આય એમ ઓલવેઝ હેપ્પી ….


એક સરખા દિવસ ….એક સરખા કલાક અને એક સરખી મીનીટો ……
ના ..એ જીવન નથી …કાલે એક સુવાક્ય વાંચ્યું ..આય એમ ઓલવેઝ હેપ્પી …..પહેલા થોડું વિચિત્ર લાગ્યું ..પણ પછી વિચાર્યું આ વિચાર આવે છે ત્યારે એ પળે કદાચ દુખની લાગણી તો નથી જ થતી …એટલે જ એ ખાલી વિચાર પણ કરીએ તો એક શરૂઆત ચોક્કસ થાય કે હું હમેશા ખુશ છું …એવું નથી હોતું તો પણ …આપણે દિવસની જે ક્ષણે આંખ ખોલીએ છીએ ત્યારે આપણે જયારે આ પથારી પર પાછા આવીશું તે કયો સમય હશે ?? તે ઘડીએ આપણો કયો મૂડ હશે ?? અને કદાચ આપણે બીજા ગામ જઈ પહોંચીએ અને રાતવાસો ત્યાં હોય એ પણ શક્યતા ખરી !!! સમય કદાચ વહેલો પણ હોય અને મોડો પણ હોય …ઘણી વાર એવું થાય છે કે બધું કામ પરવારી ,સ્વીચ બંધ કરી જેવી ઓશિકા પર માથું ટેકવું અને બેલ વાગે ..કોઈક મહેમાન હોય અને એની સાથે બે એક કલાક વાતોનો દોર ચાલે …કોઈ વાર દૂર દર્શન પર બહુ પ્રતીક્ષા હોય એવી ફિલ્મ આવવાની હોય, એ માટે તૈયારી કરી લીધી હોય પણ ફિલ્મ શરુ થાય અને એટલી બધી ઊંઘ ચડે કે ફિલ્મ જોવાનું છોડી સુઈ જઈએ …..કશું જ આપણું ધાર્યું ના હોય છતાય એવી લાગણી લગભગ થાય કે ચાલો દિવસ સારો ગયો …અને જો કૈક અણગમતું ના થયું હોય તો તે દિવસ સારો જ કહીએ ..આ એક કેળવવા જેવી આદત છે …અને ડાયરી લખતા ઘણા લોકો રોજિંદી ઘટના તો લખે છે પણ એના પર પોતાના દિલમાં ઉદભવેલા પ્રતિભાવને પ્રમાણિક પણે જગ્યા નથી આપતા ….મને હસમુખ ભાઈ ને મળવું જરાય નથી ગમતું અને તેમને મળવા જવું પડ્યું ….જવા દે દિવસ ખરાબ ગયો …પણ એ જ દિવસે તમને ઓફીસ માં સાવ ઓછું કામ હતું ..તમે દોસ્ત સાથે નાસ્તો કર્યો …તમારા સ્કુલના જુના સહાધ્યાયી સાથે ફોન પર વાત થઇ …અને તમારી પત્નીએ ઘેર વહેલા આવવા કહ્યું કેમ કે આજે એ તમારા ફેવરીટ મસાલા ઉત્તપા બનાવાની છે …આ બધી ઘટના જે તમને ખુશ કરી શકે એ બધી કેમ ભૂલી જાવ છો ????જો આ બધું યાદ કરી લો તો જરૂર કહેશો …યસ ..આય એમ હેપ્પી ટૂ ડે….
આ બધાનું કારણ એક જ કે જે યાદ રાખવાનું હોય તે યાદ રાખતા નથી અને જે તરત ભૂલી જવાનું હોય તે હમેશા યાદની ટોપલી માં સજાવી રાખો છો …ઘણી વાર મને મારા પતિદેવ કહે છે કે આ વ્યક્તિએ તારી સાથે કેટલું ખરાબ વર્તન કર્યું છે પણ તું એની સાથે કેમ સારી જ રહે છે ..ત્યારે એક વાત જરૂર કહું છું ..જયારે આપણે આ મુસીબત હતી ત્યારે આ વ્યક્તિએ સૌથી વધારે મદદ કરેલી અને એ વખતે આપણને ચિંતામુક્ત રાખેલા …એ સમય હું કેવી રીતે ભૂલું ?? અને તેણે આજે ખરાબ વર્તન કર્યું હશે તે સમય અને સંજોગને આધીન હશે ….મારું સારું વર્તન એને વધારે ખરાબ થતા તો અટકાવશે ..ત્યારે તેમને હસું આવે છે …એ મને ઈમપ્રેક્ટીકલ કહે છે …પણ મને કોઈ ભાર રહેતો નથી એટલે દિવસને અંતે એક સારી લાગણી સાથે સુઈ જતા સાથે જ ઊંઘ જાણે મારા ઓશીકે આવવાની રાહ જોતી હોય એમ તૂટી પડે છે ….ગાઢ નિદ્રા જેવું કોઈ સુખ નથી અને એવી ઊંઘ માટે એવો દિવસ જવો જોઈએ જે આપણને ખુશ રાખી શકે …..અને એ આપણા હાથમાં મહદ અંશે હોય છે …એક એવું વાક્ય કહું ??? જે આપણે બેહદ ખુશ હોઈએ કે બેહદ દુખી પણ ….
સમય માટે છે ::: આ સમય પણ વીતી જશે …….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s