ?? એ વિચાર આવે …તો વળતી વખતે સુપરફાસ્ટ ટ્રેન માં આવવાનું થયું …ફરી બારીની વાત ….દીકરીએ કહ્યું જતી વખતે જે સ્ટેશન આવ્યા એના બોર્ડ ક્યારે આવ્યા ને ગયા તે ખબર પણ ના પડી …ત્યારે ખુબ ગંભીર મુખમુદ્રા બનાવી કહ્યું …જયારે સ્ટેશન પર મેમુ આવે ત્યારે બોર્ડ લગાવી દેવાય એટલે ડ્રાઈવરને ખબર પડે રોકવાની …ટ્રેન જતી રહે ત્યારે ઉઠાવી લેવાય એટલે ફાસ્ટ ટ્રેન જાય ત્યારે એ સ્ટેશનના બોર્ડ ના દેખાય …બસ આ જ વાત વિચારની અને દ્રષ્ટિ સાથે રમુજની પણ ……

Advertisements

2 thoughts on “બારી….

  1. તીથલની વાત કરી એટલે તીથલ ચાર દિવસ આર્ટ ઓફ લીવીંગની શિબિર કેરેલી તે વાત યાદ આવી ગઈ. ઘણો શાંત સમુદ્ર છે. જો કે ત્યાંની કોઈ ફેક્ટરી ત્યાં વધારાનું પ્રદુષિત પાણી દરીયામાં ઠાલવતી એટલે સમુદ્ર કેમીકલથી કાળો ધબ થઈ ગયો હતો. અમે નાહ્યાં હતા – શરીર આખું કાળું કાળું થઈ ગયેલુ. જો કે નહાવાની મજા આવેલી. પછી ઉતારે જઈને ચોખ્ખા પાણીથી અને સાબુથી ઘસી ઘસીને નહાવું પડેલું.

    ટ્રેન ઘણાં પ્રકારની હોય છે. મામુની વાત વિચારણા માંગી લે તેવી છે અને રમૂજ પ્રેરક પણ – જો કે થોડાક વિચારશીલ માણસને તરત સમજાય જાય તેવી છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s