તો પસ્તાવા નો પાડ માનીએ …….!!!!!!!!!!!!!


હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે ,પાપી તેમાં ડૂબકી લઈને પુણ્યશાળી બને છે !!!!!
પસ્તાવો ….એક એવી અનુભૂતિ જેનાથી કોઈ પણ મનુષ્ય વંચિત નથી ….તમે કબુલ કરો કે ના કરો પણ એક એહસાસ જે હમેશા થાય તો છે જ …..પસ્તાવાનો સીધો સંબંધ ભૂલ કે ગુના સાથે હોય છે ..એક ગુન્હાહિત લાગણી …..
કેટલી બાબતો છે કે જે તમને પસ્તાવાની લાગણી આપી જતી હશે …કોઈ ખોટી સોબત ,કોઈ ખોટી નોકરી ,કોઈ સાથે કરેલી ગેરવર્તણુક ,કોઈ નિર્દોષને કરેલો અન્યાય ,કોઈ બેગુનાહને કરેલી સજા ,કોઈનું દિલ દુભવ્યું હોય ,કોઈનું દિલ તોડ્યું હોય ,કોઈનો સહારો છીનવી લીધો હોય,કોઈ ખોટી વ્યક્તિ સાથે લગ્ન થઇ ગયું હોય જે આપણા વિચાર સાથે ક્યારેય તર્કસંગત ના નીવડે !! …..કેટકેટલી બાબતો હોઈ શકે …અને દરેક વસ્તુ જે ખોટી થઇ હોઈ એ કદાચ કોઈ આવેશમાં થઇ હોય અથવા એ સમયના ચોક્કસ બિંદુ પર એના સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ જ ના હોય ……મોટા ભાગે તો આવેશ કારણભૂત હોય છે …
આપણે મનુષ્ય છીએ અને આપણી આસપાસની ઘણી વસ્તુઓ ,વ્યક્તિઓ કે વાતાવરણ આપણા નિર્ણયો પર અસર કરે છે ….તમારી પાસે બે લાખ રૂપિયા છે ,તમે એમાંથી તમારી દીકરીના લગ્ન કરી શકો અથવા તો દીકરાને અમેરિકા મોકલી શકો …તમે દીકરાને અમેરિકા મોકલો છો …દીકરીને એની લાયકાત કરતા ઓછું યોગ્ય સાસરું મળે છે અને તમે પરણાવી દો છો ..દીકરો ભણીને ત્યાંની કન્યાને પરણી જાય છે અને તમારી સામે જોતો નથી ….દીકરી દુખી થાય છે …નિર્ણય તમારો હતો પણ તમને પસ્તાવો થાય છે કે આવા કુપાત્ર પુત્રને બદલે દીકરી માટે કૈક કર્યું હોત તો યોગ્ય હોત ….આતો ઉદાહરણ જ છે …
આવા પસ્તાવાનો કોઈ અર્થ નથી …કેમકે સમયની ઘડિયાળના કાંટા ક્યારેય આપણે પાછા નહીં વળી શકીએ અને એક વાત બીજી કે આપણે કોઈનું ભાગ્ય પણ ના બદલી શકીએ ..પણ હા સંતાનના ઉછેરમાં જો યોગ્ય સમયે યોગ્ય ધ્યાન અને સંસ્કાર આપ્યા હોય તો એ ઘડી ટાળી શકાય ..દીકરી દુખી છે પણ જો એને કોઈ હુન્નર શીખવ્યો હોય કે ભણાવી હોય તો એ પોતાના પગભર થઇ શકે અને દુઃખ દુર કરી શકે ….
પણ કોઈનું ખરાબ થયું હોય કે કર્યું હોય તો આત્મ ડંખે એ સ્વાભાવિક હોય છે ..ભલે માણસ એને કબુલ કરે કે ના કરે ….પસ્તાવો કરવાનો સૌથી સરળ રસ્તો છે કે સામા વ્યક્તિની દિલથી માફી માંગવી …એને જો કોઈ જરૂર હોય તો મદદરૂપ થવું ….કે કોઈ એના જેવા નિસહાય લોકોને પણ મદદ કરી શકો ….
પસ્તાવો વ્યક્તિના દિલનો કચરો ધોઈ નાખે છે ..મનને નિષ્પાપ બનાવે છે …અને જેનું મન ચોખ્ખું હોય તેના વિચારો હમેશા આદર્શ જ બને અને બીજી ભૂલ થતી અટકે પણ ખરી …ગુનો અને ભૂલ દિમાગ કરે છે પણ પસ્તાવો હમેશા દિલ કરે છે …દિલ એ આપણા આત્માનો અરીસો છે અને અરીસો જેમ કદી જુઠું ના બોલે એમ આત્મા પણ દિલ પણ કદી આપણું ખરાબ ના જ કરી શકે …જો તમને પસ્તાવો થાય તો તેને કબૂલી લેવો હિતાવહ છે …એ વ્યક્તિથી દૂર ભાગવાને બદલે એની સામે જઈને ઉભું રહેવું એ બહાદુરી છે ..અને જો એ કૈક ખોટું અજુગતું વર્તન કરે તો તેને સજા સમજીને સહન કરી લેવું એ સાચી રીત છે ….
ક્યારેક મારા અંગત સ્વજનો ના ચાહતા પણ મને અન્યાય કરી દે તો હું એટલું જ વિચારું કે એમના સંજોગોને અધીન થઈને એમણે આવું કર્યું હશે ..અને મારા વર્તન માં હું કોઈ મોટો બદલાવ નથી લાવતી …થોડા સમય માટે થોડી ખટાશ આવી જાય પણ સમય બધા ઘાવ રૂઝવી દે અને ફરી યથાવત સંબંધ થઇ જાય છે …..એટલે આપણે આપણું પોતાનું વર્તન એવું રાખવું જોઈએ કે જે તકવાદી ના હોય ..એથી એક ફાયદો તો થાય છે કે તમે લોકોની વિશ્વસનીયતા ગુમાવતા નથી …..અને જો તમે પ્રમાણિક પણે ભૂલ કબુલ કરો તો કદાચ સામે વાળો વ્યક્તિ પસ્તાય અને કહે ખરેખર તો મારે પણ આવું નહોતું કરવું જોઈતું !!! સંબંધોની સાચી ગરિમા આ સમજમાં જ હોય છે ….
ખ્રિસ્તીઓમાં ચર્ચમાં એક કન્ફેશન બોક્ષ હોય છે જ્યાં તમે પાદરી સમક્ષ તમારી ભૂલ કબૂલીને પસ્તાવો કરી શકો ….તમે તમારા આદ્યદેવ સમક્ષ આવું કરી શકો ….જે વ્યક્તિ જે ખરેખર તમારી હિતેચ્છુ હોય એની સામે કબુલાત કરી શકો અને એ વ્યક્તિ તમને ભૂલ સુધારવાનો રસ્તો બતાવી શકે છે …જો કઈ જ ના થઇ શકે પણ તમારું અંતરમન કહેતું હોય કે આ ભૂલ છે તો એક કોરા કાગળ પર લખીને તમારું દિલ હલકું કરી શકાય …..
માણસ માણસ છે એટલે જ ભૂલો થવાને અવકાશ મળે છે …ભૂલ કરીને પસ્તાવો કરવો એ મનુષ્યત્વની ગરિમા છે …અને ભૂલ સુધારી લેવી એ સાચા માણસની ઓળખ છે …ભૂલ કરીને બેસી ના રહો પણ એનો પસ્તાવો થવા દો એ ખોટું નથી ..એની કબુલાત પણ ભલે કેટલાક લોકો હાસ્યાસ્પદ બનાવી દે પણ એક હિંમતનું કામ છે …અને ભૂલો ને સુધારતા સુધારતા તો આપણે આટલું આધુનિક જીવન જીવવાને લાયક બન્યા છે એ કેમ ભૂલી શકાય ???!!! અણુની શક્તિ એ સૌથી મોટી શોધ હતી પણ જાપાનના અણુવિસ્ફોટ એ ભૂલ હતી ….અને વિશ્વશાંતિની હિમાયત એ પસ્તાવાનું એક સ્વરૂપ છે ….
તો પસ્તાવા નો પાડ માનીએ કે તેના થકી આપણે મનુષ્ય રહી શક્યા છીએ …..!!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s