એક ગુઝારીશ છે …..


આપણી આસપાસ કેટલા બધા લોકો હોય છે ?? કેટલી બધી વસ્તુ હોય છે ??? કેટલીક વસ્તુઓ એવી જે રોજબરોજ ઉપયોગમાં લેવાય છે અને કેટલીક ક્યારેક જ ..કેટલીક વસ્તુ કે વ્યક્તિ બસ આપણી નજરમાં નિશ્ચિત સમયે આવે ત્યારે આવે અને પછી જતી રહે પણ રોજ આવે ..અને જો ક્યારેક ના આવે તો એની ગેરહાજરીની નોંધ અવશ્ય લેવાય ….મારા પિતાજી મારા બાળપણમાં જયારે ઓફીસ જવા નીકળતા ત્યારે લોકો એમની ઘડિયાળ મેળવતા એટલા ચોક્કસ હતા …નિયમિતતા એમના વ્યક્તિત્વ નું અભિન્ન અંગ છે ….
બસ પ્રેમ પણ કૈક એવો જ હોય છે ..આપણી અંદર હોય છે પણ જ્યાં સુધી કશી બહારની બાજુથી હિલચાલ ના થાય એની ખબર પડતી નથી ..એહસાસ નથી થતો અને ક્યારેક તો દબાવી રાખવામાં આવે છે ..પ્રેમ શબ્દને આપણે વિજાતીય આકર્ષણ સાથે જોડી દીધો છે પણ તોય એનો બહુ વિસ્તૃત અર્થ છે …બધાને પોતપોતાના આકાશ હોય છે પ્રેમના આકાશમાં ઉડવા માટે …કોઈને એવું લાગે છે કે કહી દેવાથી પ્રેમ છુપાવી રાખવો જોઈએ ..એને બહુ જાહેર ના કરાય એમાં એની કિંમત ઘટી જાય છે ..કોઈ હોય એની કરતા પણ વધારે પ્રેમ જાહેર કરે ..થોડો અતિરેક કરીને …કોઈ હોય એટલો જ કરે …કોઈ એનું મુલ્ય આપેલી ભેટસોગાદોથી આંકે તો કોઈ વળી આપેલા સમયના મુલ્યને સર્વોચ્ચ ક્રમાંક આપે …અને કોઈ જોઈતો હોય કે ના જોઈતો હોય પણ પ્રેમ આપ્યા કરે …….
શું પ્રેમને માત્રામાં માપી શકાય કે આપી શકાય ખરો ???એને તમે જોયો છે ??? એને સ્પર્શ્યો છે ???તમે એને કોઈ વાર મળ્યા છો ??? એ તમને મળવા આવ્યો છે ??? તમે એને ઓળખો છો ખરા ??? પ્રેમ એતો વિભિન્ન પ્રતિક બનીને આવે છે …અને એ પ્રતિકમાં તેનો એહસાસ હોય છે …
ચાલો આજે એ પ્રેમની આકૃતિ દોરીને બતાવું ??એની આંખોમાં ભાવ છે અને નફરત નથી …
એ એક આત્મા જેવો છે …એના સ્પર્શમાં ઠંડક છે …એના સ્પર્શમાં હુંફ છે …એની વાણીમાં મીઠાશ છે અને ક્યારેક શરારત છે ….એની આંગળીઓ તરંગ પર ફરે છે ..એને શ્વેત વસ્ત્ર પરિધાન કર્યા છે …એને સુંદર પારદર્શક પાંખો છે …એના હાથમાં જાદુઈ છડી છે …એના ચેહરા પર ઝળહળતું સ્મિત છે …..એની ચાલમાં માર્દવ છે ..એ હળવે હળવે ચાલે છે ..ઝાંખા પ્રકાશમાં એ ઓર ખીલે છે ..એની આભા વિસ્તૃત બને છે …એનું શરીર સપ્રમાણ છે …એ બાળક નથી ,યુવાન પણ નથી અને એને કદી વાર્ધક્ય આવ્યું જ નથી ….એની પાસે દિલ નથી હોતું ….કેમકે એની વિશાળતા સમાવવા આકાશ પણ ઓછું છે અને દિલને પોતાની આગવી મર્યાદા હોય ને !!!એ જયારે આવે ત્યારે આપણી ધડકન વધી જાય ..આપણું દિલ એક ધબકાર ચુકી જાય ..એક ભીની ભીની ખુશબો હવામાં છવાતી જાય …એ કોઈના જીવવાની શક્તિ હોય છે ..એના વગર જીવવાનું દુષ્કર બની જાય …એ એક એવી તાકાત હોય છે જે ભલભલા શસ્ત્રોને પરાજિત કરી શકે છે ….
અને હા એને આપીએ તો એ હજારો ગણો થઈને આપણી પાસે આવે છે …દુનિયાની એક અમુલ્ય મૂડી જેની કોઈ કિંમત નથી હોતી એટલે જ બધાને તેની કિંમત પણ નથી હોતી ……એક ગુઝારીશ છે …..આને આંખ થી નહિ અંતરના ચક્ષુ થી વાંચજો તો જ કદાચ સાચી રીતે સમજાશે …..

Advertisements

One thought on “એક ગુઝારીશ છે …..

  1. આપે પ્રેમનું જે વર્ણન કર્યું છે તે વાંચતા એવું લાગ્યું કે જાણે આપ કોઈ પરીકથાની પરી ની વાત કરી રહ્યા છો. પરી આવીને જાદુની એક છડી ફેરવે છે અને બધા જ પ્રેમમય થઇ જાય છે. 🙂

    સરસ. 🙂

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s