મુક્તિ …!!!!!


મુક્તિ …!!!!!
આ શબ્દ લખવાનો નહીં પણ એહસાસનો છે ..આ એવો શબ્દ છે જે એક લાગણીનો છે ….માતાના ગર્ભમાંથી નવ મહીને મુક્ત થઈને આવતો પહેલીવાર નો પરિચય …મુક્તિ ..અને આ શબ્દને સમજવા માટે જરૂરી છે એક શબ્દ બંધનની …આ પણ એક લાગણી જ છે …..બંધન વિના મુક્તિનો આનંદ અધુરો છે અને મુક્તિ વિના બંધનની વ્યાખ્યા પૂર્ણ પણે સમજ નથી પડતી …ધારાની નજરે આજે આ વાત સમજીએ …મનુષ્યને જયારે એક મુક્તિ મળે છે તે જ ઘડીએ એનું બીજું બંધન શરુ થઇ જાય છે …ગર્ભનાળ સાથે મુક્તિ એ સંબંધોની શરૂઆત બની જાય છે ….માતા પિતા ભાઈ બહેન અને આગળ બધા સંબંધો ….દરેક સાથે એક હક્ક અને ફર્ઝ જોડાઈને મળી જાય છે …જયારે ફરજ માંથી મુક્તિ મળે ત્યારે સ્વતંત્રતાનો આનંદોત્સવ શરુ થાય છે ..પણ દિલને પૂછો કે ખરેખર ?? આ બંધન એટલે માયા ..જે દરેકને ઝકડી રાખે છે એક સુતરના ધાગાથી ..અને જીવવા માટે આ ખરાબ નથી પણ જરૂરી છે ……
આજે સવારે બિલકુલ એકલી જ ચાલતી મારા રવિવારના નિત્યક્રમ પ્રમાણે બહુચરમાં ના દર્શન કરવા જતી હતી …શિયાળાની રજાઈ ઓઢીને બેઠેલા શહેરમાં રજાનો માહોલ સાફ નજર આવતો હતો …બિલકુલ એકલી ..આગળ પાછળ કોઈ જ નહીં ..હજી દિવસનું અજવાળું પણ આવવા માટે વિચાર કરતુ હતું …એને પણ દ્વિધા હતી કે ચોઘડિયું જોતું હતું ખબર નહીં !!!!!પણ કેટલાય પક્ષીઓ એના આગમનની છડી પુકારવા તૈયાર થઈને બેઠા હતા ..મંદિર ની સામે એક વિશાળ રહેઠાણ સંકુલ મોટું બહુમાળી !! એની ટોચે હજારો પક્ષીઓનો કલરવ અને એમનું ઉડવું એક અલૌકિક અનુભૂતિ થઇ ગયી …રસ્તા માં એક મોર અને ચાર ઢેલ સડક પર ફરવા નીકળેલા જોવા મળ્યા ….કદાચ પથારી અને રજાઈના બંધનમાંથી મુક્તિ મને ફળી હોય એવું લાગ્યું ..પોતાની સાથે વાતો કરતા એકલા એકલા ચાલવાની મજા ..અને લગભગ એક કલાકનો આ સમય છે જ્યાં હું ઘર અને સંબંધોની જવાબદારીમાંથી શારીરિક અને માનસિક રીતે મુક્ત થઇ જાઉં છું ..અને મને આ ગમે છે …
આવી જ સંબંધોમાંથી મુક્તિ હોય છે …ક્યારેક બોજ જેવા સંબંધો જેને સમજી પણ ના શકાય અને સાચવી પણ ના શકાય એ બધા માંથી મુક્ત થવું જરૂરી થઇ જાય છે …પણ એકલતાની બીકે આપણે જવલ્લે જ આવું કરી શકીએ છીએ ….દેશની સ્વતંત્રતા થી માંડીને સ્ત્રી સ્વાતંત્ર્યની મોટી મોટી વાતો કરવા છતાં આપણે આપણી જાતને પોતાના માટે મુક્ત નથી જ કરી શકતા …અને માનો કે ના માનો આ એક હકીકત છે …..દેહ માંથી જયારે આત્મા મુક્ત થાય ત્યારે કહે છે કે માનવી મૃત્યુ પામે છે પણ ના એ વખતે એની મુક્તિ થાય છે ..તમામ બંધનોમાંથી ……ભક્તિ હોય કે ભોગ એનું એક બંધન છે ..અને મુક્તિ હમેશા સ્વર્ગીય હોય એ જરૂરી નથી ….એના માટે જરૂરી છે ખુબ ચોખ્ખું અને પારદર્શક મન ..લોકોના ટોળા ભેગા કરીને કોઈ પણ હેતુ વગર ભટકવા કરતા માત્ર એકલા એકલા તમામ બંધનોથી મુક્ત થઈને ગાળેલી થોડી ક્ષણો પણ સમજીએ તો મુક્તિનો મહિમા સમજાવી શકે છે ……

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s