ઉછેર અને સંસ્કાર


આપણા વ્યક્તિત્વ પર સૌથી વધારે અસર કોની થાય છે ?? આપણા સંસ્કારની કે જ્યાં જન્મ્યા છીએ એ જાતની કે જ્યાં રહીએ એ શહેર કે ગામ જે પણ હોય તે !!!
મારા ખ્યાલથી આપણો ઉછેર જે સંસ્કારોથી થયો હોય એની જ …આપણે કઈ જ્ઞાતિ કે જાતિમાં જન્મ્યા હોય એ નહીં પણ આપણે જેની વચ્ચે ઉછર્યા હોઈએ અને માં બાપ આપણને જે સંસ્કારો પીવડાવે છે એની અસર આજીવન રહે છે …
ક્યારેક જિંદગીમાં આપણી રહેણીકરણી કે વિચારસરણીથી તદ્દન ભિન્ન રૂપે સાવ વિરુદ્ધ રીતે જીવવાનો પ્રસંગ પણ આપણા જીવનમાં આવે છે …ત્યારે સૌથી ખરાબ રીતે કોઈ વર્તન કરે ત્યારે એ પણ જરૂરી બને કે આપણે અનિચ્છાએ પણ ખરાબ બનવું પડે પણ અહીં જ આપણા સંસ્કાર દેખાય છે કે એક લેવલથી નીચે આપણે ક્યારેય ઉતરી જ નથી શકતા ..આનું કારણ એ નથી કે આપણે ભીરુ છીએ પણ આપણે આપણી હદ જાણીએ છીએ ..અને બીભત્સ બનવું આપણા લોહીમાં નથી હોતું …ગમે તેટલું કોઈ ઉશ્કેરે પણ તોય નહીં …ઘણી વાર ઠંડા કલેજે અને સારા શબ્દોમાં પણ આપણે આપણો ગુસ્સો વ્યક્તિ કરીએ ત્યારે એની અસર વધારે ઊંડી પડે છે ..સામો માણસ આપણને નીચા દેખાડવાની ભરસક કોશિશ કરે અને કરતો રહે તોય લાંબા ગાળે આપણી સચ્ચાઈ સામે આવી ઉભી રહે છે અને આપણી ગરિમા પણ જળવાઈ રહે છે …..અને આપણા ઉછેર અને સારા સંસ્કાર આપનાર માં બાપ કે વડીલને દિલ થી આભાર કહેવાનું મન થાય છે ….અહીં એક નીચ વ્યક્તિ સામે જીત મેળવવાની ઈચ્છા મરી જાય અને હારી જવામાં જ શાણપણ લાગે છે …
મારો કિસ્સો થોડો અજીબ લાગશે ..મારું બાળપણ ઓ એન જી સી કોલોનીમાં વીત્યું ..લગભગ ત્રણેક વર્ષની વય હશે ત્યાર થી લઇ જ્યાં સુધી લગ્ન થયા ત્યાં સુધી …હું ગુજરાતી અને હિન્દી લગભગ સાથે જ લખતા બોલતા શીખી કેમકે અહીં આખા ભારતના લોકો આવીને રહે ,એમની ટ્રાન્સફર થતી રહે …એટલે કાશ્મીર થી કન્યાકુમારી સુધીના તમામ લોકો તેમની રહેણી કરણી ,રીતરિવાજ ,તહેવાર બધું જાણવા મળે ..એ વખતે મારી એક લેખક તરીકેની દ્રષ્ટિ કેળવાઈ નહોતી પણ તોય બધું બાળસહજ કુતુહલથી માણેલું..પંજાબી લોકો દિવાળીમાં મઠીયા કરે અને અમે હોળી માં ગુજીયા ( ઘૂઘરા ) …બંગાળી મચ્છ ભાત બને ત્યારે માછલીનું કટિંગ જોવા ગોઠવાઈ જઈએ ..ક્યારેય ચાખ્યું પણ નથી પણ જોવાનું કુતુહલથી …અમને ભારત અને ગુજરાત વચ્ચે ભેદ કરતા જ ના આવડ્યું …અમારે માટે ભારત એક રાજ્ય જેવું …ભણતર ગુજરાતી માધ્યમમાં એટલે શાળા અને ઘરમાં ગુજરાતી બોલીએ ……લગ્ન પછી માત્ર ગુજરાતી લોકો વચ્ચે માત્ર ગુજરાતી બોલવું થોડું અજુગતું લાગતું …અને લગ્ન પછી જે પહેલી થાળી બનાવી પતિદેવ માટે એમાં પુલાવ ,કઢી સાથે પંજાબી છોલે ,પરોઠા અને નાસ્તામાં ઉપમા !!! અત્યારે હસવું આવે છે …પણ આ અનુભવ પછી બહુ કામ લાગ્યો જયારે કોઈ પંજાબી ગલ કે બોન્ગલા સાંભળી મસ્તીથી મરકી જવાતું ….એ હદ હતી કે કોલેજ માં મારું હિન્દી જોઈ મને કોઈ ગુજરાતી માનવા તૈયાર જ નહિ …….આજે ત્રણ બ્લોગ માં એક હિન્દી પણ લખું છું ત્યારે એ બધું યાદ આવે છે …….
એટલે જ માણસની મોંઘેરી જણસ એનો ઉછેર અને સંસ્કાર છે જે આગળ જતા ફેલાઈને વટવૃક્ષ બની જાય છે …

Advertisements

4 thoughts on “ઉછેર અને સંસ્કાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s