એ શમા બખ્તાવર હતી ….


હું ઇનાયત શેખ ..આ શહેરનો અગ્રગણ્ય અખબારનો સહતંત્રી અને કોલમિસ્ટ ..મારા આ વ્યવસાયમાં હજી હું તેર વર્ષ જુનો છું ..પણ સાહિત્ય પ્રેમ મને “સુપ્રભાત ” અખબાર સુધી ખેંચી લાવ્યો ..એક જાણીતા લેખકે એક કોલમ લખવાનું બંદ કર્યું ત્યારે તંત્રીએ થોડા વખત માટે મને એ કોલમ લખવાનું સોંપ્યું ..અને મારામાં છુપાયેલો લેખક જાગી ગયો …એ કોલમે લોકપ્રિયતાના ઝંડા લગાવી દીધા ..અમારા અખબારનું વેચાણ લગાતાર વધતું જ ગયું …મને એ વર્ષનો શ્રેષ્ઠ કોલમિસ્ટનો પુરસ્કાર પણ મળ્યો ..
ત્યારે એક સિલસિલો ચાલુ થયો …રોજ એક ગુલાબી રંગનું કવર મને મળે ..એમાં કૈક એવું લખ્યું હોય કે તે બીજા દિવસે મારા લેખનો વિષય બની જાય ..એક મહિના બાદ મેં આની તપાસ શરુ કરી પણ એક કુરીઅર કંપનીમાં એક મૂંગો છોકરો પ્રી પૈડ રોકડ ચૂકવી આપી જતો હતો .એથી વધારે કોઈ માહિતી ના મળી શકી …મેં એ કવરના મોકલનારને શોધવા એની બુરાઈ અને કટાક્ષ ચાલુ કર્યા કોલમમાં ..પણ એની કોઈ અસર ના થઇ ..રોજ એક કવર ..પછી તો મને થયું જે હોય તે પણ એ મારો અજનબી મદદગાર છે તો ભલે ચાલે …
એક દિવસ એ સિલસિલો તૂટી ગયો …બે દિવસ પછી હું બેચેન થઇ ગયો …સાતમેં દિવસે તો મેં કોલમમાં ગુઝારીશ પણ કરી ..પણ એ સિલસિલો તૂટી ગયો …હું એક વર્ષ ચાલેલા આ સિલસિલાના તૂટવાથી બેચેન બની ગયો …
એક રાત્રે મારા પડોસી અને ખાસ દોસ્ત મોહમ્મદે મને કહ્યું કે મારા માસાજીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને મારી અમ્મી અને અબ્બા ત્યાં ગયા છે ..મારી આપા તબસ્સુમ અહીં લગભગ કલાક પછી આવશે …પણ ત્યાં સુધી તું મારા ઘેર મારી નાની બહેન શમાનું ધ્યાન રાખવા મારા ઘેર બેસ ..એ અત્યારે અંદર સુતી છે ..જાગે અને પાણી માંગે તો આપજે …ત્યાં સુધી માં આપા આવી જશે ….
હું મારું ઘર બંદ કરી ત્યાં બેઠો ..ટેબલ પર એક ડાયરી હતી ….એમાં ખુબસુરત નઝમો ,શાયરી અને ગઝલોનો જાણે ખજાનો નીકળી પડ્યો ….હું વાંચતો જ ગયો ..ત્યાં એક કોયલ જેવો નાજુક સ્વર અંદરના કમરામાંથી આવ્યો ..ભાઈ જાન થોડા પાની દેના તો !!! હું અંદર ગયો …પલંગ પર એક હાડપિંજર જેવી દુબળી એક સોળ વર્ષની છોકરી સુતી હતી ..પણ એની આંખોમાં એક ગજબનાક ચમક હતી ..એ કેમ જીવતી હતી એ જ પ્રશ્ન હતો …કોઈક ગેબી પ્રેરણા એને જીવતી રાખી રહી હતી ..એણે એક પ્રશ્નાર્થ સૂચક નઝરે એક મુક પ્રશ્ન કર્યો તો મેં હકીકત જણાવી …એક ચમકારા સાથે એણે ખુદાહાફીઝ કહી આંખ મીંચી દીધી ….
હું ફરી બહાર આવ્યો …એક ડાયરીની બાજુમાં એક ફાઈલ હતી …એના પેપર્સ જોતા લાગ્યું કે આ પેલી છોકરીના જ છે …નામ વાંચ્યું તો :શમા બખ્તાવર ….એને પાંચ વર્ષની ઉમરથી હૃદય રોગ હતો ..ડોકટરે એને ફક્ત છ મહિના ની મેહમાન કહી હતી એ હજીય જીવતી હતી એ ચમત્કાર જ હતો …કૈક તો હતું જે એને જીવિત રાખવા નિમિત્ત હતું …મેં ફરી એ ડાયરી લીધી ..અક્ષર જોતા ચોંક્યો …આ તો ગુલાબી કવરવાળા અક્ષર જ છે !!!! તો શું આ શમા જ હતી ?????એક ગુલાબી કવર સરી પડ્યું તેમાંથી …એક કાગળ લખેલો પણ પોસ્ટ નહોતો થયો મળ્યો …બસ એક આરઝુ છે ખુદા પાસે કે જેની કોલમે મને આટલા વર્ષ જીવાડી એના એક વાર દીદાર કરી શકું !! પછી ખુદાતાલાને મળવા જવામાં કોઈ ઝીઝક નહિ થાય ….
હું એ કવર લઇ ખીસામાં મુકવા જતો હતો અને આપા આવી ગયા …હું બહાર નીકળી ગયો ..એ રાત્રે હું સુઈ ના શક્યો …બે દિવસ પછી સવારે મોહમ્મદે કહ્યું એની બહેન ખુદાને પ્યારી થઇ ગયી ….એની આંખની ચમક યાદ આવી ..એની આરઝુ પૂરી થઇ હતી …
મેં એ ડાયરી દોસ્ત પાસે થી માંગી લીધી …એનું મેં પુસ્તક પ્રકાશિત કરી એને સાચી શ્રદ્ધાંજલિ આપી ….અને એ દિવસ પછી એ કોલમ લખવી છોડી દીધી ……
એ શમા બખ્તાવર હતી ….

===============================================

આ વાર્તા મારી હિન્દી વાર્તા જે મેં મારા હિન્દી બ્લોગ : જિંદગી જીયો હર પલ માં લઘુકથા વિભાગમાં લખેલી  શમા બખ્તાવરનો ગુજરાતી ભાવાનુવાદ છે …

Advertisements

One thought on “એ શમા બખ્તાવર હતી ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s