પ્રાર્થના ….


ચાલો બે હાથ જોડો …
આંખો બંદ ….
ચાલો હવે ગાઓ :
ઓ ઈશ્વર ભજીયે તને ,મોટું છે તુજ નામ
ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ
હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ ………..
બાલવાડીથી સ્કુલ છૂટતી વખતે આ પ્રાર્થના અવશ્ય કરાવતા …..શરૂઆત પણ પ્રાર્થના થી થાય …શબ્દો સમજાતા નહિ પણ યાદ રાખીને આંખ બંદ રાખીને બે હાથ જોડીને કરતા જરૂર …ત્યારે આ પ્રાર્થનાની જરૂર જ નહોતી લાગતી..જિંદગીમાં જે કઈ પણ હતું તેનાથી ખુબ ખુશ હતા અને ક્યારેય વધારેની જરૂર લાગી જ નહોતી …તાવ ચઢે તો થોડી વાર સુઈ જવાનું અને થોડો ઓછો થાય એટલે રમતા રહેવાનું ….કેમકે બાળપણમાં ભગવાન આપણી સાથે જ રહેતા …
પણ આ પ્રાર્થના હવે આપણે કેટલા બધા કારણસર કરીએ છીએ !!!વ્યક્તિ વ્યક્તિ એ જરૂરત બદલાય અને પ્રાર્થના પણ ..શબ્દો પણ અને માનતા પણ ……સ્વાર્થ ભળી જાય છે ..પોતાના માટે ઘણું બધું માંગી લઈએ છીએ ….દેવ અને દેવ સ્થાનકો પણ જુદા જુદા …પણ પ્રાર્થનામાં માંગણી મુખ્ય …….શબ્દો જુદા ….
પણ એ આંખ બંદ કરીને હાથ જોડીને પ્રભુનું સાન્નિધ્ય ..એક અનુપમ પળ હોય છે ..ત્યાં પરમશક્તિ સાથે એક સંધાન હોય છે ….ત્યાં કપાળમાં મધ્યમાં જો ધ્યાન એકાગ્ર કરીએ તો એક તેજપુંજ દેખાય છે …અને જો એ દેખાય તો તમામ માંગણી ભૂલીને નતમસ્તક થઇ જવાય છે ..ત્યાં શબ્દો ગેરહાજર ,માંગણી ગેરહાજર પણ પરમશક્તિથી એક મુલાકાત થાય છે ….બહુ ઓછી વાર કદાચ એકાદ વાર પણ આ થાય તો એ માનવી ભાગ્યશાળી છે …..
મેં એક જગ્યા એ વાંચ્યું છે ..કે પ્રભુને ખબર જ હોય છે કે આપણને શું જરૂર છે ?? પણ એ માત્ર એ જ આપે છે જે આપણી માટે જરૂરી હોય છે …એ આપણી જિંદગી વિષે સર્વજ્ઞ જાણે છે એટલે એ યોગ્ય સમયની રાહ જોતો હોય છે અને આપણી માટે જો એ વસ્તુ નુકસાન કારક હોય તો એ આપતો જ નથી ….
અને આપણે પ્રભુને મનોમન જે કહીએ છીએ એ લખવાનું અર્થહીન છે ..
જયારે કહીએ ત્યારે નહીં પણ જરૂર હોય ત્યારે સમયસર હાજર થઇ જાય એ ઈશ્વર ……
આત્મા અને પરમાત્માના એકાકાર થવાની એ ઘડી એટલે પ્રાર્થના …
જો કોઈ વ્યક્તિ માટે નિસ્વાર્થપણે પ્રાર્થના કરવામાં આવે તો એ જરૂર કબુલ કરવામાં આવે છે …જ્યાં દવા કામ નથી આવતી ત્યાં દુઆ કામ કરી જાય છે …પ્રાર્થના એ આત્માનો અવાજ છે …..હું ભગવાન પાસે જાઉં ત્યારે ઘણી વાર કહું છું કે હું ભગવાન સાથે લડીશ કે મારું જીવન આવું કેમ ?? પણ મંદિરમાં પ્રવેશતા જ હું એ પવિત્ર વાતાવરણમાં બધું ભૂલી જાઉં છું અને ફક્ત એક જ વાત હોઠ પર રહે છે …માં ..તું મારી પડખે રહેજે …હમેશા !!!!!
એક એવી વસ્તુ જે જિંદગીમાં વિશ્વાસ ટકાવે છે એ છે પ્રાર્થના અને એ કરવા મંદિરો માં જવાની જરૂર નથી …નહાવા ધોવાની જરૂર નથી …માત્ર અણીશુધ્ધ મન રાખીને એક ચિત્તે કરી શકાય અને એનો પ્રભાવ અનુભવી શકાય છે …….

Advertisements

4 thoughts on “પ્રાર્થના ….

  1. સાચી વાત છે, પ્રાથના કરવા મંદિરમાં જવાની જરૂર નથી. ઘણા લોકોને ઓફિસમાં/દુકાનમાં જોયા છે કે એક વ્યક્તિ દીવા-અગરબતી કરીને અન્યને ધૂપ આપે છે ત્યારે લોકો પોતાના પગરખા ઉતારી ને ધૂપ લે પણ હાથ ગંદા હોય તે ન જોવે. કહ્રેખર તો મન શુદ્ધ રાખી પ્રાર્થના અને પૂજા કરી પછી અન્ય કઈ જરૂરી નથી.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s