આ વેલેન્ટાઇન ડે પર ….


આજે ચાર તારીખ થઇ ..યુવાનોના વર્ષના મોટા મહોત્સવ વેલેન્ટાઇન દિનની તૈયારી ચાલુ થઇ ગયી …મારે મંગળવારે અહીં કમાટીબાગમાં જવાનું થયું ..અત્યારે વેકેશન પણ નથી અને સ્કુલ પીકનીકના દિવસો પણ નથી …બાગમાં ખુબ સન્નાટો હતો …કાયમ આ જગ્યાએ ખુબ ભીડ જોઈ છે એટલે થોડું અજુગતું લાગ્યું …પણ હા અહીં પ્રેમીપંખીડાઓ એકાંત શોધતા નજરે પડ્યા …
જાણીતા લેખક ગુણવંત શાહ ખુબ સરસ કહી ગયા છે કૈક આવું : જયારે બે પ્રેમી પંખીડા અરસપરસમાં મગ્ન હોય તો એ તરફ જોવું પણ પાપ છે …
હા ,પણ સડક પર ચાલતા સામે મળતા હતા …અનાયાસે તેમની તરફ જોવાઈ ગયું …સ્કુલ કોલેજમાંથી ગોટલી મારીને આવેલા એટલે ભણતરના થેલા જોડે જ હતા ..છોકરીઓ બુકાનીની જેમ ચેહરા પર દુપટ્ટો બાંધીને આવેલી …
મને આ બધા ગર્લ ફ્રેન્ડ અને બોય ફ્રેન્ડ જ દેખાયા …કેમકે પ્રેમ નામની લાગણી ક્યાંય નજરે ના ચડી …બોય ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ના હોવી એટલે ગમારમાં ખપી જવાય કેમ ??!! આને એ લોકો રીલેશનશીપ કહે છે ..પ્રેમ અને રીલેશનશીપમાં બહુ મોટો ફરક છે …એક સંબંધમાં બંધાયેલી બે વિજાતીય વ્યક્તિઓ એને ગંભીરતાથી નથી લેતી .એના ઊંડાણને સમજવાની કોશિશ પણ નથી કરતી .કોઈનું દિલ વારંવાર તૂટી જવું એ રોજિંદી ઘટના છે .એટલી જ કે એક ગ્લાસમાંથી જોઈતું પાણી પીને વધેલું પાણી ફેંકી દેવું …અહીં સંબંધમાં નાવીન્યની ખોજ ને લીધે સારું બીજું પાત્ર મળે એટલે પહેલા સાથે બ્રેક અપ અને એ બેઉ પક્ષે ….
પણ રોજ તૂટે એને દિલ ના કહેવાય !!! એ દિલની માવજત તો પ્રેમમાં એવી રીતે થાય કે અપેક્ષાઓની ગેરહાજરી હોય અને સમર્પણનું સામ્રાજ્ય હોય …એક બીજા માટે કુરબાન થઇ જવાની ફના થઇ જવાની એક બીજાને આપેલા વચન પ્રાણને ભોગે પણ નિભાવી લેવાનું ઝનુન હોય …કોઈ પણ કુરબાની આપતા પણ કોઈ શોર ના હોય માત્ર ખામોશી હોય …સામા પાત્ર માટે ક્યારેય કોઈ ફરિયાદ જ ના હોય …અને ત્યાં વાસના ના વમળ ના હોય !!!!!!
અને સાથે જીવવાના કોલ પ્રેમિકાને અપાય ગર્લફ્રેન્ડને નહીં …જીવન સાથે ગુજારતી વખતે ભૂમિકા બદલાઈ જાય એ પ્રમાણે નવી ભૂમિકા માં ઢળવું પડે બેઉ પાત્ર એ અને અહીં થી જ પ્રેમલગ્નની નિષ્ફળતાના કારણો શરુ થાય છે …..
+ ગર્લ ફ્રેન્ડ મિસકોલ કરે અને પત્ની મીસ કરે ..
=ગર્લફ્રેન્ડ મળસ્કું થાય ત્યાં સુધી ફોન પર વાતો કરે અને પત્ની પરોઢે ચાર વાગ્યે ઉઠીને પતિ માટે ટીફીન તૈયાર કરે …
=ગર્લફ્રેન્ડને રીઝવવા કીમતી ભેટ આપવી પડે પણ પત્નીને પોતાના ભાલ પર ચમકતો ચાંદલો અને મંગળસૂત્રની પવિત્રતા માટે પ્રેમ અને ગૌરવ હોય …ભલે એ ચાંદીનું જ કેમ ના હોય !!!
=ગર્લફ્રેન્ડ માટે પ્રેમ એક જરૂરત હોય અને પત્ની માટે સંપૂર્ણ સમર્પણ હોય ..
=ગર્લફ્રેન્ડ માટે ફોર્વર્ડેડ મેસેજ કે તફડાવેલી શાયરીઓ પ્રેમની અભિવ્યક્તિ હોય …અને પત્ની માટે આમાંનું કશું ના હોય પણ હતાશાના સમયમાં પતિનો હાથ પોતાના હાથમાં લઇ માત્ર નજરોથી કહેવાયેલો એક મુક સંદેશ હોય : ગભરાશો નહિ ,,હું તમારી સાથે તમારી પડખે છું …
=ગર્લફ્રેન્ડ બજેટ બગાડી નાખે પણ પત્ની ટૂંકી રકમમાંથી પણ ઘરની આબરૂને યથાવત રાખે …
=ગર્લફ્રેન્ડ થોડા સમય માટે જ મળતી હોય એટલે સારી રીતે જ પ્રસ્તુત થાય અને તેથી એ એક સોહામણો ભ્રમ સાબિત થાય પણ પત્ની એ વાસ્તવિક જીવનમાં હકીકતો સાથે જીવન જીવે હમસફર બનીને એટલે એ સત્ય હોય છે …..
=ગર્લફ્રેન્ડ પ્રેમિકા હોય કે ના હોય પણ પત્ની એ પોતાની જિંદગીને પતિને સમર્પિત કરીને એની ખુશીઓમાં ઓળઘોળ થઇ પોતાનાને પારકા કરી પારકાને પોતાના બનાવી લે છે એવી આજીવન પ્રેમિકા હોય છે કિન્તુ એ પોતાના આ પ્રેમની અભિવ્યક્તિ ક્યારેય ફેસબુક ,મોબાઈલ મેસેજ કે કોલ માં નથી કરતી !!!
======================માટે જ આ વેલેન્ટાઇન ડે પર પ્રેમની ભ્રમજાળને પ્રેમ તરીકે પ્રસ્તુત ના કરો …
જો પ્રેમ ને સમજી ના શકતા હો તો ખોટી રીતે એને અભિવ્યક્ત કરવાની કોશિશ ના કરો …
કોઈને પ્રેમનો ભ્રમ આપીને તેને લાન્છીત ના કરો …
===========================
જો પ્રેમ માંગો તો તેને નિભાવી પણ જાણો …
સાથ માંગો તો જીવનભરનો માંગો …
હાથ માંગો તો આજીવન સાથે રહેવાના કોલ સાથે માંગો ….
પ્રેમ એક ગરિમાપૂર્ણ એહસાસ છે અને એની ગરિમાને સદૈવ જાળવી રાખો ….

Advertisements

8 thoughts on “આ વેલેન્ટાઇન ડે પર ….

 1. પ્રીતિબહેન

  પ્રેમની રજૂઆત માટે કોઈ એક દિવસ તે વાત જ મને તો હાસ્યાસ્પદ લાગે છે.

  સારો તુલનાત્મક અભ્યાસ અને રજૂઆત.

  મોટાભાગે તો પ્રેમના નામે લોકો વાસનાને જ પંપાળતા હોય છે.

  જેમ જેમ માણસ અંતારિક રીતે વિકસે તેમ તેમ તેના પ્રેમનો વ્યાપ વિસ્તરે. ધીરે ધીરે તે કુટુંબ / સમાજ / પ્રાંત / દેશ અને દુનિયા અને છેવટે બ્રહ્માંડ સુધી પોતાના પ્રેમનો વિસ્તાર કરે. આ પ્રકારના પ્રેમમાં લેવાનું કે ઈચ્છવાનું કશું હોતું નથી – માત્ર ને માત્ર યથા શક્તિ સર્વના આત્યંતિક કલ્યાણની ભાવના હોય છે.

  ઉત્કાંતિના નિયમ પ્રમાણે આપણે સતત વિકસી રહ્યાં છીએ અને આપણે ત્યાં સુધી વિકસવું જોઈએ કે જ્યાં સર્વ કાઈ સમાવિષ્ટ થઈ જાય.

  એકકોષી અમીબાથી લઈને માનવ સુધી વિસ્તરેલું અંત:કરણ વિકાસની સર્વોચ્ચ કક્ષાએ જ્યારે પોતાને સમષ્ટિ ચૈતન્ય સાથે એકાકાર કરી શકે ત્યારે તે સમગ્ર રીતે સહુ કોઈને ચાહી શકશે.

  સતત આંતરિક રીતે વિકસવું અને પ્રકૃતિના સર્વ પડકારોનો હસતા મુખે સામનો કરવો તે ત્યારે જ થઈ શકે કે જ્યારે માનવ પોતાનું અંત:કરણ સર્વને ચાહનારા ઈશ્વર તરફ વાળે. માનવીય પ્રેમ તો એક પગથીયું છે તે સર્વોચ્ચ પ્રેમ ના માર્ગે જવાનું.

  ઈશ્વરીય પ્રેમની એક ઝલક પણ જેણે પ્રાપ્ત કરી હોય તેના જીવનમાં આમૂલ પરિવર્તન આવી જાય છે.

  Like

 2. ઘણી વાર નથી કહેતા કે મારા મોઢા ની વાત કહી દીધી .. આજે આ પોસ્ટ વાચી ને મને એવું લાગ્યું !! આવું જ લખવા નો વિચાર તો તો મારા બ્લોગ પર પણ …હવે આપોસ્ટ વાચી આસન થઈ જાશે

  અને બીજી વાત તમે તમારી ઓળખાણ છુપાવા માગો છો ? અને હા તો કઈ નહિ !!! અને નથી છુપાવા માંગતા તો …એક બીજા ને સંપર્ક માં આવી સકે અવું કૈક રાખો ..ફેસબુક , ઈ- મેલ !!

  Like

 3. સરસ.. મારા મતે સાચા પ્રેમ ની વ્યાખ્યા: “સ્વાર્થવૃતિ ના હોવી, માલિકીભાવ ના હોવો, અપેક્ષાઓ ના હોવી.. ફક્ત સામેના પાત્રને ખુશ જોવાની ભાવના હોવી”..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s