દિવસ નાનો અને વેશ ઝાઝા…


મેં એક વર્તમાનપત્રમાં એક હાસ્ય લેખ વાંચ્યો ..એમાં શરદકે શિયાળાની ઋતુ માટે એક નાજુક ખૂણો જોયો …કવિઓ કેટલી કવિતા લખે છે ચોમાસા માટે પણ શિયાળા માટે કેમ કોઈ લખતું નથી …..??? વાત તો સાચી છે અને ફરિયાદ પણ સાચી છે …પણ મને લાગે છે કે જયારે હું સમાચાર વાંચું કે લેહ લડાખમાં ઉષ્ણતામાન માઈનસ ૨૫ કે ચાલીસ સુધી જતું રહ્યું છે ત્યારે મને અહીં બેઠા બેઠા એક કંપારી છૂટી જાય છે …..તો કવિતા તો ક્યાં સુઝે ??? આવી કદાચ બધાની હાલત થતી હશે નહીં ??? બીજું શિયાળામાં સૌ એક વિશિષ્ટ પ્રવૃત્તિ કરે છે આરોગવાની …આરોગ્યને નામે ભારેખમ ઘી થી લથપથ વસાણા, ખજુર અને સુકામેવા ની રંગત ,રંગબેરંગી શાકભાજી , સલાડ ખાવામાં અને પેલી ભાજીઓનું તો શું કહેવું ??? સવારે મોર્નિંગ વોક માટે જતા બગીચાની બહાર વેચતા પેલા વિવિધ પ્રકારના રસોનો સ્વાદ !!!અને મહિલા વર્ગ એક વિશિષ્ટ હથિયાર સજાવીને સુરજના કુમળા તડકામાં બેસી રહે છે …એજ તો ચાકુ ,નાઈફ,છુરી …પેલા વટાણા અને તુવેર,,પાપડી ,વાલોળ ને વાતોના વડા કરતા કરતા છોલવાની મજા ….પેલા ફુલાવર અને વટાણા ફોલતાં તંદુરસ્ત ઈયળોનું બહાર આવવું ..એને છોડા માં પકડી ફેંકવાની મજા તો શિયાળામાં જ આવે ને !!!! એય ને પછી અઠવાડિયા માં બે વાર પાઉં ભાજી ,ને વળી લીલવાની કચોરી અને પેલું ઊંધિયું ભૂલી જવાય ???? સુરતી પાપડી અને રતાળુની પૂરી ખાવાની મજા …તાજી મેથીના ભજીયા સાથે જથ્થાબંધ મેથી લઈને એની સુકવણી ,આદુની સુકવણી , પેલા ચોખા સાબુદાણાની સુકવણી ની મોસમ ,ચોખા અને તેલ ભરવાની મોસમ હજીય ગુજરાતી ઘરો માં યથાવત છે ….ગાય ભેંસ બકરીને પણ કેટલી મજા પડે ..કેટલા છોડા ભેગા મળે ખાવા માટે …અને મિજબાની હોય કોઈ તો એંઠવાડ પણ વેરાઈટીવાળો હોય ….
અને પેલી મજા ભૂલી ગયા …નહીં નહાવાની !!! ઠંડા પાણી માં વાસણ કપડા કરતા ધ્રુજવાનું ,પેલા જુના કે નવા સ્વેટરની સાથે મફલર સ્કાર્ફ વીટીને ફરવાનું , સવારે મોર્નિંગ વોક પર જવાનું , ધુમ્મસની મજા માણવાની, અને જયારે સવારની સ્કુલ હોય ત્યારે બહુ ઠંડીમાં મોમાંથી ધુમાડા કાઢવાના !!!! સૂરજ દાદાને બી ઠંડી લાગે એટલે મોડા ઉઠે અને વહેલા વહેલા જતા રહે …એમને ઊંઘ વધારે આવે …અને ચાંદાને ઓવર ટાઈમ થાય ……પણ એમને તાપણાની હુંફ મળે ખરી …અને રાતને ય હાશકારો મળે …પેલા મનેખ અને પશુ પંખી વહેલા જંપી જાય …પેલા હરાયા ઢોરની જેમ ફર્યા કરતા મનુષ્યો એયને ધાબળા વીંટીને ગોટમોટ પડ્યા હોય ટીવી ના રીમોટને સહેલાવતા ……ચાંદ અને તારા એયને પકડદાવ રમ્યા કરે …અને વાદળ વળી ક્યારેક મહેમાન બને પણ ખરા ….
સૌથી વધારે તો એક સંવાદ સંભળાય માં નો …બેટા ઉઠ હવે હમણાં રીક્ષા આવી જશે સ્કુલ જવાનું છે કે નહીં …અને પછી નહાયા વગર બપોરે નહાવાની પ્રોમિસ સાથે સ્કુલે રવાના …પછી ગલુડિયા પાછળ દોડે રીક્ષામાંથી ઉતરીને એક જ રંગના સ્વેટરમાં વીટાયેલા આ બાલરાજાઓને જોવાની મજા જ જુદી છે …અને શિયાળો એટલે તો પીકનીકની મોસમ …દરેક સ્કૂલમાંથી કોલેજ માંથી વિવિધ સ્થળોની પીકનીક જાય …..નહીં તો શહેરના જોવાલાયક સ્થળો કે બગીચાની મુલાકાતો લેવાય ..ડીસેમ્બરમાં બચેલી કેજ્યુઅલ લીવ લઈને ઘેર સુસ્તાવાની મજા ….પાછા ક્રિસમસ ની કેક તો હોય જ ને !!!! પછી આવે ઉત્તરાયણ પતંગ લઈને અને તલશીંગની ચીકી લઈને ,બોર અને શેરડીની મેહફીલ લઈને …..
એકબીજાથી થોડા નજીક આવવાની મોસમ …ઠંડીને લીધે થોડા કરીબ થઈને હુંફ મેળવવાની મોસમ ……
હવે તમે જ કહો અહીં કવિતા લખવાનો સમય મળે ???? જિંદગીમાં કેટલોક સમય એવો હોય જે માત્ર અને માત્ર ભરપુર માણવાનો હોય કૈક પણ બીજું કર્યા વગર …..કહે છે આખા વર્ષનું સ્વાસ્થ્ય શિયાળામાં ભેગું કરાય એમ માનસિક સ્વાસ્થ્યનું પણ હોય જ ને !!!
દિવસ નાનો અને વેશ ઝાઝા ,આવ્યો શિયાળો તમને બનાવવા રાજા !!!

Advertisements

2 thoughts on “દિવસ નાનો અને વેશ ઝાઝા…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s