તો આવો હોય છે ક્રોધ ..


ખબર નહીં એક દ્વિધા કે એક અજંપો મનને ઘેરી વળે ત્યારે એક સાદી વિચારધારા અટપટી લાગે છે ..બિલકુલ સાદી સમજ પણ અટપટી લાગે છે …અને આપણે ક્યારેક તો પોતાની જાતને પણ નથી ઓળખી શકતા ….કૈક એવું કરી બેસીએ છીએ જે ક્યારેય નથી કર્યું હોતું …
આવું થાય છે કેમ ???
આપણી અંદર વિચારોના વમળ હોય છે એનું દબાણ એટલું અત્યાધિક વધી જાય છે કે આપણે શું કરી રહ્યા છીએ એ પણ ધ્યાનબહાર અને સમજ બહાર જતું રહે છે ..આ વસ્તુ ખાસ કરીને ક્રોધની બાબતે થઇ જાય છે …પળ ભરનો ગુસ્સો ક્યારેક જિંદગીભરની કદી ભરપાઈ ના કરી શકાય એવી ખોટ બની જાય છે ….અને એ ત્યારે જયારે એ વ્યક્તિ દુનિયા છોડીને જતી રહે ત્યારે ….આપણી અંદર એક સમાંતર દુનિયા ચાલે છે જેના વિષે લગભગ આપણે હમેશા સભાન નથી હોતા અને એક દુનિયા એ આપણી વાસ્તવિક દુનિયા જ્યાં આપણે જીવીએ છીએ ..જ્યાં કામ કરીએ છીએ અને જ્યાં આપણે બધા સાથે ભૌગોલિક રીતે સ્પર્શમાં હોઈએ છીએ ….એ બંને દુનિયા એક જ પાટે ચાલતી હોય એ જરૂરી નથી ..આપણું મન અત્યારે દૂર દેશ વસતા કાકાની નાજુક તબિયતની ચિંતા કરે છે જેણે આપણને નાનપણમાં ખુબ લાડ લડાવેલા ,પહેલી સાયકલ અપાવેલી ..અને અત્યારે તમારા પતિ કે પત્નીના કાકાના દીકરાના લગ્ન માં ઉપસ્થિત છો …ત્યારની તમારી મનોદશા …કેવી હોય ??? એ વખતે કોઈ નાની અજુગતી ટીખળ કરે જેમાં કોઈ વજૂદ ના હોય પણ તોય તમે એને ક્રોધમાં આવીને એવું બધું કહી બેસો કે એ વ્યક્તિ જ નહીં તમારા સાથે ના લોકો પણ આ વર્તણુક જોઈ હેબતાઈ જાય !!!
ગુસ્સાને દબાવી રાખવામાં અને એ પણ લાંબા સમય સુધી ..તો એ તબિયત માટે હાનીકારક છે …પણ દબાયેલા સ્વરૂપે એનો વિરોધ ચોક્કસ કરી શકાય ..અને એવું કરવાથી આપણી અંદર કોઈ દબાણ પણ નથી રહેતું ….પણ જેમ પ્રેમ આંધળો હોય છે તેમ ક્રોધ પણ આંધળો હોય છે ..સારું બુરું વિચારી શકતો નથી ….
મારાથી કાલે કૈક એવું જ થઇ ગયું …ક્રોધ કર્યો જે વાજબી પણ હતો જ ..પણ જ્યાં સુધી હું મારી જાતને ઓળખું છું એ મારું વ્યક્તિત્વ તો નહોતું જ ……..કદાચ એનો વસવસો છે મારા મનમાં ..પણ એક હકીકત એ પણ છે કે જેના પર એ ક્રોધ કરેલો એના માટે એ જરૂરી હતો ..અને એને એક સત્ય સમજાવવા એ કદાચ અંતિમ રસ્તો પણ હતો …મને સંબંધોની ચિંતા નથી …ક્યારેક બીજા આપણા મૌનને લીધે આપણને મુર્ખ સમજે એ પણ ના ચાલે ને !!!!!
તો આવો હોય છે ક્રોધ ..એના પ્રકારો વિષે ફરી કોઈક વાર !!!

Advertisements

One thought on “તો આવો હોય છે ક્રોધ ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s