પ્રજાસત્તાક દિવસ ની શુભકામના


ભગતસિંહને ફાંસી થતા પહેલા એની માં મળવા આવે છે ..માં દીકરો આખરી વાર મળે છે ..એની માં દીકરા આગળ મન મુકીને રડતી નથી ..એના થાકેલા હારેલા પગલા ધીરે ધીરે જેલની બહાર જતા હોય છે ..સુકી આંખોમાં એક અશ્રુ બહાર આવીને વહી જાય છે …ત્યારે ધૂળ પર તેના ઉઘાડા પગના પગલા અંકિત થાય છે ..એ જેલનો સરદાર ચોકીદાર એ પગલાની ધૂળ લઈને માથે ચડાવે છે …
એક દિવસ “શહીદ” ફિલ્મ મનોજકુમાર અભિનીત જોવાનો મોકો મળ્યો ..એનો આ સીન છે …ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી ….આપણને એ લાગણી એક ફિલ્મ સંવેદનશીલ ફિલ્મ સારી ફિલ્મની લાગણી આપે છે ..આપણે સમજ પડે છે એ આ આઝાદીના મુળિયા આવા નવલોહિયા યુવાનોના લોહીથી સીન્ચાયેલા છે ..પણ એ વખત કેવો હશે જયારે હજારો અને લાખો લોકો આઝાદી માટે મરી જવા તૈયાર થયા હશે ?? આઝાદીનું મુલ્ય એમને મન પોતાના જાનથી પણ વધુ હશે …એની એક ઝલક થોડા સમય પહેલા અન્ના હઝારેજીની રેલીઓ વખતે જોવા મળી ગયી …પણ એ લાગણી ખરેખર હતી ખરી …
આમાં આ પેઢીનો કોઈ વાંક નથી …જે આરામ થી વિના પ્રયત્ને સહજ પ્રાપ્ય હોય એની કદર બહુ ઓછા લોકોને હોય છે …આજની પેઢી એમના બાળપણ થી યુવાવસ્થા સુધી નું જોઇને આગળ વધી છે …એટલે આ શહીદી કે ગાંધીજીની કદર કદાચ એમને એમના દાદા જેટલી નથી હોતી એ સત્ય છે …આજે વાત આપણા વિકાસની કરીએ …કોઈ નાનું ગામડું હોય કે શહેર પ્રગતિ આંખે ઉડીને વળગે છે ને !! આજે નાના ગામડામાં ડીશ ટી વી હોય કે ફ્રીઝ સાવ સામાન્ય થઇ ગયા છે ..આપણા શાકવાળા અને સડક વાળવા આવતા સફાઈ કામદારો પણ મોબાઈલ પર વાતો કરતા જોઈ આંખો ઠરે છે !!! આજે શહેરમાં ઝૂંપડી જેવા ઘરની બહાર ઉભેલી મોટર સાયકલ હોય કે છેલ્લા માં છેલ્લા મોડેલ ની કાર થી ઉભરાતી સડક હોય બધું કહે છે કે વિકાસ થયો છે એ નકારી શકાય નહિ …મત આપવા માટે મશીન આવી ગયા છે …અને પ્રાથમિક શાળાના બાળકને પણ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું સાવ સામાન્ય છે …કેટલાક રાજ્યો કે જગા છોડીને જો હાઈવે પર તમે પસાર થાવ તો ફોર લેનના રસ્તા છે ,બંધો અને યોજના થકી નર્મદા નદી સાબરમતીને બે કાંઠે વહેતી રાખે છે ….તમામ બંધો હોય કે શૈક્ષણિક સંસ્થાઓ હોય ..જ્ઞાનની સીમા ખુબ આગળ વધી ચુકી છે …આજે ભારતીય નાગરિક વિદેશો માં વેપાર થી માંડીને રાજ્યકારભારમાં સક્રિય છે ……આજની પેઢી સમય સાથે આગળ વધતા શીખી છે એ પણ સત્ય છે …બહુ લાંબા અંતરની ટ્રેનમાં કોઈ વાર મુસાફરી કરો તો વિચારજો કે દરેક સ્ટેશન અને આટલા હઝારો કિલોમીટર પાટાઓની નિરંતર દેખરેખ કરતા પણ બહુ જુજ પ્રમાણમાં અકસ્માત થાય છે એ માનવીય બેદરકારીને કારણે જ ..
હા બેરોજગારી , વસ્તી વધારો ,ભ્રષ્ટાચારની સમસ્યા વકરી છે પણ આજે કાયદા અને કાનુનના સકંજા ચમરબંધીઓ ને છોડતા નથી એ પણ જોવા મળ્યું જ છે ..જરૂર છે સ્વયંશિસ્ત આપણી પ્રજાની …સફાઈ ,આરોગ્ય વિષયક જાગૃતિ ,કન્યા કેળવણી ,કન્યા જન્મ જેવા વિષયનો ગંભીરતાથી ઉકેલ વિચારવાનો સમય પાકી ગયો છે ……એટલે સમય સાથે ચાલીને વિચારીએ અને થોડા સકારાત્મક થઈને નઝર ફેરવીએ તો આપણને આઝાદી ફળી છે …અને આપણા બંધારણે આપેલી સ્વતંત્રતાનો આપણે પૂરો લાભ પણ લીધો છે …જે સમસ્યાઓ દેખાય છે એમાં સરકારને સહકાર આપીને થોડા વિકાસમાં સહભાગી બનીશું તો આ સમસ્યા પણ સમસ્યા નહિ રહે …..પ્રજાસત્તાક દિવસ ની શુભકામનાઓ સૌ ભારતીય બંધુઓ અને ભગીનીઓને …

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s