થીજી ગયેલા શિયાળામાં એક ઈતિહાસ …


શિયાળા નામના ફ્રીઝરમાં સમય જામી જતો નથી લાગતો ? દિવસ ટૂંટિયું વાળીને પડ્યો રહે અને રાત રજાઈ ઓઢીને સુઈ જાય .રજાઈ ઓઢેલી રાતની ઊંઘ વહેલી ના ઉડે અને પેલો પરાણે ઉઠેલો સૂરજ આંખો ચોળતો આવે એટલે ધુમ્મસિયો દેખાય …એટલે ઠંડીને પણ ઠુમકા મારવાની મજા પડી જાય નહીં ???
આ પ્રકૃતિ પણ મજાક કરે છે !!!હિમાલયના પહાડોની ટોચે બરફની ટોપી પહેરાવે અને ધરતીને શ્વેત બરફની ચાદર ઓઢાડે ..અને જાણે એને ગેસ કે વીજળીનું બીલ ભરવું પડતું હોય એમ વાદળમાંથી પીગળ્યા વગર બરફના કણો જ ફેંકાયા કરે !!!એટલે તો સાન્તા ક્લોઝને પણ સ્લેજ ગાડી ચલાવીને આવવું પડે …
આપણને પણ જિંદગીમાં આવા શિયાળાની જરૂર નથી લાગતી???સૂરજને થીજાવવો છે .સમયને થીજાવવો છે . અંધારા અજવાળા ,બરફ કે આગ સાથે ઘડિયાળના કાંટાને કોઈ લેવા દેવા નથી હોતી ..એતો બસ દિવસ રાત જોયા વગર ગોળ ગોળ ફરતો રહે છે અને આપણને ફેરવ્યા કરે છે .
આજની અત્યારની પળ ભૂતકાળ બનવા થનગને છે અને ભવિષ્યમાંથી ધક્કામુક્કી કરીને આગળ આવેલી બળુકી પળ વર્તમાનના કપડા પહેરી ઉભી રહે છે .શું આજ એ ચોવીસ કલાકની મેહમાન હોય છે ખરી ??? ના એ એક દિવસ નહીં પણ એક સેકંડ જ હોય છે …આપણે હસ્તરેખાઓમાં જેને શોધ્યા કરીએ છીએ એ સમયના ફ્રીઝમાં થીજેલો ભવિષ્યકાળ છે ..આપણે હમેશા ફરિયાદ કરીએ છીએ કે આપણે જિંદગીથી કંટાળેલા છીએ ,સુખ આપણને હાથતાળી આપી છટકી જાય છે .પણ શું એ સાચું છે ખરું ??? આકાશના તારાઓ શું ત્યાં બેઠા બેઠા આપણા જીવનને ફેરવી શકે ખરા ???ફક્ત એક જ સત્ય છે કે :વર્તમાનના તણખલાથી પીગળતી ભવિષ્યની કોઈ પળ સમય પહેલા જોઈ અને અનુભવી નથી શકાતી ….
આ જ એક મોટામાં મોટું વરદાન છે કે આપણે ભવિષ્યને જોઈ શકતા નથી જાણી શકતા નથી …જો આપણને હસ્તરેખાઓ કે કુંડળી માંથી મૃત્યુ સુધીનો રસ્તો કે વળાંકો દેખાઈ જતા હોત તો જેમ સસ્પેન્સ નોવેલનું છેલ્લું પાનું વાંચી લઈએ અને આખા પુસ્તકમાંથી રસ ઉડી જાય એમ જિંદગીથી માત્ર કંટાળો જ આવે .એ રહસ્યો આપણને જીવાડી જાય છે .અને ખરા અર્થમાં આપણે જીવંત રહી શકીએ છીએ .આપણે સ્વાભાવિક જીવન જીવી શકીએ છીએ .
બીજું એક અમુલ્ય વરદાન છે કે આપણે સામી વ્યક્તિનું મન વાંચી શકતા નથી .જો મનની ભૂમિ પર ચાલતા વિચારો વાંચી શકતા હોત તો હથિયારો ઓછા પડત ..સંબંધ એક અવિશ્વસનીય લાયકાત ધરાવતો હોત ..ક્યારેક આવનાર સમયથી આપણે સંતાઈ જવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે સંજોગ આપણું ગળું પકડીને એની સામે આપણને ઉભા કરી દે છે ..અને આપણે એનો સામનો કરવો જ પડે છે ..હાર કે જીત હોય પણ એક પરિણામ તો ભોગવવું જ પડે છે .
ભવિષ્યના બરફના ગોળાને ક્યારેક રમી લો ..ક્યારેક ખાંડની ચાશનીના રંગ બેરંગી શરબતમાં ઝબકોળી ચૂસકી પણ લો .કોઈ વાર થોડો ભૂકો કોઈના શર્ટના પાછલા ગળેથી સરકાવી થોડું નચાવી લો ..આ બધી પરિસ્થિતિઓની ચિનગારીમાં સળગીને પળો નું પાણી બનશે ..એનું વાદળ પણ રચાશે અને પછી એ સ્મૃતિઓના વરસાદમાં પલળવાની મજા જ કઈ ઓર હશે !!!!
ભૂતકાળના દરિયા તરફ વહેતો આ વર્તમાનનો પ્રવાહ ભવિષ્યની હિમશીલાઓમાંથી આવે છે અને હિમશીલાનો છેલ્લો અણુ વહી જાય ત્યાં પ્રવાહનું પૂર્ણવિરામ આવે છે અને જીવનનું પૂર્ણવિરામ આવી જાય છે ..એ ભૂતકાળના દરિયામાં પ્રત્યેક મનુષ્યનો એક ઈતિહાસ રચાઈ જાય છે .થીજી ગયેલા શિયાળામાં એક ઈતિહાસ સંતાયેલો હોય છે ……

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s