હેપ્પી અને સેફ ઉત્તરાયણ !!!!


તમારા ઘરની આજુબાજુ ચીક્કી બનવાની સુગંધ આવી ??? મારે ત્યાં તો આવી ગયી ….અરે હું પતંગ …અને જેમ સત્યનારાયણ ભગવાનને શીરા નો નૈવૈદ્ય હોય એમ મારું નૈવૈદ્ય ચીક્કી ….તલ,શીંગ ,કોપરું ,સુકામેવા સાથે ખાંડ કે ગોળની ચાશની …અને પછી ગોળ વણીને ચોરસ કાપો …બહુ સીધી સાદી હોય પણ બનાવવાની એક કળા હોય ખાસ ….ચાલો પેલા ગૌરીબેનનો થેલો તપાસીએ !!!અરે એના ઘરમાંથી તો હું બોલું છું …જો રતાળુ દેખાયું ?? સુરતી પાપડી દેખાઈ ?? પેલા ડોલી રીંગણ અને શક્કરીયા પણ છે અને નાની બટાકીઓ …લીલા મૂછોવાળા લસણના ગુચ્છા અને ધાણાની ધમાલ …કાલે હવારના પહોરમાં મંડી પડશે ..તે ને ઊંધિયું ઊંધિયું ….પછી એમના વરને કહેશે ચાલો પેલી સત્યનારાયણની જલેબી લઇ આવો !! અને પૂરી …એ ફ્લેટમાં રહે છે એટલે મિત્ર મંડળ પરિવાર બધા એમને ઘેર એક દિવસના અને કોઈ કોઈ તો બે દિવસના મેહમાન બનશે ……આ ગૌરીબેન મને મળવા બહુ થોડી વાર આવશે અગાસી માં ..હા કાલે આવેલા અગાસીને ધોવા ….
હું પતંગ …
દરેક સાઈઝ ના દરેક રંગ માં મળતી ચોરસ કાગળની કલાકૃતિ ….આજે મારે ધાબે નથી ચડવાનું પણ ચાલો કેટલુક ધાબાની નીચે હોય એ દુનિયા જોઈએ ….છ મહિના થી કેટલાય લોકો આ પતંગ બનાવીને રોજી મેળવે છે ..ચીક્કીની જેમ પતંગ બનાવવા ની પણ એક કળા છે …એક અર્ધવર્તુળ વાંસની પાતળી લાકડી અને એક ઉભી લાકડીને પાતળા કાગળ સાથે જોડી આકાશને ભરી દેવાનો અભરખો એટલે દિવાળી પછીનો પહેલો મોટો તહેવાર !!! જેનું મહત્વ હમેશા હોય છે પણ આપણા ઘરની એ જગ્યા જેને કદાચ અવગણીએ છીએ એને અગાસી ધાબુ કે છત કહીએ એને ભરપુર પ્રેમ કરવાના દિવસો આ બે જ …ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ….પેલા બોર,જામફળ અને શેરડી વાળા દેખાય છે ???તૈયાર ચીક્કી અને ગૃહ ઉદ્યોગ ચલાવતી બેનોનો પાર્ટ ટાઈમ ઉદ્યોગ નોકરી કરતી મહિલાને આશીર્વાદ રૂપ ..એક ફોન કોલ અને ઘેર બનેલી ચીક્કી હાજર …ચાલો રસ્તા પર જઈએ …પેલા ભૂંગળા ,સીટી વેચતા ફેરિયાનો કર્કશ અવાજ પણ અકળાવશે નહીં આ દિવસમાં …અરે આપણે ત્યાં પણ બે ત્રણ આવી જશે …જુઓ આ સીઝનલ ધંધો કરનાર ફેરિયાઓ પાસે ટોપીની વેરાઈટી જોઈ …પેલી છત્રી વાળી ટોપી મારી પ્રિય …!!અરે મને તો બધી લેવાનું મન થઇ જાય …આ ટોપી પહેરવાનો અને પહેરાવવાનો દિવસ નહીં ??? પેલા માંઝા સૂતીને ગેરેંટી સાથે પાકા દોર વાળા ફેરિયા તો સાયકલના બે પૈડાનું યંત્ર બનાવી બેસી ગયા છે મહિના પહેલાથી …આ માંજો બનાવવાની પણ કળા હોય નહીં …કાચ લુગદી એવી રીતે ભેગી કરે કે કોઈ દોરો ખેંચનો હોય તો કોઈ ઢીલનો …એમને તો રાત્રે પણ રાતપાળી કરવી પડે બોલો !!!ચાલો હવે આ ચશ્માં વાળાને ત્યાં …શું ગોગલ્સ હોય છે જાત જાતના અને ભાત ભાતના …વટ પડી જાય …પેલા ફૂટ પાથ પર રહેતા ,ઝુંપડ પટ્ટીમાં રહેતા છોકરા ઓ ઝાંખરામાંથી ઝંડો બનાવામાં વ્યસ્ત છે ..કાલે રોડ પર આવેલી પતંગો લઈને વેચીની થોડી કમાણી થશે એમને પણ … જો આ મણીબેન છેને સાઠ કિલોનું વજન છે પણ કાલે ટાઈટ ટી શર્ટ અને જીન્સ પહેરીને પહોંચી જશે અગાશીમાં …એમનું કલેક્શન જુઓ અને કાલે એમના ફોટા પડાવશે ….
ચાલો હવે પાછા ગૌરી બેનના પેલા રૂમમાં જઈએ …ત્યાં એમનો દીકરો અને પતિ મંડી પડ્યા છે પતંગને કિન્યા બાંધવામાં ….માપસર કાણા પાડીને ગયા વરસના પડેલા દોરમાંથી કિન્યા બાંધતા એમને રાતના બે જરૂર વાગશે …..ફીરકી નું સ્ટેન્ડ શોધી લીધું છે …
જુઓ પેલા ડેક ,મ્યુજિક સીસ્ટમ અગાસીએ લઇ જવાની તૈયારી ગૌરીબેનનો ભાઈ કરી રહ્યો છે ….મ્યુજિક વગર તો મજા આવે ???અને સામેના ફ્લેટ વાળાએ તો ડી જે સીસ્ટમવાળાને બોલાવી લીધા છે …બે દિવસ ઢીંચક ઢીંચક…ઢીંચક ઢીંચક ….કાલે દાનમાં આપવાનું સીધું અને ઘૂઘરી ની તૈયારી કરવામાં ગૌરી બેન પણ આજે એક વાગ્યા સિવાય નહીં સુઈ શકે ……….
બસ આકાશને માણવાનો આ તહેવાર …એક બીજાની પતંગ કાપીને ખુશ થવાનો આ તહેવાર …..ગમે તે વયે પણ બાળક બનીને ચીસો અને બુમો પાડવાનો આ તહેવાર …તડકાને પ્રેમ કરવાનો આ તહેવાર ….પોતાની જિંદગીને પતંગની જેમ ઢીલ અને ખેંચ થી બેલેન્સ કરતા શીખવાનો આ તહેવાર …..અને મારા શહેર માં તો બેઉ રાત્રે દિવાળીની જેમ ધૂમ ફટાકડા ફોડવાનો આ તહેવાર ….મેહમાનોને આવકારવાનો આ તહેવાર …બોર જામફળ અને શેરડીનો આ તહેવાર …ઊંધિયું,જલેબી ,પૂરી અને ચીક્કી ખાવાનો આ તહેવાર !!!!!! સૂર્ય ની મકર વૃત્તથી કર્ક વૃત્ત તરફ ગતિ કરવાનો આ તહેવાર …..
આ મકરસંક્રાતિ ,લોહડી નો તહેવાર તમને બધાને મુબારક !!!!!!!
હેપ્પી અને સેફ ઉત્તરાયણ !!!!

Advertisements

2 thoughts on “હેપ્પી અને સેફ ઉત્તરાયણ !!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s