અ લવ લેટર બાય જનરેશન નેક્સ્ટ ….


તારીખ :૧૫ /૦૧/૨૦૧૨
પ્રિય સખા ,
હા ,મને આમ પણ આ નામ ખુબ ગમે છે .કૃષ્ણ સુદામાને કહેતા એ વાંચેલું ત્યારથી ..દુનિયા માટે તું પ્રેરણા હોઈશ પણ મારી તો સખા જ …
તને પહેલી વાર જોયેલી ત્યારે તું તારી સખી સાથે કોઈ વાતે ખડખડાટ હસતી હતી .એ ખળ ખળ વહેતા ઝરણા જેવું હાસ્ય અને એનું લાસ્ય અદ્બુત હતું …એ દિવસે તારી પ્રથમ ઝલક જોઈ .મૃગનયની આંખો ,સુડોળ નાક ,ગુલાબની પાંખડી જેવા હોઠ ,,,દાડમની કળી જેવા દાંત ,સુરાહીદાર ગરદન અને આછો ગુલાબી ડ્રેસ…તું જાણે સ્વર્ગની કોઈ અપ્સરા લાગતી હતી ..અને સૌમાં શિરમોર કોકિલ કંઠ તારો ……
સાચું કહું ?? આ શૃંગારરસ વાળું વર્ણન કરતા થાકી ગયો …આ બધી ઉપમા ભેગી કરવા કેટલી બધી નવી પુરાણી હિરોઈનોના ફોટાના ક્લોઝ અપ ધ્યાનથી જોવા પડ્યા …ડીસ ગસ્તિંગ નો ???અને આમાંથી એક પણ વર્ણન તારા માટે ફીટ નથી બેસતું .તો પણ જસ્ટ તને ખુશ કરવા ટ્રાઈ કરવી પડે છે !!!! અને તોય તું ખુશ નહીં થાય એ ગેરેંટી ….મલ્ટીપ્લેક્ષ માં તારી સાથે રોમાન્ટિક મુવી જોવી મારી માટે સૌથી બોરિંગ …અને તને ઈંગ્લીશ મુવી ગમે નહિ એટલે તું નહીં આવે …પગે મચકોડ છે એટલે બાઈક પર જવાશે નહીં તો જસ્ટ ટાઈમ પાસ કરવા આ કૈક ઇનોવેટીવ કરવાનું મન થયું એટલે તને પત્ર લખ્યો …હવે એને સ્કેન કરી ઈમૈલ કરી દઉં છું ….
તારો બોરિંગ દોસ્ત યશસ્વી ………..
======================================================================
તારીખ :૧૭ /૦૧/૨૦૧૨
યશ ,
તારું સાચું બોલવું ગમ્યું .હું કોઈ પુસ્તકોના અવતરણ ટાંક્યા વગર કહું છું કે આ પત્ર લખવા જેટલો સમય તેં મારે માટે વિચાર્યું એ જ મારે માટે સૌથી મોટી રોમાન્ટિક ફિલિંગ કહીશ …વાઉ!!! બાકી આંગળીના ટેરવે થતા ફોર્વર્ડેડ એસ એમ એસ ..જસ્ટ બોરિંગ સમ ટાઈમ ….
હવે વિચાર આવે છે કે પહેલાના જમાનાના લોકોનો રોમાન્સ કેમ લોંગ લાસ્ટીંગ હશે ??!! પત્ર લખવો ,મોકલવો ,મેળવવો ,વાંચવો …એની રાહ જોવી …કેટલું અમેઝિંગ !!!! કોઈ ખૂણામાં કોઈ જોઈ ના જાય તેમ છુપાઈને વાંચવો …કોઈ જોઈ ના જાય એમ લખવો પણ પડે ..નોટ બુક માં છુપાવીને આપવાનો ….વિશ્વાસુ દોસ્ત સાથે મોકલવાનો …પકડાઈ જવાના ફફડાટ સાથે જીવવાનું …આ એસ એમ એસ તો લીમીટ થઇ જાય એટલે ડીલીટ કરવા પડે અને લેટર તો કાગળ ફાટી જાય ખોવાઈ જાય પણ લખાણ ના બદલાય !!!
ડુ યુ બીલીવ તારો લેટર મેં જુદા જુદા વીસ ટાઈમે કાઢીને વાંચ્યો !!! અને દરેક વખતે એહસાસ બદલાતો રહ્યો ….એન્ડ આઈ નો કે તું મારો લેટર સીરીઅસલી નહીં વાંચે ..ઉપર ઉપર થી વાંચી લેશે ..પણ સાચવીને તો મુકીશ જ ..તારા બુક રેક ના છેલ્લા ખાનામાં ….અને મહિના પછી કાઢીને વાંચીશ અથવા તો આપણે નહીં મળીએ ત્યારે મારી યાદ માં …..તારા બીજા પત્રનો ઇન્તઝાર રહેશે ….
==તારી સખા ….
=================================

Advertisements

4 thoughts on “અ લવ લેટર બાય જનરેશન નેક્સ્ટ ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s