એ જીવન છે……


ફરી એક વાર આ સુંદર ઈ મૈલ મારા ઇન બોક્ષમાંથી મળી આવ્યો , આ અજાણ્યા કવિને શત શત અભિનંદન …બહુ ઓછા શબ્દોમાં માનવજીવનનું સુંદર ચિત્ર રચવા માટે ………..
સં બંધના મોતિ પરોવી રાખજો ,
વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો ,
અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત બનીને રહો ,
પણ તમારા દોસ્તો ની યાદીમાં,
એક નામ અમારું પણ રાખજો !!

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે ,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે ,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ ,
કોઈકના પગલા કાયમ માટે યાદ રહી જાય છે !!

પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ ,
લોકો પ્રેમને પાપ કહે તો છે ,
પણ કોણ એવું છે જે આ પાપ નથી કરતુ ?

ઝીંદગી મળવી એ નસીબની વાત છે
મોત મળવું એ સમયની વાત છે
પણ મોત પછી પણ કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે ..

પાનખરમાં વસંત થવું મને ગમે છે ,
યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે ,
આંખ ભીની તો કાયમ રહે છે ,
તો પણ કોઈના માટે હસતા રહેવું ગમે છે .

મોકલું છું મીઠીયાદ ક્યાંક સાચવી રાખજો ,
મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો ,
તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો .

જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે ,
જે નામ જુર હોય તે જ કરવું પડે છે ,
રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત ,
ક્યારેક લોકોને બતાવવા માટે પણ હસવું પડે છે . . .

આંસુ સુકાયા પછી જે મળવા આવે …
એ સંબંધ છે…, ને…
આંસુ પેહેલા મળવા આવે ….,
એ પ્રેમ છે……
દરેક ઘર નું સરનામું તો હોય …પણ….
… ગમતા સરનામે ઘર બની જાય …..
એ જીવન છે……

Advertisements

5 thoughts on “એ જીવન છે……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s