દોસ્તી , લવ, એટ્સેકટ્રા……


દોસ્તી , લવ, એટ્સેકટ્રા……
થોડુક નવી નવાઈનું લાગ્યુંને …..મેં એક પોસ્ટમાં એક સીરીઅલની વાત કરેલી ..યહાંકે હમ સિકંદર …એમાં એક ખુબ સુંદર સુવાક્ય છેલ્લે આવેલું : જિંદગી એક પુરાને મકાનકી તરહ હૈ ,વહી દીવારે ,વહી કોને ,વહી કમરે …હર એકકી એક જગહ હોતી હૈ જો બદલતી નહીં ..વહાં પડા સામાન ભી વહી રહેતા હૈ ..પર દોસ્ત ઉસમેં ખિડકીકી તરહ હોતે હૈ જહાંસે હમેશા તાઝી હવા ઔર રોશની મિલતી રહતી હૈ …..
કેટલું સચોટ અને સુંદર વાક્ય છે ….દરેક સંબંધ આપણને જન્મથી મળે છે ..સગા અને પાડોશી બદલી નથી શકાતા ..પણ દોસ્ત તો આપણે આપણી જાતે બનાવીએ છીએ અને દોસ્તી પણ નિભાવીએ છે …એમાં સ્વાર્થ ના હોય ….દોસ્ત માંગે તો જાન પણ હાજર ..ઘણું બધું જોયું વાંચ્યું અને સાંભળ્યું છે ….
આજે કશું કહેવું નથી ..ફક્ત થોડા ઉદાહરણ :
૧.નીના ..પાંચ વર્ષની ઉમરે અમારી ઓળખાણ થઇ ..પડોશમાં રહીને સાથે મોટા થયા ..એ સેન્ટ્રલ સ્કુલમાં ભણે અને હું ગીતા મંદિર ગુજરાતી માધ્યમમાં …એ ઉત્તરપ્રદેશની વતની..અને હું ગુજરાતની …હિન્દી ભાષા અમારી વચ્ચે વાતચીતની કડી …હું ગુજરાતી અને હિન્દી લગભગ સાથે જ લખતા વાંચતા બોલતા શીખી …એણે બી એસ સી કર્યું અને મેં એમ કોમ …મારાથી એક વર્ષ નાની …એના ગ્રેજ્યુએશન પછી એનું કુટુંબ અલાહાબાદ પાસે નૈનીમાં જતું રહ્યું …પણ એના માતાપિતા અને મારા માતા પિતાનો ફોન પર સંપર્ક ચાલુ રહ્યું ..મારે દીકરી જન્મી ત્યારે એના પતિ મારે ઘેર આવી એણે રમાડી ગયા …એક બીજાની ખબર મળતી રહેતી …એક દિવસ ફોન પર ફરી સંપર્ક ચાલુ થયો ..જયારે વાત કરીએ ત્યારે ભૂતકાળની પ્રીતિ અને નીના બનીને …આજે અમારી દોસ્તીના પિસ્તાલીસ વર્ષ ઉપર થઇ ગયા છે …હજી કોઈ ધૂળ નથી ચડી એ દોસ્તીના આયના પર …..આવી દાયકાઓ જૂની તાજી મહેક વાળી દોસ્તી હજી જીવે છે …
૨. પ્રેમ ..લવ ….એક દોસ્ત સોનલ કોલેજમાં ચાર વર્ષ ઉઠતા બેસતા સાથે રહ્યા ..એમ કોમના છેલ્લા છ મહિનામાં એણે પ્રેમ થયો ..અક્ષર કહીશ એને ..તે અમારાથી દૂર થઇ ગયી ..મળતી પણ બે મિનીટ વાત કરી જતી રહેતી અક્ષર સાથે …અમને ખોટું લાગ્યું …મારી બીજી બે દોસ્તોને પણ …અમે અમારા લગ્નમાં એને બોલાવાનું વિચાર્યું પણ નહીં ..મારા લગ્નના દોઢ વર્ષે અમારી એક કોમન દોસ્ત મળી ..સોનલ વિષે પૂછ્યું ..તો કહે એમ કોમ પછી એને બ્લડ કેન્સર થઇ ગયેલું …છ મહિના એ કોમામાં રહી …અક્ષર દરેક પળે એની સાથે જ રહ્યો ..એ દુનિયા છોડી ગઈ અને અક્ષર ભારત છોડી જતો રહ્યો ……પ્રેમ …લવ સાચો પડ્યો અને દોસ્તીનું માથું શરમથી ઝુકી ગયું …કહે છે ને ભવિષ્યની કોઈને ખબર નથી હોતી …સોનલે એની જિંદગીના છેલ્લા વર્ષમાં સાચો પ્રેમ મેળવ્યો …એનું સદભાગ્ય ……..પ્રેમ કહેવાની નહીં મેહસૂસ કરવાની વસ્તુ છે ….એકબીજાને પહેલી વાર મળીએ ,જોઈએ ..પછી દોસ્તી અને ક્યારેક હમસફર હમ કદમ બનીને જિંદગીભર સાથ નિભાવે એ પ્રેમ …એમાં લગ્નની શરત ના હોય ….
૩.એટ્સેકટ્રા ….એને સમજવું છે ???એના માટે ફેસબુકના સભ્ય બની જવું ….ત્યાં દોસ્ત ને જિંદગી ભર મળ્યા ના હોઈએ ..સ્ટેટસ લાઇક કરીને રીલેશનશીપ નિભાવાય …ચેટ પર વાતચીત કરીને કોઈ પ્રેમનો ભ્રમ પણ ઉભો કરાય …હવેની પેઢી બહુ ચતુર છે …એને રીલેશનશીપનું સોહામણું નામ આપે ..જે ખુબ સ્થિતિસ્થાપક હોય જેને પળમાં જોડી શકાય અને પળમાં થોડી પણ શકાય …ના ફાવે ત્યારે રીમુવ કરી દેવાય અને પાછું પેચ અપ પણ કરી લેવાય …અહીં દોસ્તોની સંખ્યા પર સ્ટેટ્સ સિમ્બોલ ગણાય …કોઈ પોતાના સંબંધની જાહેરાત કરી શકે અને તૂટવાની જાહેરાતથી કોઈ સંવેદનશીલ વ્યક્તિ આપઘાત પણ કરી શકે …..સિંગલ થી રીલેશનશીપ અને ફરી સિંગલ એ સાવ સામાન્ય વાત ગણાય …
હા પણ દૂર સુદૂર જતા રહેલા પોતાના સાચા દોસ્તોને મળવાનું એક માધ્યમ પણ ફેસબુક છે એ વાત સ્વીકારવી પડશે …..મારા વિખુટા પડેલા સ્નેહીજનોને મેં અહીં મેળવી લીધા …એમના ફોટા જોવાની મજા આવે ..એમને ભૂલ્યા વગર વર્ષગાંઠના અભિનંદન આપવાની મજા છે …..
પણ અહીં ફક્ત અને ફક્ત એકલતા છે …
એજ ઓરડો ,એજ દીવાલો ,એજ ખૂણા , એજ સામાન ,એજ કોમ્પ્યુટર ,એ જ કલ્પનાની ઉડાન ….ફક્ત એકલતા …
ચાલો આજે મારી દોસ્તને મળી આવું , સાથે ચા પીશું ,વાતો કરીશું ..અને પાછા ઘેર આવીશું …

Advertisements

6 thoughts on “દોસ્તી , લવ, એટ્સેકટ્રા……

 1. આપે દર્શાવેલ ત્રણ ઉદાહરણ માંથી પહેલા બે ખુબ જ ગમ્યા. જો આવા સંબંધો જીવનમાં બંધાઈ જાય તો ખરેખર જીવન જીવવા લાયક થઇ જાય છે. એવું લાગે કે જાણે જીવનમાં ઘણું બધું મેળવી લીધું. અને બીજી કોઈ આશા કે ઈચ્છા પણ રહેતી નથી. કદાચ દરેક વ્યક્તિને જીવનમાં આવા એકાદ સંબંધની અપેક્ષા રહેતી હશે.

  ફેસબુક નો ઉપયોગ ઘણો ઓછો કરું છું એટલે એના વિષે કંઈપણ વાત કરવી યોગ્ય નઈ ગણાય. 🙂

  Like

 2. પહેલાના જમાનામાં સ્ત્રી ઓટલે બેસી વાતો/પંચાત કરતી પણ હવે કોઈ ને તે ગમતું નથી અને જમાના સાથે બદલવું પડે એટલે આ ઈ-પંચાત માં સૌ જોડાઈ ગયા છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ આ બધી સોસીયલ સાઈટસના ફાયદા અને ગેરફાયદા બંને છે.

  Like

  1. pn ema manviy sparshno abhav vartay j chhe ..game tem ek jivata manasni hunf ane aa computer ane mobile ekla padi de chhe ….
   aa badhi vaato aapane tyare samjiye chhie jyare aapane sauthi door thai jaie chhie ane hunf ni jarur hoy chhe ….
   mara pahela udaharan ni dostno kaale sanje alahabadthi khare khar fon aavyo ane ene ek moti surgery karavi padi …pan ante e khub hansine chhuti padi ….

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s