ફૂટ પાથ પર બેસીને જોયેલું શહેર ….


આપણે ક્યારેક એવી રીતે ફસાઈ જઈએ છીએ કે કઈ બાજુ આપણો દિવસ જઈ રહ્યો છે કંઈ કળી ના શકાય …એક પરફેક્ટ પ્લાનિંગના એવા ડૂચા વળી જાય કે ડસ્ટબિન પણ ના મળે …અને આપણે એને થેલામાં રહી ભટકવું પડે …..
આપણા જાણીતા શહેરમાં અનજાન બનીને ભટકવાની વાત છે આ . આપણામાંથી લગભગ બધા અચાનક કોઈ નવા શહેરમાં પહેલી વાર ગયા હો કે વિદેશની ધરતી પર જઈએ તો આ થવું અત્યંત સ્વાભાવિક છે પણ જે જગ્યાએ આપણે વર્ષો સુધી પહેલા ગયા હોઈએ અને એ આપણી જન્મભૂમી પણ હોય અને ત્યાં આપણે આવી સ્થિતિ મુકાઈએ ત્યારે એની પણ એક અલગ મજા છે ..આમતો આ સજા થી કમ નથી પણ મજા બહુ આવે જો ધારો તો …
હું ગયા ગુરુવારે આ પરિસ્થિતિમાં મુકાઇ ગયી અને એ પણ પુરા ચાર દિવસ સુધી …અમદાવાદ મારું જન્મસ્થળ અને મોસાળ પણ ખરું ….વર્ષો સુધી ગયેલી …મણીનગરથી ચાંદખેડા સુધી ફરેલી અને સાબરમતી ફોઈને ત્યાં ઘણા વેકેશનમાં ધામા નાખેલા અને ખુબ મજા કરેલી ..પણ લગ્ન પછી જવાનું ઓછું થઇ ગયેલું ..ગયા ગુરુવારે જ્યાં જવાનું હતું ત્યાં એક જાણીતી વ્યક્તિ સાથે સતત મોબાઈલ ફોન પર સંપર્ક કરી સ્ટેશન પર ઉતારવાથી માંડીને બી આર ટી એસની બસ સવારી સુધી કરી …અને ક્યાંય મારું એ શહેરનું એક પણ નિશાન ના દેખાયું …બધું નવતર ….ફોન પર જેવી રીતે ગાઈડ કરે એ રીતે બસ કે રીક્ષા પકડીને ફરવાનું મારા વણજારા જેવા જીવને થોડું અજુગતું લાગ્યું …સૌથી વધારે ઠંડી પણ એ દિવસોમાં જ ત્યાં પડી …સાડી પર કોટ પહેરીને ફરી ..શોપિંગ કર્યું પણ સાચું કહું આ અજાણી જિંદગી જીવવાની મજા પણ અનોખી હતી ..એ નવા વિસ્તારો મણીનગર થી મણીપુર સુધીના ..એટલામાં તો મારા વડોદરા ફરતે હું દસ ચક્કર મારી ઘેર પાછી આવી શકું …મેં હંસતા હંસતા મારી બેન ને કહ્યું : આતો કોઈ ગામડિયો પહેલી વહેલી વાર શહેર આવ્યો હોય અને બાઘો બનીને મો પહોળું કરીને બારી બહાર જોયા કરે એ રીતે મેં આ શહેર જોયું તારું ……મારી દીકરીને સાબરમતી આશ્રમ જોવા લઇ ગયી ત્યારે નર્મદાના નીરને બે કિનારામાં સમેટી બેઠેલી સાબરમતી નદી જોવાનો આનંદ મળ્યો ….
એક અનુભવ થયો કે સુરત શહેર માં મુંબઈનો સ્પર્શ છે ..મારું વડોદરા ગાયકવાડી શાસનનું પ્રતિબિંબ છે પણ મારું જન્મસ્થળ અમદાવાદ હજીય ગુજરાતીસોડમનો સ્વાદ ભરીને બેઠું છે …એના પહોળા રોડ હોય કે એનો રહેણાંક પટ બધું એક અજબનો એહસાસ છે …..અહીં આવીને તરત કીમતનો સવાલ પહેલો જીભ પર આવે …..હું ક્યાં ફરીને આવી એ પણ હું ના કહી શકું એવું આ શહેર …પહેલા જે સ્થળે ગઈ ત્યાંથી મારી ખાસ બહેનપણી માત્ર પાંચ મિનીટના રસ્તે રહેતી હતી પણ ત્યાના રહેવાસીને પણ સરનામું પૂછીએ તો એ સચોટ ના કહી શકે …આખરે નક્કી કર્યું કે બસમાં બેસી ડ્રાઈવરને જ પૂછવું કે આ જગ્યા ક્યાં ????
પણ સાચું કહું આ યાત્રા મારા માટે ગૂંચવાડા માટે યાદગાર બની ગયી એ પણ ચાર ચાર દિવસ સુધી ના ….
સૌથી વધારે મજા મને ત્યારે આવી કે મારા પતિદેવને પણ એ જગ્યાએ વિના તકલીફે લઇ આવવા હું નજીકના બી આર ટી એસના બસ સ્ટેશને શિવરંજની લેવા ગયી ત્યારે ત્યાના કોમ્પ્લેક્સની બંધ દુકાનોના ઓટલા પર દોઢ કલાક સુધી એકદમ ઠંડી સવારમાં કુમળા તડકાની તાજગી તન અને મનમાં ભરી ..લગ્નમુહુર્તનો સમય હતો તોય ક્યાંક એકલા ભટકવાનો આનંદ અને ફૂટ પાથ પર બેસીને જોયેલું શહેર ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s