બે મૌસમ….


આજે સવારે વર્તમાનપત્ર ખોલ્યું …ત્રીજા પાને એક તસ્વીર પર નજર અટકી ગયી ….એ તસ્વીર એક નહોતી પણ બે હતી ..પણ ખુબ ગમી ….શિયાળાની એક સવારમાં બે મૌસમ હતી તેમાં ….
પહેલી તસ્વીરમાં સાતેક મધ્ય થી વૃદ્ધ સુધીના વય ધરાવતા લોકો સ્વેટરમાં વીંટાઈને મોર્નિંગ વોક પછી ચાની ચૂસકી માણી રહ્યા હતા અને એમ એક ભાઈ ખડખડાટ હસી રહ્યા હતા ..બધાના ચેહરા પર તાઝગી હતી ….
બીજી તસ્વીર માં છ જુવાન છોકરાઓ કોલેજ કેમ્પસમાં એક સાથે ઉભેલા હતા …બધાના હાથમાં મોબાઈલ ફોન હતા …કદાચ મેસેજ કરતા હશે કે વાંચતા હશે …બધાની એક જ પોજીશન હતી ….એક જુવાન તો એક મોબાઈલ પર વાંચતો હતો અને સાથે બીજા મોબાઈલ પર વાત કરતો હતો …બધાના ચેહરા અતિ ગંભીર …સાથે હતા તોય એક બીજા થી માઈલો દૂર હતા ….
આ બે તસ્વીર વચ્ચેનું લખાણ સરસ હતું ..અને છેલ્લું વાક્ય એમાં શિરમોર …..રીઆલીટી અને વર્ચ્યુઅલ વર્લ્ડ વચ્ચેનો તફાવત આ છે …પહેલા ફોન નહોતા પણ લોકો એકબીજા ની નિકટ હતા ..અને જૂની પેઢીના લોકોની તસ્વીર માં ચેહરા પર એ સામીપ્ય દેખાતું હતું …એક બીજાને કોઈ પણ રીતે મદદ માટે દોડી જતા …અને એક બીજા ને તાલી આપતા કે ધબ્બા મારવાના સંબંધોનો બીજી તસ્વીર માં અભાવ વર્તાઈ આવતો હતો …સાથે ઉભા તો સાથે હતા પણ સાથે નહોતા …..કદાચ એટલે જ જયારે માણસની હુંફ ની જરૂર વર્તાય ત્યારે મેસેજ કે મૈલ કે એફ બી કશા કામમાં નથી આવતા …ત્યારે ચાની કીટલી પર મળી જતો એક જુનો સંબંધ આપણને સાચવી લે છે સંભાળી લે છે ……

1 thoughts on “બે મૌસમ….

  1. સાચી વાત કહી આપે. રીઆલીટી અને વર્ચ્યુઅલ વર્લ્ડ વચ્ચેનો તફાવત આંખે ઉડીને વળગે એવો છે. સંબંધો જયારે રીયલ વર્લ્ડ સાથે હોય ત્યારે જ તે કામ માં આવે છે. કોઈ વ્યક્તિ માત્ર તમારા ખભા પર હાથ મૂકી દેશે તો પણ તમારું ૫૦% જેટલું દુઃખ ઓછું થઇ જશે. અને વર્ચ્યુઅલ વર્લ્ડ માં તમે તમારી ફીલિંગ શેર કરી શકો છો. પરંતુ તમારા આંસુ તો તમારે જાતે ત લુછવા પડે છે. કમ્યુટર કે મોબાઈલ માંથી કોઈ તમારા આંસુ લુછવા નહિ આવે.

    Like

Leave a comment