ટ્રીંગ …ટ્રીંગ …ટ્રીંગ …


ટ્રીંગ …ટ્રીંગ …ટ્રીંગ ….ના આ તમારા ડોરબેલ નથી વાગ્યો ..ફોન ની ઘંટડી છે …આ તો કાગળ છે એટલે સ્પષ્ટતા કરી ..બાકી તો ખબર પડી જાય …પેલા કાળા ભૂંગળાવાળા અને જુના મોડેલો યાદ આવ્યા જ્યાં એક થી નવ અને શૂન્ય લખેલા હોય એવા ફેરવી શકાય એવા ડાયલ કરવા પડે ઘીચર ઘીક …ઘીચર ઘીક ….અને એ ય ને આખી સોસાઈટીમાં એક કે બે ફોન હોય અને જેને ત્યાં હોય એના નંબર તમામ ઓળખીતા પારખીતાને પહોંચી ગયા હોય અને એક માણસ ફોન આવ્યાનો સંદેશવાહક બનવાનું કામ કૈક ગર્વ થી કરતો હોય ..મધરાતનો સંદેશ ડરાવતો હોય …ટેલીફોન ડાયરીનો પણ એક ખૂણો હોય …ચાર પાંચ વર્ષનું વેઈતિંગ લીસ્ટ હોય …અધરાત મધરાત પછી પરદેસ વાતો થતી હોય …જાડી ડિરેક્ટરી હજીય જોવા મળે છે હોં !!! કેટલા બધા નામ !!!
યાદ આવી ગયો એ કાળા ડબલાનો ભવ્ય ભૂતકાળ ….
હવે આજે …તેરી મેરી મેરી તેરી પ્રેમ કહાની હે મુશ્કિલ દો લબ્ઝોમેં એ બયાં ના હો પાયે …..બાજુમાં બેઠેલી ગર્લફ્રેન્ડની પ્રશ્નસૂચક આંખ સામે એક ગળે ઉતરે એવો એક જવાબ એક નામ ….થોડા દૂર જઈને થતી વાત : અત્યારે લાઈબ્રેરીમાં છું …થોડી વાર પછી ફોન કરને !!!
ઘણા જોક્સ છે મોબાઈલ માટે ..ખબર છે બધાને …ડિરેક્ટરી તો ફોનબુક બની ગયી …એક સાથે કેટલા બધા નામ આવી જાય ….ગળા અને ખભા વચ્ચે ઇન્સ્ત્રુમેન્ત દબાવી ફર્રાટેદાર બાઈક પર જતા પેલા સ્પાઈસકટ વાળા છોકરાઓ ….ડાર્લિંગ રસ્તામાં છું ..બસ એક પાંચ મિનીટ …અને છોકરીઓના મેસેજ બોક્ષ તપાસો …લાગે આય હાય કોણ કહે છે આજની પેઢીને સાહિત્યમાં રસ નથી ??? અરે કવિતા અને શાયરીઓ …..ફોરવર્ડ …ફોરવર્ડ ……ફોરવર્ડ …
સાઇલેન્ટ પર મુકેલો ,વાઈબ્રેટ કરેલો અને વાગતો …મેસેજની ટયુન જુદી અને કોલની નામ પ્રમાણે …..અંદર મુકેલા એમ એમ એસ , અને નેટ કનેક્શન ..ફેસબુક પર તરત જ જોવું પડે ….તમારા મનપસંદ ગીતો તો હાથવગા …ક્યાંક એકલા રાહ જોતા હોવ ત્યારે આરામથી સમય પસાર થઇ જાય …રાત્રે એકલા ચાંદની માં બેસી જુના ગીતો સાંભળવા પણ એક લાહવો છે …હાથમાં પર્સ હોય કે ના હોય મોબાઈલ વગર ચાલે ??? એતો હોય અને દર છ મહીને નવું મોડલ ….
જુઠાણું કોને કહેવાય ??? અમારા બહુ પહેલા એક બોસ હતા ત્યારે હું નોકરી કરતી હતી …ઓફીસનો દાદર ચડતા હોય અને ફોન કરે તો કહે અભી વાસદ બ્રીજ પર હું ….અને તરત પ્રકટ થાય …હું ઘરમાં નથી ….અને ઘરમાં જ હોય ….બેટરી ચાર્જ નથી કરી એટલે રીંગ વાગતી ના સંભળાઈ …..
અને રાત્રે બાર પછી પોતપોતાના રૂમમાં રજાઈ નીચે ભરાઈને ગુપચુપ અવાજે થતી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ ની સવાર સુધીની ગોષ્ઠી …..ફોન પર આઈ લવ યુ અને ફોન પર બ્રેક અપ ….આ બધું તો ઠીક છે પણ એક કેટેગરી કેટલાક મસ્ત લોકોની છે ….
રીંગ વાગે એટલે પહેલા ચશ્માં શોધે પછી પાકીટ માંથી મોબાઈલ કાઢે નામ વાંચે અને વિચારે લઉં કે નાં લઉં …લેણિયાત હોય તો રીંગ વાગ્યા જ કરે અને કામનો હોય તો તરત રીસીવ કરે ….ઘણાને રીંગ સંભળાય જ નહિ …કોઈને બાથરૂમમાં ભૂલી જવાની ટેવ …આ ટેવ જલ્દી ભુલાઈ જાય જો પપ્પા ના હાથમાં કે મમ્મીના હાથમાં આવી જાય તો …..ઘણા લોકો સાથે રાખે જ નહીં આ શું સાલું જ્યાં જઈએ ત્યાં પાછળ પીછો થતો હોય ….જુઠું બોલવાનો ઈરાદો ના હોય તો ય કહી દેવું પડે હું અત્યારે બહારગામ છું ….મિસકોલ વાળી પણ એક ખાસ કેટેગરી ખરી ….
આમતો મારા પતિદેવ મને ફોન ના કરે પણ બહારગામ ગયી હોઉં તો કેટલાય ફોન આવી જાય …અને એક બહુ અજીબ ટેવ છે મારી ….હું સહકુટુંબ જાઉં તો મારો મોબાઈલ લઇ જ ના જાઉં …કેમકે જે કુટુંબી હશે તેમની પાસે પતિદેવ નો નંબર તો હોય જ …અને મને રીંગ ક્યારેય સંભળાય જ નહીં …એક વાર બહારગામથી ભાભી સાથે પછી ફરતી હતી …પતિદેવ સ્ટેશને લેવા આવ્યા હશે .ટ્રેન મોડી પડી …મેં તો પાકીટની અંદર પાકીટ અને એમાં મોબાઈલ મુકેલો …સાચવીને મુકવો પડે ને !!! ભાભી પર ફોન આવ્યો પતિદેવ નો : પ્રીતિ તમારી સાથે પાછી નથી આવી ???ભાભી એ કહ્યું : હા મારી સાથે જ છે …મને એમનો મોબાઈલ આપ્યો ..પતિદેવે પછ્યું : ગાડી વડોદરા ક્યારે આવશે ?? તો મેં કહ્યું : આગલે સ્ટેશને ડ્રાઈવરને પૂછીને ફોન કરું !!!! પછી સાચવીને મુકેલો મોબાઈલ કાઢ્યો તો સાત સાત મિસકોલ !!! ભાભીને ચિંતા થઇ : પ્રીતિ બેન તમારું આવી બનશે …તો બિન્દાસ કહ્યું : એમને ખબર છે આતો નસીબ સારું હોય તો જ એને રીંગ સંભળાય બાકી તો…….
અને મને ખરેખર એ ક્યારેય ખીજાતા નથી …
અને પાછી મારા મોબાઈલની રીંગ ટોન મારી દીકરીએ એવી સેટ કરીકે મારે એ સંભળાઈ જ જાય : મારો મોબાઈલ બુમ પાડે : મીના આ ગયા તેરા દીવાના ..બતા બતા કહા હૈ તેરા ઠીકાના ???

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s