મહાશિવરાત્રીનું પર્વ ….


આજે મહાશિવરાત્રીનું પર્વ છે ….
બમ બમ બોલેનો જય ઘોષ વાતાવરણને ભરવા આતુર છે …આજે રાત્રી જાગરણ પણ પાકું છે …આજે તમામ શિવમંદિરોનો વટ પડી જાય છે …કાયમ એકલા બેસી રહેતા શિવજીને ત્યાં આજે ભક્તોનો મેળાવડો છે અને લાંબી કતારો છે ….રસોડે ફરી મહેકતા ફરાળી વાનગીના વિવિધ પકવાનો છે …આપણે એવા જ છીએ ..કૃષ્ણજન્મ કે રામ જન્મ કે કોઈ બીજો ધાર્મિક તહેવાર …સવિશેષ મહત્વ એ દેવતાનું ….
સમુદ્રમંથન કરતા મળેલા વિષને ચતુરાઈપૂર્વક શિવજીને હવાલે કરવામાં આવ્યું અને એને ગળામાં અટકાવીને નીલકંઠને સર્પની માળા ,વ્યાઘ્રચર્મનો પોશાક, ભભૂતિનો મેકઅપ, આંખમાં ત્રીજી આંખ એ એમના લલાટનું કુમકુમ તિલક અને ભૂત પલીતોની ટોળી અને સ્મશાન જેમનો વાસ …અને હા હાડ ગાળી નાખતા હિમાલયમાં કૈલાસ એમના ધામ ….શિવજી ..આપણા ભોળિયા શિવ …બિલ્વપત્રથી રીઝે …કહે છે એમને રોજ પાણી ચડાવવાથી નવગ્રહ શાંત થાય …..
આટલી સાદગી આપણે જિંદગીમાં ઉતારી શકીએ …માંગવા માટે ભોળા ભગવાનના મંદિરના દ્વાર હમેશા ખુલ્લા અને થોડી ઉપાસનાથી રીઝી પણ જાય …
આપણે કોઈ એવી વ્યક્તિને આપણી જાણમાં હોય એને પણ યાદ કરી લઈએ …જેણે લોકોને અમૃતપાન કરવા દીધું અને ઝેર પોતાને ફાળે રાખ્યું …જેણે બીજાને વૈભવ અપાવ્યો પણ પોતે સાદગી જ અપનાવી , એના મનની સુંદરતા એ જ એનો મેક અપ …અને એનો ક્રોધ એનું એક માત્ર હથિયાર …એ પણ સાત્વિક ક્રોધ …અને આવા લોકો જયારે પણ ગુસ્સે થાય ત્યારે રીતસર તાંડવ જ થાય ..અને ભલભલા એનાથી કંપે …શિવને સંહારના દેવ એટલે જ કહેવાયા છે …
પણ શિવજી એટલે કલ્યાણ …જીવમાત્રનું કલ્યાણ …એમાં પક્ષપાત નહીં ….દેવી દુર્ગા તો શક્તિના વિવિધ રૂપોમાં પૂજાય અને એના દીકરા ગણપતિ સર્વપ્રથમ પૂજાય અને એની પત્ની રિદ્ધિ સિદ્ધિ બેઉની શીળી છાયાની બધાને ઝંખના ..શુભ અને લાભ એમના પુત્રો ..એમ મહાદેવનું તો આખું કુટુંબ પુજાયું છે …
જે વ્યક્તિ નિસ્વાર્થ રીતે જગતના કલ્યાણ અર્થે જીવન સમર્પિત કરી શકે એનું આખું કુટુંબ ધન્ય થાય છે …..જેને કામમાં આસક્તિ હોય એને શિવની ભક્તિ ના પોસાય …
= વૈરાગ સાથે રાગ થાય ત્યારે શિવનો સાક્ષાત્કાર થાય ……
= સાદું ઘર અને સાદો પોશાક ,વિષમતામાં હસતા મોઢે જીવવાની હામ, સર્પને પણ ગળે લગાડી શકે અને સ્મશાનમાં પણ રહી શકે એવી નીડરતા કેળવવાનો સંકલ્પ એટલે મહાશિવરાત્રીનું પર્વ ….
= સર્વ જ્ઞાતા હોવા છતાય ભોળા ભાવે લોકોની શ્રદ્ધા પુરવાનું નામ એટલે શિવ …
= દુન્યવી દુષણોના ઝેરને ગળે ઉતારીને પણ જીવી લેવાની કળા એટલે શિવ ..
= ભાગીરથીને ખુલ્લી જટામાં ઝીલીને પૃથ્વી પર લઇ જવાની ગાથા એટલે શિવ ….
= અર્ધચંદ્રને મસ્તક ઉપર સ્થાન આપીને એનું ગૌરવ કરનાર એટલે શિવ ….
= ક્રોધના રુદ્રાવતાર એટલે શિવ …તાંડવનો સંહાર એટલે શિવ ….
= છતાય સર્વજીવોના કલ્યાણ માટે પૂજાય એટલે શિવ …..
હર હર મહાદેવ ….
નથી રે પીધા અણજાણી…શિવજી એ ઝેર તો પીધા જાણી જાણી …

Advertisements

2 thoughts on “મહાશિવરાત્રીનું પર્વ ….

  1. જયારે પણ મનને શાંત કરવું હોય ત્યારે શિવજીના મંદિરમાં થોડીવાર બેસવાથી પણ ગમે તેવો ઉચાટ નાશ પામે છે. મારો પોતાનો જાત અનુભવ છે. વડોદરાના ઈએમઈ ટેમ્પલ (નામ માં કદાચ ભૂલ હોઈ શકે) જે શિવજીનું મંદિર ગણાય છે તેમજ વડનગરનું હાટકેશ્વરનું મંદિર તે બંને મને ગમતા શિવ મંદિર છે.

    હર હર મહાદેવ. 🙂

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s