એ જ તો મને હમેશા ખુશ રાખે છે ….


બે દિવસમાં મને એક સવાલે બહુ પજવી …મારી ખુશીઓની સાઈઝ આટલી નાની નાની કેમ હોય છે ??? મારી હથેળીનું કદ આટલું નાનું કેમ છે ??? મને ક્યારેય સંતોષ કેમ નથી થતો ??? મને કેમ એક પળ નવરા બેસવું નથી ગમતું ???
ના ના આતો મજાક જ છે …પણ હા એક નાનકડી વાત કરવી છે : નાની સાઈઝની ખુશી માટે ……..કાલે સાંજે રાત્રે એક ધાબા પર બે કુતરા પણ પતંગ ચગાવતા લોકો સાથે આવેલા …એને જોવાની ખુબ મજા આવી ….એ લોકો શું વિચારતા હશે આપણે મનુષ્ય માટે એની રોચક કલ્પના પણ આવી ….અહીં કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં લક્ઝરી કારમાં બેસીને સરસ ડીનર લેવાની વાત નથી પણ તોય મન ખુશ થઇ ગયું ..અને આવી નાની ખુશી માટે હથેળી નાની હોય તો ચાલે પણ મન ખુબ મોટું હોય છે …અને મુખ પર છલકતા હાસ્યનું રહસ્ય તમારા સુધી સીમિત રહે છે ……
કાલે પતંગને વીંટાળેલા એક છાપાના કાગળમાં પૂર્તિ હતી બુધવારની ….એ રદ્દી કાગળમાં મને મળી પ્રખ્યાત શાયર જાવેદ અખ્તર સાહેબે એની પુત્રી ઝોયા અખ્તરને સંબોધીને લખેલી એક સુંદર નઝમ હતી ….સરળતાથી સમજાવેલું : જિંદગીમાં હમેશા બે રસ્તા મળે છે …એક સરળ હોય છે ..ત્યાં આપણી સાથે બધા લોકો હમેશા રહે છે …આપણે જે ઈચ્છા રાખી હોય તે બધું મળી પણ જાય છે ..પણ તોય આપણી ભીતરમાં એક અજંપો હમેશા હોય છે …અને એક અસંતોષની અભાવ ની લાગણી અંદર હોય છે …..બીજા રસ્તા પર હમેશા એકલા ચાલવું પડે છે …કોઈનો સાથ નથી મળતો …રસ્તા પર ધોમધખતો તડકો હોય છે ….મુશ્કેલીઓ પણ હમેહ્સા પીછો કરતી રહે છે …છતાં પણ એ રસ્તો આપણને એક સંતોષ આપે છે કેમકે એ રસ્તા પર આપણી મુલાકાત ખુદ આપણી સાથે થાય છે ….કોઈ અભાવ નથી લાગતો …કશું ના મળે તો પણ ………….
પસ્તીના પેપર પર છપાયેલી એક નાનકડી ખુશી …એ જ તો મને હમેશા ખુશ રાખે છે …..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s