સલામ દોસ્ત !!!!!!


વિમાસણ ….ગૂંચવાડો …કૈક અકળામણ …..આ મનોદશામાંથી તો સૌ પસાર થાય છે ..ઘણી વાર આપનું ઈચ્છિત કશું ન થાય અને જે આપણને સદૈવ ના ગમે તે આપણે કરવાની ફરજ પણ પડે …મન કશું બીજું કહે અને કરવું બીજું પડે ….સૌથી ગમતી વ્યક્તિ સાથે મુલાકાત થવાની હોય પણ તોય દિલથી એને ઉમળકાથી આવકારવાનું મન ના થતું હોય …..એ જગ્યા જ્યાં રોજ હોંશે હોંશે જતા હોઈએ તે ગલી છોડી દેવાનું મન થાય ….
તો આમ થવાનું કારણ શું ??? એ વખતની આપણી મનોદશા …ઉદાસીનતા કહી શકાય ..ઉમંગ અને ખુશી જાણે લાંબા વેકેશન પર ગયા હોય એમ લાગે છે …..ત્યારે આપણે અકારણ રડી પડીએ છીએ …કોઈ આપણને કોઈ પણ કારણ વિના કોઈ સજા આપી જતું રહે તેમ ….ત્યારે એક એવી વ્યક્તિને ફોન કરીએ કે મેસેજ કરી દઈએ અને પછી જાણે લાગે કે વહેંચવાથી આપણી થોડી પીડા ઓછી થઇ અને ધીરે ધીરે ગાડી રાગમાં આવી જાય છે ….હા આજે એવી વ્યક્તિની વાત કરવાનું મન થાય છે …સામાન્ય રીતે આ વ્યક્તિ આપણી માં ,બહેન કે ભાઈ કે પછી પપ્પા પણ હોઈ શકે …જે તમને જોઇને તમારી મનોદશા પામી જાય અને વહાલથી પૂછે કે શું થયું બેટા ??? કે દોસ્ત ?? હા આ વ્યક્તિ એક દોસ્ત પણ હોઈ શકે …અને એક એવી દોસ્તી જે તમારી પીડાને વણજોયે પામી જાય …અને જયારે તમને તેની સૌથી વધારે યાદ આવે ત્યારે જ તેનો સામેથી ફોન આવે કે તે તમને મળવા આવે કે મેસેજ આવે ..અને તમારું હૈયું કહે હા તને ખબર છે કે મારે અત્યારે તારી જરૂર છે અને મારી જરૂર હોય ત્યારે તું હાજર થઇ જાય …..
તમે માનો કે ના માનો આ એક દૈવી સંબંધ કહી શકો …એ વ્યક્તિ આપણાથી માઈલો દૂર હોય પણ પણ આપણી વ્યથા એને હલબલાવી નાખે …એને ટેલીપથી કહો તો પણ ચાલે …દરેકના જીવનમાં એવી એક વ્યક્તિ તો હોય જ છે ….આ વ્યક્તિ સાથે તમે તમારી જાતને છુપાવી નથી શકતા …તમારા તમામ રાઝ તેને નિસંકોચ જણાવી દો છો ..કેમકે તમને અંદર દિલમાં વિશ્વાસ છે કે આ વ્યક્તિ તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડે અને આ વાત તેના સુધી જ સીમિત રહેશે …અને ખરેખર એ વ્યક્તિ એવી જ હોય છે અને તે સૌના રહસ્યો પોતાનામાં ધરબી રાખે છે ..આને આપણે આપણો સેફટી વાલ્વ કહી શકીએ કેમ ???
એ વ્યક્તિ આવી બની શકી છે કેમકે એને દુનિયામાં ક્યારેય એવી વ્યક્તિની જરૂર પડી હોય છે …ક્યારેક ખોટી વ્યક્તિ પર ભરોસો મુકીને એના જીવનમાં કોઈ મોટું નુકસાન પણ વેઠવાનું આવ્યું હોય ..તેથી તે કોઈને તેના વિશ્વાસનો ભંગ થયા વગર એની વાત સાંભળી લેતો હોય છે …તે વ્યક્તિના દુઃખને પોતાના અનુભવોને આધારે સમજી શકે છે અને પોતે કરેલા ઉપાયો માંથી યોગ્ય ઉપાય એ વ્યક્તિના વ્યક્તિત્વને અનુરૂપ હોય એવા સુઝાડી પણ શકે છે ….
પણ એક એ પણ સત્ય હોય છે કે આવી વ્યક્તિ આપણને કદાચ સારા સમયમાં ઓછી યાદ આવે છે અને ખરાબ સમયમાં સૌથી પહેલી યાદ આવે છે …એ વ્યક્તિ એ વાતને સમજે છે જાણે છે પણ ક્યારેય જતાવતી નથી એનું એક કારણ છે કે દુઃખનો સમય એવો હોય છે જયારે સૌથી નજીકની વ્યક્તિ જ યાદ આવે અને તમે એને સૌથી નજીકની ગણો છો એ વાતનો એને એહસાસ હોય છે ….
સૌથી મોંઘી જણસ હોય છે આવી વ્યક્તિ જો તમારા જીવનમાં હોય તો ……એને જોયા વગર મળ્યા વગર પણ વિશ્વાસ કરવાનું મન થાય એવી ….
હા, મારા જીવનમાં એવી વ્યક્તિઓ છે ….અને એથી વધારે તો હું ઘણાના જીવનની એવી વ્યક્તિ છું એ વાત મને માનવી તરીકે સંતોષ આપે છે ….કદાચ કોઈ મને છેહ આપે તો એનો મને અફસોસ નથી થતો પણ સામેની વ્યક્તિ જ દુખી થાય છે ….
સૌથી અગત્યની વાત તો એ છે કે આવી વ્યક્તિ આપણા ઓળખાણ કે ગ્રુપ ની ભાગ્યે જ હોય છે …એ આપણા સૌથી અલગ હોય છે અને કોઈને ઓળખે નહીં એ પણ હોય ..તેથી એના થી આપણને કોઈ ભય ના હોય અને તે પણ તમને જે સલાહ આપે એ પૂર્વગ્રહરહિત અને સચોટ જ હોય છે …..
હા સાચી દોસ્તી નિભાવતા આ દોસ્તો કોઈ ઉપકાર પણ નથી જતાવતાં પણ એ અધિકાર આપી દે છે ….મારા એવા બે દોસ્ત છે બેઉ મારાથી નાના પણ અનુભવ અને દુનિયાની વિશાળ અનુભવી અને જાણકાર …સલામ દોસ્ત !!!!!!

Advertisements

4 thoughts on “સલામ દોસ્ત !!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s