હમસફર….


સુહાસ પચીસેક વર્ષનો હેન્ડસમ યુવક ન્યુજલપાઈગુડી થી દિલ્હી જતી ગુવાહાટી એક્ષ્પ્રેસના ફર્સ્ટ ક્લાસની પોતાની સીટ પર ગોઠવાયો .પરમદિવસે સવારે દિલ્હી આવશે ..પોતાનો સામાન સેટ કરીને બેઠો .ચાર જણની બોગીમાં માત્ર બે જણ જ હતા .સામે એક પિસ્તાલીસ વર્ષેકની મહિલા હતી ….સુહાસે ધ્યાનથી જોયું તો જીન્સ અને ખાદીના કુર્તામાં નવી સ્ટાઈલના ચશ્માંમાં ખુબ જાજરમાન લાગતી હતી . સરસ દુબળું પાતળું શરીર હતું ….ચેહરા પર સરસ આભા કહેતી હતી કે તે ઓર્ડીનરી મહિલા નહીં જ હોય …કશું પણ બોલ્યા વગર બેઉ જણ પોતપોતાની સીટ પર પથારી કરી સુઈ ગયા …સવારે પેલી મહિલા સૂર્યોદય થાય એ પહેલા વહેલી ઉઠીને નિત્યક્રમ પરવારી ગયી …પણ સીટ પર ના દેખાઈ …સુહાસ ટોઇલેટ પાસે ગયો ત્યારે એ મહિલા કેમેરા લઈને ખુલ્લે દરવાજે પ્રકૃતિને કેદ કરી રહી હતી …ટ્રેન અહીં થોડી ધીમી જ ચાલતી હતી એ એને કદાચ ખબર હશે ..હસીને ગૂડ મોર્નિંગ કહી સુહાસ પોતાની જગ્યા એ પાછો ફર્યો તો પેન્ટ્રીનો કર્મચારી આવીને બે કપ કોફી અને ચાર વેજીટેબલ સેન્ડવીચ મૂકી ગયો …એને આશ્ચર્ય થયું ..પણ ત્યાં જ પેલી મહિલા અંદર આવીને કહ્યું મેં જ મંગાવ્યું હતું …તમે લો …થોડી વારે સુહાસે લેપટોપ પર પોતાના પ્રેઝન્ટેશનનું કામ શરુ કર્યું …પેલી મહિલા બારી બહાર સદંતર જોતી હતી …એને આ મહિલા કૈક અજબ લાગી ..ક્યારેક એના ચેહરા પર સ્મિત ફરકી જતું તો ક્યારેક એ બહુ ધ્યાન થી કશું જોતી રહેતી ..
બે કલાક પછી સુહાસે લેપટોપ બંદ કર્યું …હાઈ કહીને નામ પૂછ્યું તો જવાબ મળ્યો … માધુરી શહાણે… ….થોડી થોડી વારે તે દરવાજા પાસે જઈ ફોટા પાડતી…સુહાસે પોતાની પાસે થી થોડી બુક્સ કાઢી એ બધી સુમનની હતી ..તેની ફેવરીટ લેખિકા …એની ચોપડી શરુ કર્યા પછી પૂરી કરીને જ ઉઠતો …ચાહે આખી રાત કેમ ના જતી રહે !!! માધુરીને તેણે એક બુક ઓફર કરી ..તો તેણે નાં પાડી… તે પોતે પડેલા ફોટાના એડીટીંગમાં પડી ગયી ..પેન્ટ્રીકાર વાળા ભાઈ લંચનું પૂછવા આવ્યા તો માધુરીએ ના કહી …સુહાસે ચાઇનીઝ મંગાવ્યું …..લંચ વખતે માધુરીએ પોતાના ડબ્બામાંથી આગ્રહ કરીને ઢેબરા અને અથાણું ખવડાવ્યા …લંચ પછી સુહાસ આડો પાડીને વાંચતો હતો ..માધુરીએ ધીરે થી પૂછ્યું કે આપ આપનું લેપટોપ થોડી વાર માટે આપશો ??આ વખતે હું મારું લેપટોપ લાવતા ઉતાવળમાં ભૂલી ગયી છું …. મારે કેમેરામાંથી એણે કોમ્પ્યુટર થ્રુ ફોટોશોપમાં એડિટ કરીને મારી પેન ડ્રાઈવ અને સી ડી પર લેવા છે ….સુહાસે હા પાડી…માધુરી એની સીટ પર આવી …સ્ક્રીન પર એના ફોટા એક પછી એક આવવા માંડ્યા ત્યારે એ ચોંક્યો …ખુબ સુંદર ફોટા હતા …અને જયારે એણે ફોટોશોપમાં એડિટ કર્યા ત્યારે તો એક એક ફોટો માસ્ટરપીસ બનવા લાગ્યો ….છેલ્લે માધુરી એ એ ફોટા ડીલીટ કરવા કહ્યું તો સુહાસે ના પાડી ..કહ્યું આ ફોટા મારા કોમ્પ્યુટરમાં ભલે રહે ….તમારી યાદગીરી બહુ જ સુંદર છે …બેઉ હસી પડ્યા ….
પરિચય શરુ થયો …સુહાસે પોતાના કામ માટે વાત કરી …માધુરીને પૂછ્યું કે શું તે ફોટોગ્રાફર છે કે પત્રકાર ??? એનો ફોટોગ્રાફીનો શોખ ખરેખર સરસ છે …તો માધુરીએ કહ્યું કે આ શોખ નથી પણ ખાવા પીવા અને સુવા જેટલું વણાઈ ગયું છે …એ કોઈ પત્રકાર નથી ….
એણે સુમનની ચોપડી માટે પૂછ્યું કે તેણે શા માટે ગમે છે ??? તો સુહાસ ઉત્સાહથી કહેવા લાગ્યો …એની કલમમાં જિંદગી છે …તમારા જીવનના દરેક પ્રશ્નના સાહજિક જવાબો તેની પાસે હોય છે ….આપણને જાણે એવું લાગે કે આપણી જિંદગીના છુપાયેલા પાના ખુલે છે ..સુતેલી આશાઓ જાગે છે ….એને જિંદગીમાં એક વાર તો મળવું છે …બસ એને જોયા કરવી છે …એ કેવી રીતે આ બધું કરી શકે છે ??
એણે માધુરીને તેના જીવન માટે પૂછ્યું તો તેણે કહ્યું : હું એકલી રહું છું ..ગુજરાતના આણંદ શહેરમાં …..લગ્ન થયેલા પણ એડજસ્ટ ના થઇ શક્યા..એક પૈસાને સમર્પિત માણસ સાથે રહેવું થોડું મુશ્કેલ હતું તો શાંતિથી છુટા પડી ગયા ….એ અહીં દાર્જીલિંગમાં જ રહે છે ..ટી એસ્ટેટ ના માલિક છે ….એમની દીકરીના લગ્નમાં આવી હતી …..
સવારે દિલ્હી આવી ગયું …થોડા જાણેલા થોડા અજાણ્યા આ બે સહપ્રવાસી પોતાનો સામાન પેક કરીને બેઠા દિલ્હી સ્ટેશનની રાહ જોતા …માધુરીએ પોતાની હેન્ડ બેગમાંથી એક ચોપડી કાઢી અને ઉતરતી વખતે સુહાસને આપી …કહ્યું આ સુમનની નવી બૂક હવે બજારમાં આવશે એની પહેલી કોપી છે ….અને હાથ મિલાવી દૂર જતા કહ્યું હું …માધુરી છું જે સુમનના નામે લખું છું ….ઇટ્સ માય પ્લેઝર કે તમારી મુલાકાત થઇ ….
સુહાસ દૂર જતી સુમન અરે માધુરીને સ્તબ્ધ થઇ જોતો રહ્યો ………..જિંદગીની આ સૌથી સુંદર અને યાદગાર સફર હતી …જેને કરતા તો ખબર ના પડી પણ સફરને અંતે એક અદ્વિતીય ભેટ એની પાસે હતી …સુમનની યાદો ….હમસફર માધુરી !!!!

Advertisements

One thought on “હમસફર….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s