” યહાં કે હમ સિકંદર …..”


ઘણી વાર વિચાર્યું કે આ વિષય પર લખવું છે અને લખવા બેસું ત્યારે કોઈ બીજો વિષય હાથમાં આવે અને એના વિષે લખવાનું વિસરી જવાય …પણ કાલે રાત્રે ઓઢણીને છેડે ગાંઠ વાળી અને આજે યાદ આવી જ ગયું …..થોડા સમય પહેલા દૂર દર્શન જેને લોકો દુખદર્શન પણ કહે છે એના પર એક સીરીયલ ચાલુ થઇ છે …”યહાં કે હમ સિકંદર …”આમતો હવે લોકોને સ્ટાર ચેનલ ઝી ચેનલની આબોહવા માફક આવી છે તો બદલાવ પોસાય નહિ …અને આપણા ઘરમાં તો એ માહોલ હોય નહીં કે સરસ કપડા કે ઘરેણાનો શો રૂમ બનીને ફરી શકાય …એટલે એ છુપી તૃષા છુપાવવાનું માધ્યમ …હવે મામીના છોકરાના લગ્નમાં કઈ સાડી કેવા ઘરેણા અને કેવી ચોળીની સિલાઈ કરાવવી એ બધાની રેડીરેકનર જેવી સીરીયલ …કોઈકને ત્યાં રહેવા જાઉં તો જોવાની તક મળે પણ મારા પોતાના ઘરમાં એ સાસ બહુનો અડ્ડો નથી …એટલે ઘણી વાર સીરીયલપ્રેમી મારે ઘેર રહેવા આવવાનું ટાળે પણ ખરા …અને જયારે એમના ઘેર જવું પડે ત્યારે એ સીરીયલ જોવાની મને સજા પણ કરે !!!! હહાહાહા ….
ખેર આ બધા વચ્ચે જે મેં નામ દીધું એ તાઝી હવાના ઝોકા જેવી સીરીયલ છે …બુધ અને ગુરુવારે રાત્રે સાઢા નવે આવે …બિજનૌર નામના નાનકડા શહેરની એક શાળા અને એના વિદ્યાર્થીઓની વાત છે …કોઈ જ ઝાકઝમાળ વગર ખુબ જ પ્રાકૃતિક રીતે એનું સીરીયલકરણ થયેલું છે …અને મુખ્ય વાત ટીન એજ ના અગિયારમાં ધોરણના બાળકોની વાત છે …રાધે ધનિક શાળાની વિદ્યાર્થીનીને બહુ પસંદ કરે છે પણ આયેશાનો દોસ્ત છે …એ લોકોના સંપર્કો પ્રેમ કહાની જેવા નહીં પણ દોસ્તીના ઢબે દર્શાવાયા છે …અલી નામનું એક પાત્ર બોક્ષિન્ગમાં ચેમ્પિયન થવા માંગે છે પણ ઘરના સંજોગો અવરોધ બને છે …બે વર્ષના ગેપ પછી ફરી ભણવાનું શરુ કરે છે ..આયેશા આપણી સાયના નહેવાલ બનવાની કાબિલિયત ધરાવે છે પણ એના પિતા એને બહારગામ રમવા મોકલવાની ના પાડે છે …અંતે ઘીના ઠામમાં ઘી પડે છે પણ એ કશ્મકશ ખુબ જોવા લાયક છે ..કે આ વયના વિદ્યાર્થીઓ કેવા નિરાશ થયા છે !!!એક સમીર છે જે લાયબ્રેરીની લેડી ટીચર પાછળ લટ્ટુ છે અને લાયબ્રેરીમાં જવાના બહાના શોધ્યા કરે છે …સ્કુલ પણ ખરેખર કોઈ ભભકા વગરની અને પાત્રો પણ …એમાં શરૂઆતમાં આવતી કવિતા અને અંતે આવતું વાક્ય ખુબ ખુબ પ્રેરણાત્મક છે ….ખુલ્લી ગટર સાથે એકદમ સરસ નેચરલ ફિલ્માંકન કાબિલેદાદ છે ….
અને એના ટીચર પણ એક થી એક નમુના જેવા…આપણે હજી પણ નાના ગામ કે કસ્બા માં જોવા મળે એવા ..પણ સોનાની રેખ જેવા સેમ્યુઅલ સરનું પાત્ર ટોમ ઓલ્તર ભજવે છે …દરેક પ્રતિભાવાન વિદ્યાર્થીને સંજોગો સામે લડીને મક્કમ મને સામનો કરીને ધીરજ થી સંજોગો નો સામનો કરતા શીખવાડે …પ્રશ્નો ઉકેલવામાં સદાય તત્પર …….એ ભલે સ્કુલની વાર્તા છે પણ આપણે ક્યારેય આ જિંદગીની શાળાના વિદ્યાર્થી તરીકે બાકાત રહ્યા છે ખરા ???!!! ડગલે અને પગલે સમસ્યા અને ક્યાંક આપણા સેમ્યુઅલ સર આપણા પુસ્તકો કે દોસ્તો કે પરિવારજનો પણ !!! પરીક્ષા પહેલા લેવાય જાય અને માર્ક્સની કોઈ કદર ના હોય …એમાં પાસ થનાર જિંદગીમાં ફેલ હોય અને નાપાસ થનાર ક્યારેક જિંદગીનો જંગ જીતી જાય ……..એક વાર બે એપિસોડ જરૂર જોવા લાયક છે ….જરા તાઝી હવાના ઝોકા જેવા ….કેટલીય છુપાયેલી પ્રતિભા હશે જે ફલક પર આવતા પહેલા જ અકાળે ઓલવાઈ ગયી હશે એ વિચારીને મન થોડું દુખી થાય …
હજીય મને એ સ્કૂલમાંથી ઘણું શીખવા મળે છે …જિંદગી વિષે …અને ભલે આપણું કોઈ બહુ મોટું નામ કે ઓળખ ના હોય તોય જે બેફિકરીથી જિંદગી જીવવાની મજા છે તે જોઇને એક વાર તો મન કહે જ છે કે …” યહાં કે હમ સિકંદર …..”

Advertisements

One thought on “” યહાં કે હમ સિકંદર …..”

  1. પ્રિતિબહેન
    અમારે ત્યાં તો માત્ર દુખદર્શન સોરી દુરદર્શન જ આવે છે. આપે સજેસ્ટ કર્યું એટલે હું આજે કવિતાને કહીશ આ સીરીયલ જોવાનું.

    ખરેખર બધા શહેનશાહ છીએ એટલે તો કોઈ કોઈની કહુમત સ્વીકારી નથી શકતું. જો બધા સમજે કે હું શહેનશાહ તેમ સામેની વ્યક્તિએ શહેનશાહ છે તો કશો ઝઘડો રહે નહી.

    અમારે ત્યાં આવજો – દુર દર્શન સીવાય કશું આવતુ નથી અને ટીવી મોટા ભાગે બંધ હોય. હા બગીચાને પાણી પાવાની સજા ભોગવવાની તૈયારી રાખવાની 🙂

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s