સાંજે રાહુલ આવવાના છે !!!!


શર્યા …
બસ એમ જ આજે બેઠી છે ..બપોર થઇ ગયી ..ઘરકામ પણ પતી ગયું …..આજે શુક્રવાર થઇ ગયો ..કાલે શનિવાર છે …આજે ત્રીસ ડીસેમ્બર અને કાલે એકત્રીસ થઇ જશે …સમય દોડી ને જતો રહે છે કે ઉડીને ખબર નથી પડી આ સાલ ……
એને યુવાનીના કેટલાક સપના યાદ આવવા માંડ્યા …હું આમ કરીશ હું તેમ કરીશ …હું આ બનીશ અને મારી જિંદગી આ રીતે જ હશે ..પણ જિંદગીની શેતરંજમાં એની ચાલ ક્યાં ખબર પડે છે ??? ધાર્યું કરવા માટે ખુબ હિંમત જોઈએ અને ખાસ તો પહેલો વિરોધ કદાચ ઘરમાંથી હોય ત્યારે ખાસ …..જૈમીન એનો પહેલો પ્રેમ હતો કે પહેલી દોસ્તી ખબર ના પડી ….પણ હા એની સાથે રહેવું ખુબ ગમતું …શર્યા ગંભીર અને જૈમીન એનાથી તદ્દન ઊંધો…બક બક નો મસાલા પાંવ…એને એક અલાયદું નામ શર્યાએ આપેલું ….શર્યા કોઈ જોડે ખુલતી નહીં …પણ જૈમીન સાથે એવું નહોતું …એણે કહેલું ..જૈમીન મારે લગ્ન નથી કરવા …કેમકે હું લગ્ન માટે બની જ નથી …મારી આંખો અઢળક સપના જુએ છે …અને એ સપના સમજીને એનો સહભાગી બને એવી વ્યક્તિ મુશ્કેલ છે અને જો મળે તો પણ એનું જીવન મારા સ્વપ્નને સમર્પિત થાય એ મને મંજુર નહીં હોય ….હા એક દોસ્ત તરીકે સાથ મળે એટલું બહુ પણ અણીશુધ્ધ દોસ્તી અને પણ એક સ્ત્રી અને પુરુષની હોય એ સમજવું થોડું મુશ્કેલ છે ….આ સમાજ માટે ….
જૈમીન કહેતો તારું સ્વપ્ન તો બોલ !!! ત્યારે શર્યા કહેતી હજી તો સ્વપ્ન ચાલુ છે …એને પૂરું થવા દે ……શર્યા એક કોલેજમાં લેકચરર બની ગઈ …એ પણ એટલે કે એને પુસ્તકોનો સાથ મળે …તેનું વાંચન વૈવિધ્ય અને વિષયોનું ફલક ખુબ વિશાળ હતું ….એમાં એને નીલ મળી ગયો …છેલ્લા વર્ષમાં ભણે …એના કોઈ લેકચર ના છોડે ..એને કૈક અનોખું આકર્ષણ હતું આ શર્યા મેડમનું ….એ શર્યાની નજીક જવાનો પ્રયત્ન કરતો પણ સફળ નહોતો થતો ….શર્યાએ સમજાવીને નીલને પાછો વાળ્યો…

માં બાપ પણ  શર્યાને સમજાવીને થાકી ગયા અને કમને એને એકલા જીવવાની સંમતિ આપી દીધી …ભાઈ ભાભીના સંસારમાં કોઈ અડચણના થાય એટલે એણે કોલેજના ક્વાર્ટરમાં રહેવું મુનાસીબ માન્યું ….દિવસ કોલેજમાં રાત પુસ્તકોની સાથે ગુજારવા લાગી …
એક વખત દિવાળીનો સમય હતો ..એના માં બાપ અને ભાઈ ભાભી કશે ફરવા ગયેલા ..અને કાળી ચૌદસને દિવસે શર્યાને અચાનક તાવ આવ્યો …ખુબ તાવ ..એક ક્રોસીનથી કશું ના વળ્યું …દવાખાના પણ બંધ લગભગ ..એક હોસ્પિટલમાં ગયી ..તેને તાત્કાલિક એડમીટ કરી દીધી …ત્રણ દિવસ ત્યાં રહી ..ડોક્ટર રાહુલની સારવાર ચાલતી હતી ….તેમણે નોંધ્યું કે શર્યાને મળવા કોઈ આવતું નહોતું અને તે સાથેની બેગમાંથી પુસ્તક વાંચ્યા કરતી …માહિતી પરથી ખબર પડી કે તે વ્યાખ્યાતા હતી …પણ ખપ પુરતું બોલતી આ છોકરી અજાણતા જ એમના મનમાં વસી ગયી …રજા મળી ત્યારે તેઓ એને તેના ક્વાર્ટર સુધી ડ્રોપ કરી ગયા ….પછી એક દોસ્ત તરીકે તેઓ એની જિંદગીમાં સામેલ પણ થઇ ગયા ….શર્યાને તેઓ પસંદ પણ પડ્યા ….શર્યા જાણતી હતી કે ડોક્ટર રાહુલને એક ત્રણ વર્ષની દીકરી હતી અને તેમની પત્ની કેન્સરમાં મૃત્યુ પામેલી …..બેઉ જણ સ્વેચ્છાએ લગ્નગ્રંથીથી જોડાઈ ગયા …સાદગીથી …શર્યા કે રાહુલના માં બાપને કોઈ વાંધો પણ ના હતો અને રાહુલની દીકરી જુહી જયારે માત્ર અઠવાડિયા પહેલા લગ્ન કરીને ગયી ત્યારે કોઈને પણ ના લાગ્યું ખુદ જુહીને પણ નહીં કે શર્યા એ તેને જન્મ નથી આપ્યો ….
બસ હવે નિરાંત ના દિવસોમાં પેલા સ્વપ્નો સળવળી ઉઠ્યા ….એક તદ્દન સચોટ તસ્વીર સામે હતી હવે ….શર્યા એકલી ભારત ભ્રમણ કરવા માંગતી હતી ..એ ભારતની વિવિધતાને કલમબંદ કરવા માગતી હતી …એને નાના ગામને જોવા નહીં પણ જીવવા પણ હતા ….તેને જિંદગીને નજીક થી સમજવી હતી …પણ હવે સંસારમાં રહીને એ શક્ય નહોતું લાગતું …કંઈ નહીં સ્વપ્ન જોવાની કોઈ કિંમત નથી હોતી તેમ વિચારી એ બેસી રહી ….
એને કોલેજ તરફથી એક પત્ર મળ્યો…એને ખોલતા જ એના ચેહરા પર એક આશ્ચર્ય ઉભરી આવ્યું ..તેના સંશોધન માટે તેની યુનીવર્સીટી અને જર્મનીની એક શિક્ષણ સંસ્થાએ તેને સ્પોન્સર કરી હતી …અને તેના સંશોધન માટે દરેક રાજ્યની સંલગ્ન કોલેજો સાથે તેની વ્યવસ્થા અને ગાઈડ પણ આપ્યા હતા …શર્યા માટે આ આશ્ચર્ય હતું …સાંજે રાહુલ ઘેર આવ્યા ત્યારે ખુબ ખુશ હતા ….તેમણે એક નાની ડાયરી બેગમાંથી કાઢી …એ શર્યાની જ હતી ..અને એના પાના દેખાડ્યા જ્યાં શર્યાએ પોતાના સ્વપ્નો સંતાડી દીધા હતા …ડોક્ટર રાહુલે જ આ વ્યવસ્થા કરી હતી …છ મહિનાની જહેમત પછી …..
શર્યાને બાહુપાશમાં લઈને રાહુલે ફક્ત એટલું જ કહ્યું …દરેક વ્યક્તિને પોતાના અલાયદા સ્વપ્ન જીવવાનો અધિકાર હોય છે …અને તારા જેવી વ્યક્તિને તો ખાસ જેના સ્વપ્નો જ જુદા હોય !!! તું અમારા માટે બહુ જીવી …હવે તારા પોતા માટે જીવ …હું સમય કાઢીને આવતો રહીશ ..લે આ તારી ફ્લાઈટની ટીકીટો ….કાલે બપોરની છે !!!!!!!!!!
આજે એ વાતને એક વર્ષ પૂરું થયું હતું ..આજે સાંજે રાહુલ આવવાના છે !!!!

Advertisements

2 thoughts on “સાંજે રાહુલ આવવાના છે !!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s