કાલે વેલણટાઈટ ડે છે !!!!!


ચુપચાપ કોઈ આવીને જતું રહે અને દિલને ખબર પણ રહે એવી કોઈ વાત મને યાદ કરવી છે ..પણ આજે મારું મગજ મારી સાથે નથી …એની હાર્ડ ડિસ્કમાં વાયરસ ઘુસ્યો હોય એવું લાગે છે ….
ક્યારેક કોઈ સંબંધો સમય ની કબર ખોદીને સામે આવીને ઉભા થઇ જાય છે અને સમજાય છે જેને મૃત સમજીને દફનાવ્યા હતા એ સંબંધો જીવંત જ હતા પણ આપણે એને જીવિત રાખવાનો કોઈ પ્રયત્ન જ નહોતો કર્યો …..બસ એમ જ ઉભા થઈને જતા રહ્યા …અને એવા સંબંધો પાછા ફરે તો કેવી મિશ્ર લાગણી થાય છે !!! બસ ત્યારેજ સંબંધોની ખરાઈ જણાઈ આવે છે …જયારે તમારી પાસે ઓછા સંબંધો હોય છે ત્યારે એ બંધન થોડું વધારે મજબુત હોય છે પણ જેટલા વધારે સંબંધો હોય એટલી એની મજબૂતાઈની ખાતરી ઓછી હોય છે ….
આજે જ્યાં ને ત્યાં વેલેન્ટાઇન ડેની કાન ફાડી નાખે એવો શોર ઉઠે છે એ વખતે એક સવાલ થાય છે :
= ગઈ સાલ વાળા વ્યક્તિ સાથે તમે આ વખતે છો કે નહીં ???( આ તો જે પરણી નથી ગયા તેને માટે છે )
= જો તમે ગયા વર્ષે મળ્યા હો તો જરા જુઓ કે બેંક બેલેન્સ પર કેટલી અસર પડી છે ???
= એના જિંદગીમાં આવ્યા પછી તમારે કેટલી વાર જુઠું બોલવું પડ્યું છે ?? તમારું જૂઠ કેટલી વાર પકડાયું છે ??? હજી સુધી પકડાયું નથી ???
= તમને તમારા વેલેન્ટાઇન ના સગાવહાલાનો પરિચય થયો કે નહિ ( સારો કે ખરાબ …માર પણ પડ્યો હોઈ શકે …??અને આ અનુભવને કારણે બ્રેક અપ કર્યો કે મજનુંની જેમ પોતાના પ્રેમને વળગી રહ્યા છો ???)
= હવે જો બ્રેક અપ થયો હોય તો આ અનુભવ ફરી કરવા માટે નવો દાવ રમવાની ઈચ્છા ખરી કે નહીં ??? ( આનો જવાબ હકારમાં ડોકું હલાવીને આપનારને હું જોઉં છું હો !!!)
= તમારા પ્રેમ સિવાયની અન્ય પ્રવૃત્તિ માં આની અસર કેટલી પડે છે ? ૧.નથી પડતી …૨. ઘણી પડે છે …૩. આ તો એવું છે કે રોજનું થયું ….(જે યોગ્ય વિકલ્પ હોય અને તમને લાગુ પડતો હોય તેની સામે ટીક કરવું મરજિયાત છે અને તે પણ મનમાં જ .)
= એ તમારી પ્રવૃત્તિમાં માથું માર્યા કરે છે અને તમને માનવું પડે છે કે એ તમારી પ્રેરણા બને છે ??? (ચેતી જજો જો પહેલા પ્રકારની વ્યક્તિ હોય તો અહીં જુઠું બોલવું જાયજ છે )
= અને હા જો તમે તમારા વેલેન્ટાઇન સાથે આ જ દિવસે લગ્નગ્રંથીથી જોડાવાનો આઈડિયા રાખ્યો છે તો યાદ રાખજો તમારી લગ્નગ્રંથીની વર્ષગાંઠ આખી દુનિયા ઉજવશે …અને તમારા બરબાદીનો જશ્ન ઉજવતા ઉજવતા ખાડા માં પડશે ……..
જે હોય એ પણ આ બધું વાંચવાનો સમય કાઢનારને નમ્ર વિનંતી કે ઘડિયાળ જોઈ લો નહીં તો તમારી વાટ જોઇને ઉભેલા તમારા વેલેન્ટાઇન એટલા બધા ના ખીજાય કે આજે જ બ્રેક અપ થઇ જાય …ઓલ ધ બેસ્ટ !!!!
જરા સંભલકે …કાલે વેલણટાઈટ ડે છે !!!!!

Advertisements

10 thoughts on “કાલે વેલણટાઈટ ડે છે !!!!!

  1. વેલણટાઈટ ડે….wow?

    ભારત મેં સબ દેવતાઓ કી પૂજા કી જાતી હૈ લેકિન કામદેવ કી પૂજા નહીં કી જાતી, કયો ? વેલેનટાઈન દિન કા નયા નામ કામાદેવાધિન દિન રખકે ત્યોહાર મનાના ચાહીએ .

    Happy valentine day!

    Like

  2. અરે વેલણટાઈટ દિવસની બીકે આજે મેં વેલણ સંતાડી દીધું તો શ્રીમતીજી ગુસ્સામાં તાડુક્યાં અને કહ્યું કે આ વેલણ ક્યાં ગયું? કોઈએ ઈશારો કરીને કહ્યું કે આપના પતિદેવે સંતાડી દીધું છે. તો હાથેથી જ બરડો હળવો કરી નાખ્યો. કહે કે રોટલી શેનાથી કરવી? તમને ખબર નથી કે તમારે માટે તો મારા હાથ જ પુરતા છે – વેલણની જરૂર તો રોટલી કરવા માટે છે.

    અરે આ તો હળવી મજાક છે. બાકી તો કવિતાને ખબર છે કે કોઈ સ્ત્રી ખરેખર સામે આવે તો વાત કરવાની યે મારામાં હિંમત નથી. 🙂

    Like

  3. juo valentineday ne divase mara email inbox ma velan tight no itihas samjavto mail pan malyo ..mokalnar chhe mr.Sanjay G shah …
    વેલેન્ટાઇન ડે ની શરુઆત ભારત માં થઇ હતી, અને તે પણ ગુજરાત માં. આ બહુ ઓછા લોકો ને ખબર છે. એવી ધારણા છે કે, ગુજરાતી પુરુષો તેમની પત્ની ઓ ને , માનનહોતા આપતા .
    એક દિવસ, (૧૪ મી ફેબ્રુઆરી) એક બહાદુર પત્ની જે ખુબજ દુઃખ સહન કરી ચુકી હતી, તેણે બદલો
    લેવાનું નક્કી કર્યુ, અને તેના પતિ ને Velan (વેલણ) વડે ઝુડી નાખ્યો, એજ Velan(વેલણ) કે જેનાથી તે તેના પતિ માટે રોજ રોટલી બનાવતી હતી. અને આ વખતેલોટ ની જગ્યા એ તેનોપતિ હાથ માં આવી ગયો.
    આ ગુજરાતી સ્ત્રી માટે ખુબ મહત્વ નો અવસર હતો અને આ વિદ્રોહ આગ ની જેમ બધે ફેલાવા લાગ્યો,
    અને બધા ઘર ની સ્ત્રી ઓ એ તેમના પતિ કેજે તેમને હેરાન કરતા હતા, તેમને Velan(વેલણ) વડે ઝુડી નાખ્યા.
    અને પતિદેવ ને બોઘપાઠ મળ્યો કે, તેમની પત્ની ની સાથે સારું વર્તન કરે. દર વર્ષે આ દિવસે, ગુજરાતી સ્ત્રી ઓ આ દિવસ ની યાદ માં તેમના પતિ ને એક વેલણ મારે છે અને પતિદેવ વેલણ ખાઇ લે છે, અને તેમની પત્ની ઓ ને ખુશ કરે છે. તમે જાણો જ છો કે ગુજરાત પશ્ચિમી સંસ્ક્રુતિને વધારે જલ્દી અપનાવે છે, માટે આ દિવસ ને “Velan Time (વેલણ ટાઇમ)” દિવસ તરીકે ઓળખાયો. અને આ ધાર્મિક દિવસ જલ્દી જ બ્રિટન, અમેરીકાઅને બીજી વેસ્ટર્નકંન્ટ્ર ી માં ફેલાઇગયો. અને “(Velan Time (વેલણ ટાઇમ)”શબ્દ પકડી લીધો. સ્વાભાવિકરીતે,વિદેશી ઓ ની બોલવાની છટા ને લીધે, તે“(Velan Time (વેલણ ટાઇમ)” ની જગ્યા એ “Velantine” થઇ ગયું અને ત્યાર થી
    ૧૪મી ફેબ્રુઆરી ને ”Velantine Day” તરીકે ઓળખવામાં આવે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s