અબોલ શી …


ન્યુયોર્ક એરપોર્ટ પર નવ્યાની ફ્લાઈટ આજે મોડી ઉપાડવાની હતી ચાર કલાક …કૈક સિક્યોરીટી કારણ હતું …પ્રતીક્ષા લોન્જમાં તે આઈ પોડ કાન પર લગાડીને જુના હિન્દી ગીતો સાંભળવા માંડી અને હાથમાં એક નોવેલ હતી …એક વ્યક્તિના પગલા ચાલતા ચાલતા બરાબર તેની સામે રોકાઈ ગયા …તેણે ઊંચું જોયું …જલ્દી ઓળખાણ ના પડી …

પણ તે વ્યક્તિએ તેને પૂછ્યું : નવ્યા ???

નવ્યાએ કહ્યું : હા પણ તમે ???

એ વ્યક્તિએ કહ્યું : હું વલય શાહ ….સુરત …

નવ્યાએ કહ્યું : હા ….અહીં ?

વલય : પપ્પાને કેન્સરનું છેલ્લું સ્ટેજ હતું …પણ મન ના માન્યું ..સર્જરી માટે લાવ્યો હતો …પણ બચ્યા નહીં …અહીં જ ફયુનરલ પતાવી પાછો ઇન્ડિયા જઈ રહ્યો છું …અને તું ??

નવ્યા : હું અમદાવાદમાં રહું છું …અહીં ગુજરાતની સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે અહીં એક યુનીવર્સીટીની મેહમાન હતી …પંદર દિવસ પછી પછી જઈ રહી છું …

વલય : ફેમીલીમાં બીજું કોણ છે ??? નવ્યા : એક દીકરો અને એક દીકરી …

વલય : હસબંડ ???

નવ્યા : નથી …

વલય : સોરી …

નવ્યા : મેં લગ્ન નથી કર્યા વલય …આ બેઉ બાળકોને અનાથાશ્રમમાંથી દત્તક લીધા છે …આખા સમાજનું નહીં પણ બે બાળકોનું જીવન સુધારી શકું તો જીવ્યું લેખે લાગશે ….અને તું ???

વલય : તું હજીય સુધરી નથી …બિલકુલ અલગ બીજા બધાથી …મેં લગ્ન નથી કર્યા …

નવ્યા : ( નવાઈથી ) અરે !!! જેની પાછળ છોકરીઓ પાગલ થઇ જતી હતી …અને જેની સવાર છોકરીઓના મોર્નિંગ કોલ થી પડતી એણે લગ્ન ના કર્યું ??? શું થયું ?? માન્યામાં નથી આવતું …

વલય : નવ્યા , ક્યારેક કોઈ ખરેખર ખુબ સરસ પાત્ર આપણી જિંદગી આવી જાય છે …પણ આ મન તો હજીય કોઈક સારું મળે ,પરફેક્ટ મળે એની શોધમાં લાગેલું જ રહે છે …હું ખુબ દિલફેંક હતો …બે ત્રણ મહિના થાય એટલે નવી ગર્લફ્રેન્ડ !!! જૂની મારી સાથે લડતી રડતી મને એક સંતોષ મળતો કે હું કેવો ચહીતો છું આ પાગલ છોકરીઓનો !!! પણ એ છોકરી મને ગમેલી એનું કારણ હતું એ મારી પાછળ પાગલ નહોતી ..એણે મારી કોઈ પરવાહ ક્યારેય ના કરી ….કોઈ પણ રીતે મેં ચેલેન્જ તરીકે એનું દિલ જીત્યું …અને જયારે એના દિલમાં મારા માટે પ્રેમ જાગ્યો ત્યારે એને બીજાની જેમ જ મારા જીવનમાંથી ફેંકી દીધી … એણે કોઈ ફરિયાદ ના કરી ..ના રડી ..ના મળી …બસ ચુપચાપ એ બે દિવસ પછી કોલેજ છોડી જતી રહી …એની કોઈ ખબર તો શું એના પગલા ના નિશાન પણ ભૂંસી નાખ્યા ….. એના જતા રહ્યા પછી મને લાગ્યું કે કદાચ એનાથી વધારે યોગ્ય કોઈ પાત્ર મારી જિંદગી માટે ના હોઈ શકે …મેં એને બહુ શોધી પણ એ ના મળી તો ના જ મળી ….. એ મને નફરત પણ કરત તો મને ગમત પણ એની નફરતને લાયક પણ મને ના ગમ્યો … નવ્યા તેં લગ્ન કેમ ના કર્યા ???

નવ્યા : કોઈકે મારી સાથે પ્રેમના નામે ભલે રમત કરી હોય પણ મેં તો તેને ખરા દિલ થી ચાહ્યો હતો ..એના પાછા આવવાની કોઈ શક્યતા જ નહોતી ..મેં એનો વિશ્વાસ કર્યો હતો ..અને આવો પ્રેમ ફક્ત એક જ વાર થાય …બીજી વ્યક્તિ સાથે લગ્ન કરી હું એને અન્યાય નહોતી કરવા માંગતી ….કેમ કે હું એને ક્યારેય પ્રેમ ના કરી શકત …

વલય : શું એ વ્યક્તિ ફરી તારી જિંદગીમાં આવે તો તું એને અપનાવીશ ???

નવ્યા :હું એનાથી દૂર ભલે છું પણ જાણું છું કે એની જિંદગીમાં હજી પણ હું છું જ અને એ પણ ખુબ તીવ્રતા થી ….અને એ મારી જિંદગીમાંથી ક્યારેય ગયો જ નથી … પણ આજે મારા બે સંતાન પણ છે ….

વલય : જો તને વાંધો ના હોય તો તે આપણા બેઉના સંતાન બની જશે !!!!

નવ્યા નીચું જોઈ ગઈ …પહેલાની જેમ અબોલ શી …વલય પોતાની ટીકીટ અમદાવાદ સુધી એક્ષ્તેન્દ કરાવી લાવ્યો …

3 thoughts on “અબોલ શી …

Leave a comment