પારકી પંચાત …..


પારકી પંચાત …..
બહુ ચવાયેલો ચગેલો વિષય …એને મોઢામોઢ બધા વખોડે પણ બધાને એ કરવામાં બહુ મજા આવે છે …એમાં પણ કોઈ ખાસ વ્યક્તિ બધાના નિશાન પર હોય છે ..એ તમારો બોસ હોય ,કે પડોસી જે તમારા કરતા કારકિર્દી -લાયકાત -હોદ્દા -નાણાકીય રીતે આગળ હોય ,જે ખરેખર એને લાયક હોય ,જે વ્યક્તિ રહસ્યમય હોય એવી ઘણી કક્ષા હોય છે એમાં ….પણ કોઈ વાર સાંભળેલી વાત અને પ્રત્યક્ષ અનુભવ તદ્દન જુદો હોય એ શક્ય છે ….
પુરુષો અને સ્ત્રીઓ માટે પંચાતનો પણ પોતાનો એક અલગ અલગ ભૌગોલિક વિસ્તાર હોય છે ..ઓફીસ નો લંચ સમય અને ઓફીસ ટેબલ એમાં હોટ ફેવરીટ ..અને વિષયોનું વૈવિધ્ય જેમકે ઘણા લોકો આંતરરાષ્ટ્રીય કક્ષાની વાતો કરે જેમકે ઓબામાએ ફલાણું ડીસીજન સાચું લીધું અને મનમોહનસિંઘે ચીનને છૂટો દોર આપ્યો ,એવું બધું …કે પછી દેશના સળગતા વિષયો ,કે પછી રાજ્ય ની ,કોલેજની ,શાળાની ,તહેવારની અને સૌથી રસપ્રદ હોય તો લેટેસ્ટ ફિલ્મ કે બોલીવુડની ગપશપ ….એમાં સમસ્યા પણ હોય કે ઉકેલ હોય …જયારે ક્રિકેટ હોય ત્યારે તો એવું લાગે કે સચિનની જગ્યાએ આ ભાઈ બેટિંગ કરવા ગયા હોત તો કદાચ ત્રણ સદી મારી આવ્યા હોત ….એના માટે મસ્ત જગ્યા ચાની કીટલી કે પાનનો ગલ્લો હોટફેવરીટ ગણી શકાય …અને સમય પણ ફિક્ષ …રાત્રે વાળું કર્યા પછી ….
સ્ત્રી માટે બપોરનો સમય સૌથી ફેવરીટ અને ઓટલો ફેવરીટ જગ્યા ….એમાં સીરીઅલમાં આવતી કથા : આજકાલ તો સાથીયા વગેરે નામ સાંભળીયે છે …કે સાડી કે ઘરેણા …કે પછી પાપડી કરવી કે વેફર ,આવેલા કે ગયેલા મહેમાનોની ખામી ખૂબી ,પડોસમાં કોઈ કોલેજ જતી કન્યા અને એના અફેર વિષે વાત કરવાની મજા આવે ….કે પછી સાસુ વહુ ની કુથલી કથા સૌથી રસપ્રદ હોય …સાસુ માં નો ફેવરીટ સમય તે મંદિર જઈને ઓટલા પર બેસીને …પછી સાસુ વહુ પોતાના જુદા જુદા સમય એડજસ્ટ કરી લે હો !!!!
એમાં સૌથી વધારે મજા તો ત્યારે આવે જયારે કોઈ ફેરિયો સાડી કે ડ્રેસ કે બીજું કૈક લઈને આવે …એક બીજાને બોલાવે ,ભાવ કરાવે ,પછી એક જણ એક વસ્તુ લે તો બીજી પોતે ચડિયાતી દેખાવા બે ખરીદ કરે …ફેરિયો જતો રહે પણ મહિલામંડળ જરા મોડું વિખરાય ..અને પછી અનુભવોની અદલબદલ પણ થાય …કોઈ વાર ફ્લેટ ની મુખ્ય ટાંકીનું પાણી ખલાસ થયું હોય કે કૈક મોટરનો પ્રોબ્લેમ હોય તો પણ બધા ભેગા ……અને પછી કેટલા લગ્નમાં જવાનું છે ,શું પહેરવું પડશે ,સામે સ્ટેટસ કેવું છે …ફલાણી બેન તો આવી છે ને એવું કર્યું એવી ગુસપુસ પરસ્પર વિરોધી દળોનો પ્રિય વિષય …..એમાં જો દાળ ના ગળી તો ખાસ !!!
આવી બધી પંચાતો કરવા માટે કેટલાક આયોજન પણ થાય જેમકે સોસાયટીમાં ગણપતિ કે નવરાત્રી ઉત્સવ …બિચારો કોઈ ભાગ ના લે તો એને છોલી નાખે ..અને આપણે સાંભળીયે તો લાગે કે એ માણસ પણ પોતાના વિષે આટલું ભાગ્યે જ જાણતો હશે અને કદાચ એની જન્મદાત્રી માં પણ એ વિષે અજાણ હશે …ઘણા લોકોનો આવી પંચાત એ શોખ હોય છે ..અને જે લોકો આવી પંચાત પરિષદમાં ના જોડાય એવા લોકોને એ સમાજ વિરોધી તત્વો તરીકે ગણાવતા અચકાતા નથી ….
આવા લોકોને પોતાના શબ્દોની પણ ઘણી વાર કીમત નથી હોતી ..એમને જુઠું બોલતા કે બદલાયી જતા પણ જરાય વાર નથી લાગતી…એમની વિશ્વસનીયતા શૂન્ય થઇ જાય છે અને બીજી નિર્દોષ વ્યક્તિ પર અવારનવાર વાર કરતી આવી વ્યક્તિ પોતેજ સમ્માન ગુમાવી દે છે ….આવા લોકોનો તમને અને મને ઘણો અનુભવ થયો હશે ..સગા ,દોસ્તો કે પાસ પડોશ કે ઓફીસ કે કામની જગ્યા પર ….આવા લોકોને હું લાડ થી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે સોસાયટીનું નામ કહી દઉં છું …
આવી પંચાત કોઈ વાર મનોરંજન ખાતર સાંભળવાની મજા પણ આવે …લોકોનું ચારિત્ર્ય સમજાય છે આમાંથી …અને ઘણી બધી વાર તો આપણને ઘણું બધું જાણવા પણ મળે છે …પણ એમાંથી ગ્રાહ્ય કયું કે કયું નહીં એ આપણી સમજ પર આધાર રાખે છે …
આપણા બાળકો પણ શાળા કોલેજમાં પોતાના ગ્રુપ માં આ કરે છે પણ એને એ લોકો આધુનિક રીતે ગોસીપ તરીકે ઓળખે છે ..અને કહે છે કે એનાથી માનસિક તાણ માંથી પણ મુક્તિ મળે છે …એમાં સ્પોર્ટ્સ ,ભણવાની નવી કારકિર્દી અને એને લગતી કોલેજ કે સંસ્થા ..વય પ્રમાણે ફિલ્મ્સ કે કાર્ટુન..ફેશન …આ ગોસીપ બધાને એક બીજાની નજીક આવવાનો આ મોકો છે …..
કોઈક વાર આવી ખોટી પંચાતને લીધે નિર્દોષ લોકોના જીવ નો પણ ભોગ લઇ લેવાય છે …જે જરાય પણ ક્ષમ્ય નથી અને એક નૈતિક ગુનો છે …કોઈ વિષે કશી ખરાબ બાબત જો ખબર પડે તો સત્ય તપાસ્યા વિનાજ પોતાના તરફ થી મીઠું મરચું ભભરાવી મસાલેદાર વાતો બનાવતા લોકોથી દૂર રહેવામાં જ હિત હોય છે …
હું જરા ઓછું જ ભળી શકું છું ..પણ લોકો અવારનવાર મને મારા વિષે વાત કરે તો આશ્ચર્ય થાય કે એમનું નેટવર્ક ક્યાંથી શરુ થાય છે …બારણા ના કી હોલ થી પણ હોઈ શકે ..કાન માંડવાની આદત ??!! હાહા ..મજાક છે પણ થોડી સાચી પણ છે …….હું શું પહેરું છું તે સૌ જાણે…ખુબ સાદી છું એ પણ જાણે ….સૌ એક વાત કરે કે હું ઘરની બહાર નથી નીકળતી …પણ હું અહીં આ રીતે લખું છું એ કોઈ નથી જાણતું…મારા બાજુવાળા પડોસી પણ નહીં …..અને હું જણાવતી પણ નથી …….
કેમકે કોઈ પણ વાત કરવા માટે માત્ર પોતાની જ નહિ સામે વાળા માણસની પણ વાત સમજી શકવાની યોગ્યતા જોવી જરૂરી છે ……..ખરુંને ???
આ બહાને મેં પણ પંચાતીયા લોકોની પંચાતના પ્રકારોની પંચાત કરી લીધી કેમ ??? અને હા તમારા બધા પાસે પણ હજી ઘણા પ્રકારો હશે જે કદાચ અહીં સામેલ ના હોય ……હહાહાહાહાહાહા ….

Advertisements

3 thoughts on “પારકી પંચાત …..

 1. પંચાત વિશે રસપ્રદ લેખ,

  પારકી શબ્દ છે એટલે કહેવાનું મન થાય કે:

  મુજમે રામ તુજમે રામ – સબમે રામ સમાયા હે
  કરલો સભીકો પ્યાર જગતમેં કોઈ નહીં પરાયા હે

  પંચાત માટે પારકા કે પરાયા શબ્દ બરાબર છે પણ ભાવ / પ્રેમ / લાગણી / સ્નેહ / હેત / મિત્રતા / આત્મિયતા માટે તો કોઈ પરાયું નથી.

  તમારું શું કહેવું છે – પ્રિતિબહેન?

  Like

 2. ભાવ / પ્રેમ / લાગણી / સ્નેહ / હેત / મિત્રતા / આત્મિયતા
  aa shabdo aave tyare parka sau potana thai jaay chhe emni saathe lohi ni sagaai hoy ke na hoy pan aa vastune jindagima khara arthma samjavi ane utarvi e sau mate shaky nathi …sau kach na ghar ma rahe toy bijana ghar par paththar fekvanu chukta nathi ….
  ane ninda ras sauno priy vishay hoy chhe …..jem charity begins at home hoy chhe em panchatni sharuaatma sau potanu ghar chhodi ne j vaat kare chhe ….
  pan prem thi saune jiti levay chhe e saty chhe atul bhai …
  I totally agree wid u …

  Like

 3. પંચાત માટે સરસ વાત કહી આપે.
  જયારે કોઈ આવી વાતોએ વળગે ત્યારે હું હંમેશા ત્યાંથી ખસી જવાનું રાખું છું. મને બધા અતડી, અભિમાની એવા ઘણા નામોથી ઓળખે છે.
  સાથે એક વાત જરૂર કહીશ કે જો મીડિયા આવી પંચાત માં ના પડતું હોત તો આપણને દુનિયામાં કયા ખૂણે શું બની રહ્યું છે તેની જરા સરખી પણ જાણ ના હોત. આખરે મીડિયા પણ પંચાતીયું જ ને!!! 😉

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s